ગર્લ ફ્રેન્ડ બનવા માટે નું અરજી પત્રક ….

ગર્લ ફ્રેન્ડ બનવા માટે નું અરજી પત્રક …. 

આ અરજી માટે લગતા વળગતાઓ જ નોધ લેવી .

Advertisements

મારા દિલ ની વાત !!!

મારા દિલ ની વાત !!!

રોજ તો મારા બ્લોગ માં …કોઈ ગંભીર કે .આવી વાતો નથી હોતી પણ આજે જરા થોડું મન માં થયા કરતુ તું ને અને સબ્દો ની સકલ આપી છે . તો ૨-૪ લીટીઓ લખી છે .

…………………………………………………….

જલક જોવા માટે જોવાતી વાટુ ….ને આજે સામા માળિયા નો પણ રંજ છે
લીલાછમ દેખાતા પાન નો આજે …આ પાનખર માં રંગ કાંઈક ઓર છે ..

થતી એ સ્મિતો માં વાતું ..આજે નજર પણ નાં મેળવી સાકિયા નો પણ રંજ છે
ભાર હતો મેરુ તણો આજે એ… ચુલબુલી આખો નો રંગ કાંઈક ઓર છે …

દૂર થી થઈ જાતી વાતો ..ને સમણા ની મુલાકાતો ના સાક્ષી તકિયા હતા
ભીંજાશે આજે એ આંખું ,,,.”અશ્વિન” ને આજે પણ સાથી એ તકિયા હશે

………………………………………………………

લોડીંગ ……અપડેટ …..કોમ્પ્લેટ

લોડીંગ ……અપડેટ …..કોમ્પ્લેટ
લોકો ટાઢા પોર ના ગપ્પા મારા મારે…… ને હું વાતું કરું છું. પેલા કોઈ એમ કેતુ કે ટાઈમ નથી ..આ બાપુ -બંદા કેતા …ભાઈ ટાઈમ નો કોઈ દી તૂટો ના આવે .પણ હવે મારે અવું થી ગયું . કરેલા પ્રોમિસ પુરા થાતા નથી ને લોચા થઈ છે ..જો વો નવું લેપટોપ લીધું ..સફરજન વારું નહિ. …એપલ .હા એ ના લેવાઈ ..એક -બે આઈટમ એની છે પણ ,,,,એમાં બહુ લોચા વારું છે ..ઘર ના ભુવા ને ઘર ના ડાકલા …એનું કૈક લો એટલે એનો મસાલો વાપરો .

તો પેલા ડેલ નું લેવા નું હતું પણ ,,,,,લેવા ગયો તો ….એમાં કે ઓપરેટીંગ સીસ્ટમ સાથે નહિ આવે .તો છેલી ઘડી એ પ્લાન ફરીયો ને ….પેલા કરીના કપૂર લઈ ને નથી આવતા જાહેરાત માં અ લીધું …..Sony Vaio ….ધોરા ભુરીયા જેવું …સફેદી કી ચમકાર …….

બીજી ઘણી નવા જૂની છે ,,,,,,,,,,,,,,,,,,,
આજકાલ ઘર માં …..બહોત બાતે હોતી હે …અરે ભાઈ …મારા માટે છોકરી ગોતવાનું ચાલુ છે …લગન માટે !!!! (છેલા ૨ વરસ થી થઈ છે ..જોયે હવે સુ થઈ છે !!)
ઓફીસ માં કામ કાજ વધી ગયા છે (બંદ ફેક્ટરી માં બહુ જલસા કરિયા ….)
જુના પી.સી માંથી ડેટા ફેરવવાનું ચાલુ છે (પેન્સન પર …!!!!)
“ભૂત તાંબુલ પાન” ..ને “છે પાન ડેપો” ના ..ફોટા લેવા જવા છે ….(એ વાત પછી કહીસ )
કોઈ ને મળવા જવું છે પણ (સાલા ટેમ નહિ મિલતા )

કાનો ઉભો ઉભો …..ઘર પછવાડે …ઢીંચક…ચક ચક …

કાનો ઉભો ઉભો …..ઘર પછવાડે …ઢીંચક…ચક ચક …

ટાઈટલ વાંચી ને તો એમ થયું હશે ને કે ,,,આ તો વાંચવું જ છે ,,,,,કાનો ઉભો ઉભો …..ઘર પછવાડે …!!!!!!!… થાઈ થાઈ બધા ને થાઈ ,,,,,,મને પણ થયું હતું .આવી ચોટલી ઉગાડવા નું કામ એટલે આપડા સમાચાર ચેનલ વાર .એક કલાક લાગી જોયું પણ ,,,,,,કાનો ઉભો ઉભો …….અવું જ કર્યું . કોને મેચ ફિક્ષ કરી ….કેવી રીતે કરી ….કઈ નહિ હો …નહિ ગરીઓ કે ઝારી ….એમ ને એમ લસણ ખાઈ ને જામી ગયા . ને લાસ્ટ મેં કે …કાનો મોરલી વગાડે .

હવે ઘણા લોકો ને ખબર નહિ હોઈ કે આ …કાનો ઉભો ઉભો ઘર પછવાડે એટલે સુ ? આમ તો આવો મેં ક્યારે મારા બ્લોગ માં નથી લખિયું પણ ..આજે લખું છું . રાત નું ધાબુ છે ને ઘર જેવો ડાયરો છે એટલે કહું છું . આ એક જોક છે …કાનો ઉભો ઉભો …..કેતા હોઈ તો આપડે કહી નાખી …..!!! હા લિયો ….જોક કૈક આવું છે
……………………………………………………………………………………………………………………………………………………………..
એક ગામ હતું …એમાં એક વાર ચાલતી ભજન મંડળી આવી …એ લોકો ચાલતા ચાલતા ભજન ગાઈ..તો .ગામ માં આવી ને એ લોકો તો ભજન ગાવા ના શરુઆત કરી …..કે ..
……રાધાજી ના ઘર પછવાડે ….?? .ઢીંચક…ચક ચક .(ઢીંચક…ચક ચક …એ મંજીરા ને દોકડ નો અવાજ …)
….તો મારા જેવા જુવાનીયા બેઠા તા અને થયું મારું બેટું……..રાધાજી ના ઘર પછવાડે ….?? .ઢીંચક…ચક ચક નક્કી દાઢ માં કાળું છે …..ચાલો આપડે પાછળ જઈએ …નક્કી કૈક છે

તો ભજન મંડળી થોડે આગળ જઈ પાછુ ગાવા નું ચાલુ કર્યું ….
રાધાજી ના ઘર પછવાડે કૃષ્ણ કાનિયો ……ઢીંચક…ચક ચક ……

.પેલા જુવાનીયા ને થયું કે ,,,મારું સારું ,,,,.રાધાજી ના ઘર પછવાડે … કૃષ્ણ કાનિયો ….??? મોટો લોચો છે ..

ભજન મંડળી આગળ ને પેલા પાછળ ….થોડે આગળ જઈ પાછુ ગાવા નું ચાલુ કર્યું ….
રાધાજી ના ઘર પછવાડે કૃષ્ણ કાનિયો ….ઉભો ઉભો …..ઢીંચક…ચક ચક ……

પેલા ને એમ થયું આહ .,,,મારું બેટું રાધાજી ના ઘર પછવાડે કૃષ્ણ કાનિયો ….ઉભો ઉભો ??? હવે જાણવું જ જોઈ કે કરતો તો સુ ?

ભજન મંડળી આગળ ને પેલા પાછળ ….આમ કરતા કરતા આખા ગામ માં આટો મારી આવિયા પણ ……..ઢીંચક…ચક ચક ……
એમ ને એમ ….

અંતે ….પેલા એ ગયું …
રાધાજી ના ઘર પછવાડે કૃષ્ણ કાનિયો ….ઉભો ઉભો …બંસરી વગાડે ……!!!!!!!!!!!!!!

……………………………………………………………………………………………………………………………………………..

નવી ગાળો સીખવા ની નિશાળ – દી .ભા .

ગાળો તો પુરુષ ની ઘરેણું છે (આ હું નથી કેતો ….મેં સભાળયું છે!!! ). અને તમને ગાળો સીખાવનો ઇરાદો છે ??? અને તમારો જવાબ હા છે તો online ગાળો સીખવાનુ station એટલે દિવ્યભાસ્કર નુ ઓનલાઈન છાપું .. સ્ક્રીન શોટ મુકવાની બહુ ઈચ્છા છે પણ નથી મૂકી એમ …

હા બાપા દિવ્યભાસ્કર ના તમારો મત નામ ના ફીડબેક ફોર્મ બહુ મસ્ત ને ૧૮+ ગાળો નુ station છે. વિશ્વાસ ના હોઈ તો જોવો આ લીંક હા તમારા જોખમે જોવી આમાં મારો કોઈ પણ વાંક -કાઢવો નહિ . પછી કેતા નહિ કે મે ચેતવણી ના આપી………આ સમાચાર ના ફીડબેક ફોર્મ માં આ પોસ્ટ લખી છે તિયાં સુધી તો ગાળો નો ખજાનો છે . અને હટાવી નાખે તો તમારે જોવી હોઈ મારી પાસે આ મસ્ત મજાની સમાચાર નો સ્ક્રીન શોટ મારી પાસે છે .મેઈલ કરજો મોકલાવી આપીશ   .

moderation  નામ ની કંઈક વસ્તુ હોઈ છે . આવી તસ્દી લેવા નો પણ આ અખબાર ને ટાઈમ નથી અવું લાગે છે . એમાં કોઈ સક નથી કે દી.ભા. એક બહુ મસ્ત અને સુંદર online  અખબાર વાંચવાનું સ્થળ છે .હા ઘણી વાર એમાં ઘણા લોચા હોઈ છે પણ. થોડું જતું કરવું પડે .

 

 

બસંતી ઇન કુત્તો કે સામને મત ના નાચના

જરા કટક બટક….

જરા કટક બટક….

  • સારી આવી ગરમી પડે છે ને પંખો હવે હવા ફેકવા માં કરકસર  કરે છે  એવું લાગે છે (દોસ્ત દોસ્ત ના રહા…)
  • કમળો બાપ રે !!!! મોરબી માં જમાવટ કરી છે ને કાઈ …. (કમળો હોઈ અને પીળું દેખાઈ !!! )
  • મોરબી ના પાડાપુલ પર  ગોલા બંધ ….રોનક વઈ  ગયી સાલી (પેટ માં ઠંડક સાથો સાથ આંખો ને પણ ઠંડક થાતી .. .)
  • આજે રાતે ફીલીમ જોવા જવા નો પ્રોગ્ગ્રામ છે  (તા.ક.મિત્રો એ આવ વું  હોઈ તો પોત પોતા ના ખર્ચે…બહેનપણીઓ આવતી જ રીઓ !!! )
  • બાપુ ના સાલીયાણા બંધ થઈ ગયાતા એ  ચાલુ થઈ ગયા મારી હોસ્ટીંગ   કંમ્પની   એ કોપી પેસ્ટ વારો બ્લોગ પાછો    ચાલુ કરીઓ (હમ નહિ સુધરેગે…કુતરા ની પૂછડી વાંકી ને વાંકી !!! )
  • ઘણા ટાઈમ પછી  ફોન  માં એક  મસ્ત મીઠો  અવાજ સાભળવા મળીઓ  (……અરે બાપા મોબાઈલ  નું બીલ  નથી  ભરાણુ તો કંપની વારી છોરીનો   ખરા બપોરે ઉઘરાણી નો ફોને હતો )
  • કન્યા પધરાવો સાવધાન …. લાડવા ખાવાની મૌસમપાછી ચાલુ થશે  …..(મેરા નમ્બર કબ આયેગા. ???.ધીરજ ફળ મીઠા  ..આશા અમર છે !.. )
  • twitter  નુ ટેટવું   દબાવી  નાંખિઊ   (ફેસબુક તેરા ક્યાં હોગા ???)
  • બિપાશાનો મેસેજ, ‘આઈ એમ સિંગલ’! (..હાસ હવે વારો આવે લાગે છે !!.)

“” મારા નખ ના પરવાળા જેવી ચુંદળી..મારી  ચુંદળી નો રંગ રાતો …ઓ લાડી ઓઢો  ને સાહેબજાદી  ચુંદળી ..રે …””

ઘસાતા ગાંધી – ગ્રેટ સોલ

રાષ્ટ્રપિતા મહાત્માગાંધી ના જીવનપર લખાયેલાં વિવાદાસ્પદ પુસ્તક ‘ગ્રેટ સોલ: મહાત્મા ગાંધી હિઝ સ્ટ્રગલ વીથ ઈન્ડિયા માં ગાંધી વિશે ઘણું ઘસાતું લખીયુ અવું કહેવાય છે .

પેલા અમેરિકા ના એક ભુરીયા “” જોસેફ લેલિવેલ્ડે “” એનો લવારો કરીઓ છે અવું કહેવા માં આવે છે …હજી ગાંધીજી અંગેનું ચર્ચાસ્પદ પુસ્તક બજારમાં મળતું નથી અને ગુજરાત માં વાંચવા પણ નહિ મળે કેમ કે ગાંધીજીના જીવન પર લખાયેલાં વિવાદાસ્પદ પુસ્તક પર ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ગાંધી બાયસેક્સ્યુઅલ હતા ,ગાંધીજીના હરમન કેલેનબેચ નામની મહિલા પ્રત્યે સ્નેહ હતો , અવું ઘણું બધું લખવા માં અવિયું છે .પરંતુ હજી આ પુસ્તક ભારત માં બજારમાં મળતું નથી ને પેલા તો બેન(પ્રતિબંધ) મારવા માં આવ્યો છે , એ ભુરીયા “” જોસેફ લેલિવેલ્ડે “” લેખક દ્વારા સનસનાટી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવું કહેવાઈ છે .

ઢાંકપિછોડો કરવાથી કઈ થવાનું નથી અને પ્રતબિંધિત વસ્તુઓ માટે લોકોની ઉત્સુકતા વધવાની જ છે . અને ગાંધીજી વિશે વધુ પડતાં સંવેદનશીલ છીએ એમાં કોઈ સક નથી !! …જોયે સુ થાઇ છે ….

વૈષ્ણવ જન તો તેને કિહયે, જે પીડ પરાયી જાણે રે