Truecaller – ખતરનાક એપ્લિકેશન | અન-ઇન્સ્ટોલ કરો | વિડિઓ મારી યુ-ટ્યૂબ ચેનલ પર

હવે થી એક નવો કીડો ઉપડીઓ છે યૂટ્યૂબ માં વિડિઓ બનાવા નો તો એક ચેનેલ ચાલુ કરી છે જીયા કયારેક કયારેક વિડિઓ બનાવી અપલોડ કરવા નું ચાલુ કર્યું છે। જો ગમે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ને। ઉપયોગી લાગે તો વિડિઓ શેર કરજો

આજે પાછી “બંધ ” ના નામે ભડવાઈ

પાછું આજે “ભારત બંધ ” ને એ નામે પોતાની નાત -જાત ગમે એ કરી શકે ના નામે પબ્લિક પ્રોપર્ટી ને સળગાવો ,,, કાયદા માં ફેરફાર માટે કાયદા ને જ તોડવા નો ,,,,

આજે જે તોડફોડ કરે છે એને પૂછો ને આ શેનું બંધ છે ?? તો બાપ ના બોલ થી 95% એ ખબર નહિ હોઈ ને જેને થોડી ખબર હશે એ ને એ વાત તોડી મરોડી ને કોઈ એ સમજાવી હશે. વાત ખાલી જે એટ્રોસિટી ના કાયદા ની છે ને બધા  ને એમ છે કે તેની અનામત પાછી લઇ લેવા માં આવે છે.

એક કાયદો છે જેનો ઘણો દૂર ઉપયોગ થાય છે તો એમાં કાંઈક ફેરફાર થાઈ તો તોડફોડ !!!! . ઉતરાંચલ ને ઉત્તરાખંડ ભેગું કરી ને જનરલ વારા ને દઈ દીયો ….. માઈ ગયું બધું અમે ત્યાં શાંતિ થી રેસુ !!! આ આરક્ષણ વારા બધું લઇ લેજો !!!

હરામ જો કઈ ખબર હોઈ કે શું છે શું નથી કહેવાતા જાતિ ના નેતા કિયે એટલે કૂદી પાડવાનું ને તોડફોડ કરવાની

એ સારે મીલકે હમ કો પાગલ બના રહે હૈ !!!

ક્યાં ગયા એની ** ના મીંદડા  …. હવે તમને એમ થાશે કે હું કોની વાત કરું છું ?  તો વાત છે ત્રણ જણા જે  ગુજરાત ની ચૂંટણી પહેલા બહુ ફુદકતા હતા … અમારા ભાઈ શ્રી હાર્દિક પટેલ , જીગ્નેશ મેવાની , અલ્પેશ ઠાકોર

તો આ ત્રણે ને માલુમ થાય કે હવે તમે ત્રણ જે મુદ્દા લઇ ને કુદતા હતા એ સોલ્વ થઇ ગયા કે હવે 2019 ની ચૂંટણી આવે ત્યારે પાછી પટેલ ને અનામત , ઠાકોર સમાજ  ના મુદ્દા ને  જીગ્નેશ ને કહી દલિત ને નું પાછું શોષણ થાશે ??

હવે જો તમે આ ત્રણ ટોપા ને સપોર્ટ કરતા હોઈ તો ગાળું નીચે કોમેન્ટ માં લખવા ની છૂટ  છે ને જો તમે આ ત્રણ તકવાદી મીંદડા ને સપોર્ટ કરીઓ હોઈ તો દિલ પાર હાથ રાખી ને પુછ જો  આપ કા ” યે  તીનો  ને ચુતીયા પા કાટા હૈ કે નહિ ?? “”

સાલું ચૂંટણી જતા ની સાથે પટેલ ને અનામત ની જરૂર જ નથી. હાર્દિક ભાઈ જલસા કરે છે હા લાઇમ લાઈટ માં રેવા માટે થોડા ગતકડાં થાશે કેમ કે 2019 ની ચૂંટણી માં માલ ભેગો કરવા કૈક તો કરવું જોશે ને !!! અલ્પેશ ને જીગ્નેશ તો ધારાસભા માં બેસી ગયા છે તો એ એનું ફોડી લેશે પણ અમારા ભાઈ શ્રી હાર્દિક ને નવા સીડી  કાંડ ના થાય એવું કૈક કરવું જોશે ને !!!!  હાર્દિક ને કહી SC /ST વારા ખાટી  ગયા ને તું જનરલ વારો રિયો ઉભો એ બંને તો ધારાસભા માં બેસી ગયા ને હવે કાયમ જલ્સા કરશે !!!

તો હવે આવા જાતિવાદી નાટક નો અત્યારે બ્રેક છે નાટક પુરા નથી થિયા  ….આ નાટક ને બીજા ભાગ માટે 2018 ના મધ્ય માં  આવશે તો તૈયાર રહેજો.. બધા જાતિવાદી નેતા લોલીપોપ આપશે એ ખાઈ ને ” ચુતીયાપા ” કપાવા માટે તૈયાર એવા લોકો તૈયાર રહેશે એમાં બે મત નથી.

 

સફરજન વારા લેપટોપ થી પાછી શરૂઆત !!!

બ્લોગ લગભગ 15 મહિના થી કાંઈ પણ અપડેટ વગર પડીઓ છે પણ પાછું અહીંયા થોડું થોડું લખવા નું ચાલુ કરવા ના અભરખા જગયા છે.  તો હવે સમયાંતરે અપડેટ કરીશ એવી આ વખતે તો પ્રોમિસ કરું છું

નવું સફરજન છાપ લેપટોપ જે વર્ષો થી વિશ લિસ્ટ માં હતું એ લીધું છે તો નવી ઓપરેટિંગ સિસ્ટમ જોડે તાલ મિલાવા નું હાલે છે. પાતળી હવા જેવું મેકબુક એર જે આપડા બજેટ માં હતું એ લઈ સફરજન છાપ લેપટોપ ની વિશ  પુરી કરી છે. ઘણું નવું શીખવું પડે છે ને બાજુ મેં જૂનું લેપટોપ પણ રાખવું પડે છે કેમ કે કામ ના ઘણા નાના સોફ્ટવેર જે હાલાં માં મેક માં નથી. તો એ હાટુ  થી વિન્ડો પણ જોઈ છે સમય સાથે એના પણ તોડજોડ કૈક કરી લેશું  .macbook in ahmedbad

મોરબી માં થોડી વધારે કિંમતે મળતું હતું તો અમદાવાદ થી લેવા નો પ્લાન કરીઓ ને અમારી દર વર્ષે યોજાતી ગુજ્જુ બ્લોગર મીટ માં પણ અમદાવાદ જવાનું ને ત્યાં પાછું સ્પીકવાનું હતું તો આગલા દિવસે અમદાવાદ પહોંચી જઈ કરેલા સર્વે ના આધારે જ્યાં થી સસ્તું ને સુરક્ષિત મળે એવી જગ્યા એ થી થોડા ડિસ્કાઉન્ટ સાથે લીધું પણ આ મેકબુક ની મિત્રો એ લીધેલી પાર્ટી બહુ મોંઘી પડી…. ડિસ્કાઉન્ટ પીઝા પાર્ટી માં ગયું

ગુજ્જુ બ્લોગર મીટઅપ માં જેને હું વર્ષો થી ફોલો કરતો હતો એવા જાણીતા બ્લોગર અમિત ભાવાણી જોડે સ્ટેજ શેર કરવા નો પહેલી વાર મળવા નો મોકો મળીઓ .

તો હાલો હવે થી તૈયાર રેજો હથોડા સહન કેવા માટે !!!

ashvin patel blogger morbi

ઘણા ઘણા દિવસો પછી રામ રામ

હા લગભગ ત્રણ મહિના પછી ગુજરાતી બ્લોગમાં થોડું બકબક થવા જઈ રહયું છે. નવીન માં તો ઘણું થઇ ગયું .. મોદી સાહેબે ૫૦૦-૧૦૦૦ ની નોટ બંધ કરી મગજ ના શુર હલાવિયા . હા આપડી પાસે બહુ હાથ પર રૂપિયા નથી એટલે બહુ હેરાન નથી થયા ડીપોઝીટ કરવા માં પણ હા ઉપાડવા માં થોડા થયા . ગુજરાતી માં આ બ્લોગ પર  બકબક સાવ બંધ જેવી હાલત માં છે. દર વખત ની જેમ હવે લખીશ એવું પોસ્ટ ના અંત માં જરૂર કહીશ.

ધ્વનિત છ મહિના નો થઇ ગયો છે ને હવે સાહેબ ધીમે ધીમે ખાતા સીખે છે. ૨૦૧૬ પૂરું થવા ની તૈયારી માં છે તો ઘણા ગોલ પુરા થયા ને ઘણા ગોલ ગોળ થઇ ને રહી ગયા. આવક ને સ્વાસ્થ માં ઘણું સારું રહયું. ફેમીલી સાથે રહી ને મોટી કંપની ની સારી જોબ જેટલા કાવડિયા આરામ થી કામણા. ફાઈવ ફિગર માં ઈન્કમ ટેક્ષ ભરી ને કર ચોરી નથી કરી તો આવતા વર્ષે ૨૦૧૬-૧૭ નો ઈન્કમ ટેક્ષ સિક્સ ફિગર માં ભરવા નું હાઈ ડેફીનેશન વારુ સપનું છે.

રખડવા માં ને વસ્તું લેવા માં સારું વર્ષ સારું રહયું. તેનો શ્રેય કમાણી ને જ જાય …  તો વર્ષો થી WISHLIST માં હતો એવો DSLR કેમેરો લેવા માં આવીઓ છે તો ફોટોગ્રાફી માં થોડા હાથ અજમવા માં આવે છે. CANON 700D લેવા માં આવીઓ છે તો અઠવાડિયે ૨-૩ વખત ગામ ની આજુ બાજુ ફોટો વોક કરવા માં આવે છે ને ફોટોગ્રાફી સીખવા નો પ્રયાસ કરવા આવે છે . ફ્લીકર પર ફોટા જોવા હોઈ તો અહિયાં જોઈ શકો છો ….. ચલતે ચલતે વારા ફોટા પણ ત્યાં જોવા મળી જાશે. https://www.flickr.com/photos/43419999@N03/ 

હાલ માં ફેસબુક ઉપવાસ ચાલુ છે તો એ બંધ છે થોડા નવા so Called પ્રોજેકટ પર કામ કરી ને કાવડિયા કમાવા માટે. ૨૦૧૭ ના હાઈ ડેફીનેશન રીજોલીયુસન ની નવી પોસ્ટ કરવા માં આવશે….. હાલો રામે રામ

યુદ્ધ ..યુદ્ધ .. બસ કરો ને ભાઈ

બે દિવસ થી જેને જોવો એ “યુદ્ધ” કરો યુદ્ધ કરો નો દેકારો કરે છે .

હા,,, ૧૭ જવાનો ની શહીદી એ કઈ નાની વાત નથી પણ સીધુ યુદ્ધ એ રસ્તો નથી. કેમ કે ગાંડી ચો$ના હોઈ એ એની જોડે સીધુ બાજવા ના જવાઈ ને પાછા એની પાસે પરમાણું હથિયાર હોઈ.

પ્રોક્સી વોર જેવી કૈક વસ્તુ હોઈ છે જેની અસર સીધી ના દેખાઈ પણ બહુ ઊંડી અસર કરે છે . જે પાકિસ્તાન કરે છે આપડે એ કરવું જોઈ એવી સલાહ આપવા ને બદલે સીધુ “યુદ્ધ ” ના બણગા ફૂકવા રેવા દો સોશિયલ મીડિયા માં.

અગર યુદ્ધ થયું ને પરમાણું હુમલો થયો એની અસર ખબર છે… જાપાન જેવા જાપાન ને પણ ફૂકીશીમાં પાવર હાઉસ માંથી જે રેડીયેશન નીકળું એને કંટ્રોલ કરવા માં કિયા કિયા રેલા આવિયા હતા એ વાંચજો. યુદ્ધ થાય ને  ના  કરે  નારાયણ  ને  મુબઈ  જેવા  ગીચ  સીટી  માં પરમાણું  બોમ્બ ફેકાઈ ને  એ ની  અસર  વિચારી  ને  મગજ  ફાટી  જાય  જો  પરમાણું  બોમ્બ શું છે  એ ખબર  હોઈ તો .

હા  આપડી સેના  બહાદુર  છે  એનો  મતલબ એવો  નથી  કે કોઈ પક્ષ  કે નેતા એને  વિચાર્યા  વગર  યુદ્ધ માં ધકેલી દે. ફેસબુક  ટવીટર પર  આપડે  હાથી  ની  સે ગા$ ફાડી  નાખી એવી  વાતો  કરીએ છીએ  કે  નરેન્દ્ર  મોદી એ છપ્પન ઇંચ  ની  છાતી પાકિસ્તાન  ને  દેખાડી  દેવી  જોઈ . હા  ભાઈ  તમારી  વાત  સાચી  પણ નરેન્દ્ર  મોદી  ને એની ટીમ  ને તમારી  જેમ ફેસબુક માં ખાલી વાતો  નથી કરવી  . ૧૨૦ કરોડ આ દેશ  માં રહે છે  એનું વિચારવાનું  છે . દેશ ના સેના અધ્યક્ષ  ને મોટા મોટા અનુભવી  લોકો ની ટીમ ને ફેસબુક ટ્વીટર ના  મધ્યમ થી મારી તમારી  સલાહ ની જરૂર ઓછી હોઈ એવું  મને લાગે છે.

કેમ  કે આપડે આગળ થી  પકડો ખાંડો ને ને પૂછડે  થી  પકડો તો બાંડો એ  છીએ . અગર  યુદ્ધ  થયું તો એનો ખર્ચ  નો અંદાજ  છે  રોજ કેટલો  આવશે . કારગીલ યુદ્ધ તો યાદ  હશે ને એ  યુદ્ધ  નો  અંદાજીત  ખર્ચ  ૧૦,૦૦૦ કરોડ  જેટલો  હશે એવું ડીફેન્સ  એક્ષપર્ટ કહે  છે ,, સાચો  આકડો  કયારે  બહાર ના આવે  પણ આ અંદાજ  છે . વિચારો  ૧૭-૧૮ વર્ષ પહેલા આ ખર્ચ આવીઓ હતો જયારે પેટ્રોલ ૨૫ રૂપિયા  લીટર  ને ડીઝલ ૧૧ રુપીયા લીટર મળતું હતું.

પૈસા  ની વાત  છોડો લાખો સૈનિક ને  કરોડો  સિવિલિયન  ની જિંદગી  ની કીમત શું  થાય ??  … સેના કાયર નથી પણ વિચારીયા વગર યુદ્ધ મેં ઉતરવું એની કીમત બહુ મોટી થાય ને જે ભારત ને પોસાઈ તેમ નથી . ભારત આ ખર્ચ  ના ખાડા માં ઉતરે એવું આખી દુનિયા ઈચ્છે છે ખાસ કરી  ને ચીન  ને અમેરિકા ને છાના  ખૂણે યુદ્ધ શસ્ત્રો ના વેપારી રશિયા પણ …

બાકી મારે  ને તમારે ફેસબુક ટ્વીટર માં  હાથી ની સે ગાં$ ફાટી ને દરવાજો થાય એવી વાતો કરવી છે. યુદ્ધ થયું ને મોઘવારી વધી કે ટેક્ષ વધીયા ને આપડે ને આપડે મોદી ને ગારુ દેશું કે કોને કીધું તુ યુદ્ધ કરવાનું . જરાક અમથી  કૃષિ કલ્યાણ શેશ આવી દેશ ના ખેડૂત માટે  તો  દેકારો ને બાપો મારી કરી નાખી કે સરકાર આ શેશ નાખે ને તે શેસ નાખે છે. જો યુદ્ધ થયું ને  એ ખર્ચ માટે ૧૫ % ટેક્ષ  આવશે એ દેવા માટે તૈયાર છીએ  આપડે . એક પાંચ લાખ ની આવક ના ઇન્કમટેક્ષ ભરવા માં એ ટુટીયા વાળવા છે. એમાં એ જેટલું બાદ મળે એટલું લઈ લેવું છે ને વાત કરવી છે યુદ્ધ ની …

મફત  ના  JIO ના ઇન્ટરનેટ  પર  દેશભક્તિ નો ઉભરો જેને આવતો હોઈ  જાળવી રાખો ને જેને જેનું કામ છે એ કરવા દો …. બાકી વાતું થાય ઘરે બેસી ને .દેશ માટે શહીદ થનાર ૧૭ જવાનો ને સલામ સાથે … જય હિન્દ