શું Intel ને AMD ની કોમ્પ્યુટર પ્રોસેસર ચિપ બનાવવા ની મોનોપોલી ARM થી ખતમ થાશે ??

જો તમે આ લખાણ મોબાઈલ માંથી વાંચો છો તો 100% તમે ARM આર્કીટેક બેજ પ્રોસેસર વાળા મોબાઈલ માંથી વાંચો છો . ભલે પછી તમારો મોબાઈલ એન્ડ્રોઇડ હોઈ કે એપલ નો લેટેસ્ટ સફરજન વાળો મોબાઈલ હોઈ.

હવે તમને એમ થાશે કે મારા એન્ડ્રોઇડમોબાઈલ ફોન માં Qualcom / Media Teck નું પ્રોસેસર છે કે મારા એપલ ફોન માં A14 પ્રોસેસર ચિપ છે તો મેં કેમ એમ કીધું કે તમારો ફોન ARM આર્કીટેક બેજ પ્રોસેસર વાળો મોબાઈલ છે??

તો હાલ દુનિયા ના બધા ફોન/ટેબ્લેટ કે સ્માર્ટ ડિવાઇસ માં મોટા ભાગે જે ચિપ વપરાઈ છે એ એક જ કંપની ના લાઇસેન્સ આધારિત છે જેનું નામ છે ARM (Advanced RISC Machines). ARM પ્રોસેસર ચિપ ના ખાલી આર્કીટેક બનાવે છે ને બધી મોબાઈલ ચિપ બનાવનાર કંપની ને લાઇસેન્સ આપે છે ને પછી બધી મોબાઈલ કંપની પોત પોતાની જરૂર મુજબ ફેરફાર કરી પ્રોસેસર બનાવે છે.

પણ કોમ્પ્યુટર પ્રોસેસર માં આ મોનોપોલી Intel એ બે દાયકા સાચવી રાખી છે પણ AMD એમાં થોડા વર્ષો માં Intel ના આ મોનોપોલી માં ભાગ પાડ્યો છે. પણ હવે હા કોમ્પ્યુટર પ્રોસેસર માં ARM પણ ભાગ ભજવશે. હાલ આ એપેલ પોતાના મેકબુક સિરીઝ લેપટોપ માં પોતે બનાવેલ M1 પ્રોસેસર ચિપ્સ સાથે બજાર માં ઉતારિયું છે. આ M1 પ્રોસેસર પણ ARM આર્કીટેક બેજ પ્રોસેસર છે તો આવનાર સમય માં ઇન્ટેલ ને એએમડી ને ટક્કર આપશે.

પણ મજા ની વાત એ છે કે અત્યારે જે ઇન્ટેલ ને એએમડી એ ની સોફ્ટવેર ની જે ઈકોસિસ્ટમ બનાવી છે એમાં ઘુસવા નો ભારત માટે સારો મોકો મને દેખાઈ છે . કેમ કે નવું પ્રોસેસર બનાવી એ ને અનુરૂપ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી ને બધું ગોઠવવું થોડું અઘરું છે એટલે જ ઘણા લોકો ને મન માં સવાલ હશે કે આપડા દેશ માં કેમ કોમ્પ્યુટર પ્રોસેસર નથી બનતા તો એ નું કારણ એક જ છે કે ઇન્ટેલ ને એએમડી એ ની સોફ્ટવેર ની જે ઈકોસિસ્ટમ બનાવી એ તોડી ને લોકો નવા પ્રોસેસર વાપરતા કરવા અઘરું થઇ જાય છે ને ખાસ કરી ને સોફ્ટવેર ડેવલોપર કંપની ને ભારત ના બનાવેલ પ્રોસેસર અનુરૂપ સોફ્ટવેર બનાવું એ માથાં ના દુખાવા બરાબર થઇ જાય છે.

એવું નથી કે ભારત માં પ્રોસેસર નથી બનતા … બને છે પણ આમ લોકો માટે વપરાશ માટે નથી ખાસ અમુક અમુક સોફ્ટવરે કંપની પોતાના ગ્રાહક માટે બાનાવી એ ને અનુરૂપ સોફ્ટવેર બનાવે છે.

પણ ભારત પાસે જે સોફ્ટવેર ડેવલોપર પાવર છે એ નો ઉપયોગ આ ARM આર્કીટેક બેજ પ્રોસેસર બનાવી ને આ કોમ્પ્યુટર પ્રોસેસર માં ઘુસી શકે છે. ભલે પ્રોસેસર બનાવું એ નાનો ખેલ નથી કરોડો રૂપિયા ના R&D ની જરૂર પડે છે. પણ આવનાર સમય માં ARM આર્કીટેક બેજ પ્રોસેસર ની જબ્બર માંગ થાશે સ્માર્ટ ફોન હોઈ કે સ્માર્ટ હોમ હોઈ કે સ્માર્ટ કાર હોઈ બધે આ ટાઈપ ચિપ્સ નો ઉપયોગ થાશે કેમ કે ARM બેજ પ્રોસેસર થી સુપર કોમ્પ્યુટર પણ બની ગયા છે ને બેટરી ના ઓછા વપરાશ ને ફેન લેસ પ્રોસસર ના કારણે વપરાશ વધશે એવું મારું માનવું છે.

હાલ માં આવેલ એપલ ના મેકબુક સિરીઝ લેપટોપ માં M1 પ્રોસેસર ચિપ્સ છે એના લોકો ના રીવ્યુ સારા છે . બની શકે કે આવનાર ટૂંક સમય માં એપલ ના મોબાઈલ ના સોફ્ટવેર લેપટોપ માં પણ આરામ થી લોકો ને વાપરતા જોશું. માઈક્રોસોફ્ટે પણ ARM ને અનુરૂપ window 10 આવશે એવું કહી ધીધુ છે ને ઓપન સોર્સ ઓપરેટિંગ ફેડોરા પણ્ ARM બનશે એવું કહેવાય છે .

જોઈ હવે આપડે કેટલો કાંદો કાઢીયે છે આ ARM કંપની ના એક સમાચાર મારા જન્મદિવસ ના દિવસે સાંભળ્યા હતા કે Nvidia જે GPU બનાવનાર કંપની છે એ ARM ને 40 બિલિયન ડોલર માં ખરીદશે. હાલ આ કપંની સોફ્ટબેન્ક પાસે છે જેને 2016 માં 31 બિલિયન માં ખરીદી હતી

આશા રાખું કે આ ટાઈપ ના બ્લોગ તમને વાંચવા ગમશે ……

આવી રહિયા છીએ પાછા !!

ટૂંક સમય માં ટાઈમે ટાઈમે અપડેટ કરશુ હવે ,,,, ના નવા વર્ષ નું હાઈ ડેફિનેશન રિઝોલ્યુશન નથી ,,લાંબી લાંબી ફેસબુક માં પોસ્ટ કરવા કરતા અહીંયા પોસ્ટ કરવા નું નક્કી કરિયું છે એટલે હવે અહીંયા અપડેટ આવશે