નવા વરસ ના રામ રામ

નવા વરસ ના  રામ રામ

અરે ભાઈ નીંદર  માં નથી …..કામ કાજ મહેતાજી નું એટલે માર્ચ મહિનો પૂરો થાય ને  નવું નાણાકીય વરસ સરૂં થાઈ  માટે નવા વરસ ના રામ રામ . આમ પણ વરસ માં ૩-૪ વાર નવું વરસ ઉજવીએ જ છીએ . દિવાળી એ (ફટાકડા ફોડી ને ), ૩૧ ડીસેમ્બરે  (ગોવા કે દીવ માં જઈ ને   ટેસડી મારી ને …ટેસડી મારવાનું આયી પણ મળી જાય . ને જો બાપને ખબર પડે તો વગર પવને ડમરી ઉંડે હો .  ) ૩૧ માર્ચે (બેંક માં હવાલા પાડી ને )

તો આ વરસે પણ થોડા નવા વરસ ના સંકલ્પો (આવતા માર્ચ સુધી માં પુરા થાય જઈ આશા ..  પછી જેવી હનુમાન  મરજી    )

  1. અપ -ડાઉન કરતી સુંદર છોકરી સાથે  સીટમાં  બાજુમાં બેસવું નહિ  (પછી હાઈ હાલો માં થી ક્યાં જઈ ને ઉભું રે છે એ નક્કી નઈ  )
  2. સસ્તી સુંદર ને ટકાવ વાઈફ (knife)  ગોતવાની ગણતરી  છે .(લોકો કે છે ભૂત ને પીપળો મળી જાય ..હવે મને ક્યારે  જડશે એ હનુમાન ને ખબર  )
  3. મસ્ત મજાનો મોબાઈલ  લેવો છે ( તા. ક ઉપર નો સંકલ્પ પેલા પૂરો થાય ગયો તો આનું માંડી વરવાનું ને…કા પછી  ચીના ના મોબાઈલ ..  )
  4. કોપી ને પેસ્ટ વાર બ્લોગ ની વિઝીટુ  હાલ માં છે એંવી રાખવાની ભરપુર કોષિસ  કરવાની (ગાજર ની  પીપુડી વાગે તીય સુધી  સાચી  )
  5. આ ગુજરાતી ના બ્લોગ પર  આમ ને આમ પોસ્ટ મારવાની (કોઈ વાંચે કે ના વાંચે ….સરુઆતે શૂરાપછી સુ થશે હનુમાન ને ખબર  )
હાલો ત્યારે ….રામે રામ

 

તમારી કોમેન્ટ !!!!