પનામા પેપર !!! કોલ્ડ વોર કે ચુંટણી ની ચટણી

પનામા પેપર એટલે ગયા અઠવાડિયા માં ગાજેલું પણ ભારત માં નહિ વરસેલુ વાદળું , આમ તો બધા ને ખબર હશે કે આ પનામા પેપર એટલે શું ? પણ આવું કાઈ હોઈ એટલે મને થોડું વધારે જાણવા માં રસ ખરો ને ખાસ કરી ને investigative journalism કે જાસુસી જેવું કાઈ હોઈ. પણ સાલું !! આ પનામા પેપર માં આપડા દેશ નું  જોઈ એવું પર્ફોમસ નોતું . આવડો મોટો લોકશાહી વારો દેશ કે જે ભ્રષ્ટાચાર ના રેન્ક માં ૭૬ માં નંબર પર આવે ને એક પણ મોટા નેતા નું નામ ના આવે … આપડા દેશ ના નેતા ને ઢાકણી માં પાણી લઇ ને ડૂબી મરવા જેવી વાત કેવાઈ 😛 😛
તો લાસ્ટ બે દિવસ સુધી અડધી રાત સુધી દુનિયા ભર ની ટીવી ચેનલ ના રીપોર્ટ ને બધું જોયું પણ પનામા પેપર માં એ કૈક મોટા લોચા હોઈ એવું લાગ્યું તો થયું લાવ આપડે કૈક લખીએ . તો શુરુઆત કરીએ આ પનામા પેપર એટલે શું ?

પનામા પેપર એટલે પાનામા દેશ માંથી જે કાગળિયા લીક થયા છે એને નામ આપવામાં આવ્યું છે પનામા પેપર . આ કાગળિયા એટલે બે નંબરી પૈસા છુપાવાનો કાળો કારોબાર ની નાની ચિઠ્ઠી . દુનિયા ના જે દેશો જેને ટેક્ક્ષ હેવન કહેવા માં આવે છે જયા કાળા પૈસા છુપાવા આવે છે તેમાં થી એક દેશ એટલે પનામા. ત્યાં  એક કંપની છે “ મોજેક ફોન્સેકા “  જેનો મોટો ડેટાબેસ જેમાં એના બધા ગ્રાહકો ની બધી ડીટેલ હતી એ કિયાક થી લીક થયો છે. આ  કંપની કોઈ પણ દેશ ના  કાયદા માંથી છટકબારી ગોતી આપે ને ડમી કંપની બનાવી  કાળા પૈસા ને ઠેકાણે લાગવાનું કામ કરતી . આમ તો આ કંપની આજ કાલ નહિ છેલ્લા ૪૩ વરસ થી આ કામ કરે છે .તો એ “ મોજેક ફોન્સેકા “   વારા એમ કે છે અમે તો લો –ફર્મ છીએ ને અમે સલાહ ને સગવડ આપવાનું કામ કરીએ છેએ.

આ પનામાં પેપર ની અંદર ડીજીટલ ફોરમેટ માં ૨.૬ ટેરાબાઈટ  માં ૧૧.૫ મિલિયન દસ્તાવેજ જેમાં ૨,૧૪,૦૦૦ ઓફશોર કંપની ના મરી મસાલો છે. તો આ આવ્યું કિયા થી ???

એક જર્મન ન્યુઝ પેપર છે “Süddeutsche Zeitung” તમને ઉચ્ચારણ આવડે તો કરી લેજો !!! આ છાપા વારા પાસે આ ડીજીટલ ફોરમેટ માં ૨.૬ ટેરાબાઈટ  માં “ મોજેક ફોન્સેકા “   વારા નો ડેટા કોઈ એ આપીઓ હેકિંગ કરી ને . આ છાપા વારા ને એમ થયું કે આવડો મોટો ડેટા એકલા ફિંદી નહિ શકે એટલે એ લોકો એ ICIJ ને આમત્રણ આપ્યું આ ફીંદા ફિંદી કરવા માટે .ICIJ એટલે International Consortium of Investigative Journalists જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેસન  છે . જેમાં જુદા જુદા દેશ ના ખોજી પત્રકાર કૈક ખણખોદની વારા કામ કરે છે . આ ડેટાબેજ ICIJ પાસે આવીઓ એટલે એ લોકો એ દુનિયા ના મોટા મોટા ન્યુઝ પેપર ને આ ફીંદા ફિંદી કરવા આમંત્રણ આપ્યું. જેમાં ૭૬ દેશ ના ૪૦૦ પત્રકારો એ ભાગ લીધો ને આપડા દેશ ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વારા એ આ ફીંદા ફિંદી કરવા માં હતા.લગભગ ૭-૮ મહિના ની આ ફીંદા ફિંદી પછી જે બહાર આવ્યું એ “પાનામા પેપર “

હવે મને લોચા ત્યાં લાગીયા કે આ પનામા પેપર લીક એ કોઈ ટાર્ગેટ ને નીચે બેસાડવા માટે નું મોટું કાવતરું છે, અથવા તો કઈક બીજો લાભ છે  જેમ કે રશિયા ના “પુતિન “ નું ડાઈરેક નામ નથી પણ એને લઇ ને દુનિયા ના પત્રકારો દેકારો કરે છે . બીજા ઘણા મોટા માથા ના નામ છે પણ એક પણ અમેરિકન નું આમાં નામ નથી !!! અમેરિકા ના પુંજીપતિ એટલા સાજા સુથાર ના ઘડેલા છે કે એક પણ નું નામ આ લીસ્ટ માં નથી …

તો ICIJ ની કુંડલી જોઈ તો એની વેબસાઈટ માં એના સપોર્ટર જે લોકો નાણાકીય સહાય કરે છે ના નામ જોયા તો એમ થયું કે આ ICIJ એ મોટા માથા ની ઉપજ છે .  વેબસાઈટ માં એના સપોર્ટર ના નામ છે Open Society Foundations , The Ford Foundation , USAID .

આ Open Society Foundations એટલે અમેરિકા ની એક મોટી નોટ “ જ્યોર્જ સોરોસ “ નું ટ્રસ્ટ કે કંપની જે કહો એ છે. જ્યોર્જ સોરોસ એ દુનિયા ના સૌથી ધનવાન લોકો ના લીસ્ટ માં આવે છે. ને બરાક ઓબામાં ના મોટા સપોર્ટર. ને એ ભાઈ ને જ્યોર્જ બુશ જોડે કૈક આડું પણ પડયું હતું . આપડે જેમ  નેતા ને ચુંટણી લડવા માટે પૈસા જોઈ એમ અમેરિકા માં એ જોઈ ને ??  તો આ જ્યોર્જ સોરોસ એ બરાક ઓબામાં ને છુટ થી પૈસા આપીય હતા ચુંટણી વખતે ને આ ભાઈ મોટા મોટા અમેરિકન ને બીજા દેશ ના મીડિયા હાઉસ ને પોતાના ખીચ્ચા માં રાખી ને ફરે છે એવું કેવાઈ છે એટલે  ICIJ ની દાનત ઉપર શક જરૂર કરી શકાઈ. આ પનામા પેપર લીક માં જ્યોર્જ સોરોસ ભાઈ નો પૂરે પૂરો હાથ હોઈ શકે એવું મને લાગે છે . હવે આના થી એ ભાઈ શું ઉથલ પાથલ કરવા માગે છે એ તો હવે એ જાણે. જ્યોર્જ સોરોસ ભાઈ આવી ઉથલ પાથલ માં જ પૈસા બનાવીયા છે ને પાછી અમેરિકા માં ચુંટણી આવે છે !!! જ્યોર્જ સોરોસ ભાઈ વિષે થોડું સર્ચ કરજો તો જાણવા મળશે કે જેમ આપડે નેતા ના ગોડફાધર હોઈ એમ આ જ્યોર્જ સોરોસ ભાઈ એ બરાક ઓબામાં ના ગોડફાધર છે જેના ઈશારે વ્હાઈટ હાઉસ ના નિર્ણય આવે છે ….વચ્ચે “ઇબોલા “”ઇબોલા” થયું હતું એ પણ આ જ્યોર્જ સોરોસ ની બાઈ-પ્રોડક્ટ હતી એવું કેવાઈ છે .

The Ford Foundation ની કુંડલી તો મોટા ભાગ ના ને ખબર છે , The Ford Foundation  એટલે અમેરિકન જાસુસી સંસ્થા CIA નું પૈસા નું હેરફેર નું સાધન ને એ ICIJ ના નાણકીય સપોર્ટર હોઈ એટલે થોડો શક થાય કે સીધી રીતે નહિ પણ આડી અવળી રીતે દુનિયા માં રાજકીય હલચલ કરવાનું CIA ની જૂની આદત છે . The Ford Foundation એ અરવિન્દ કેજરીવાલ ને એ પૈસા આપીયા હતા એવું કેવાય છે ને ગુજરાત ના પટેલ અનામત આંદોલન માં આ The Ford Foundation એ આંગરી કરી હતી એવું કેવાઈ છે ,,,સાચું ખોટું રામ જાણે . ૨૦૦૨ ના ગોઘરા કાંડ પછી તીસ્તા સેતલવાડ નું નામ તો ખબર હશે ને એને આ The Ford Foundation નું દાન મળેલું

USAID એ CIA ને પૈસા મળે છે તેના પર જ હાલે છે ને આપડા દેશ માં એ  USAID વારા બહુ સક્રિય છે. શું કામ એ હવે કેવાની જરૂર છે ??

જો ICIJ ને બધું પબ્લિક માટે કરવું હતું તો એની પાસે જે ડેટાબેસ છે એ ઓનલાઇન કેમ ના મુકયો ?? તો કુલ મિલાકે આ “પનામા પેપર “ એ investigative journalism કરતા એક સોચી સમજી ચાલ કી તહેત કામ કિયા જા રહા હૈ . ફાયદો જરૂર લેવા માગે છે આ CIA ને  જ્યોર્જ સોરોસ જેવા મોટા માથા પણ કેવી રોતે એ ટાઈમ આવે ખબર પડશે . બની શકે કે ૧૯૯૭ ની નાણાકીય કટોકટી માં જ્યોર્જ સોરોસ પૈસા બનાવીયા એમ એવું કૈક કરી ને માલ ભેગો કરવા નો પ્લાન હોઈ  કે અમેરિકા નું રશિયા વિરુદ્ધ નવું કોલ્ડ વોર

પણ સાલું આમાં દુખ તો થયું આપડા આટલા નેતા ને ઉદ્યોગપતિ માંથી  કોઈ  મોટા મલ્લા નું નામ “પનામા પેપર માં ના આવ્યું ??? હાલો જે હોઈ એ મને જે લાગ્યું એ લખિયું અને હા મારા બ્લોગ ઈતિહાસ ની આ સૌથી લાંબી પોસ્ટ છે …….અસ્તુ .. ઉપર લખેલા કેરેક્ટર વિષે વધુ જાણવું જ્હોઈ તો ગુગલ દેવતા ને યાદ કરો ઘણું મળી જાશે ,,,

 

Advertisements

હાલો નાળીયેર રમવા …

અશ્વિન પટેલ નો બ્લોગ

હવે તમને કોઈક એમ કિયે કે હાલો નાળીયેર રમવા .,,,,એટલે જો તમે અમારા મોરબી,માળિયા કે આજુબાજુ ના તાલુકા ના હોઈ તો સમજી જાવ કે એ શું કહે છે. અમારા આજુ બાજુ ના વિસ્તાર માં રમવા નું ચલણ છે બીજે છે કે નહિ એ નથી ખબર . નાળીયેર રમવા એટલે અમારે અહિયાં હોળી આવે એ પહેલા બે અઠવાડિયા પહેલા નાળીયેર રમવા જાય .એટલે બીજુંકાઈ નહિ નાળીયેર ની શરત કરવાની.. શરત બોલે તો હરીફાઈ … 😉 હોળી અગાવ બે અઠવાડિયા થી હોળી ની આગલી રાત સુધી રાતે ગામડા માં જુવાનીયા ભેગા થાય નીળીયેર ની શરતો કરે . નાળીયેર રમવા માં મોટા ભાગે નાળીયેર થી રમતો રમાઈ જેમાં જે ટુકડી જે રમત નક્કી થઈ હોઈ એમાં હારી જાય તો નાળીયેર આપવા નું … ઘણી વાર એક ..બે કે પાંચ કે પચાસ નાળીયેર આપવા ની શરતો હોઈ ..જેવી કેપેટીટી … 😉

હવે તમને એમ થાશે કે નાળીયેર થી શું રમત રમવી .?? એમાં નાળીયેર…

View original post 589 more words

બ્લોગીંગ ની મજા !!!

મેં અગાઉ કીધું હતું ને કે મેં ઓલા ૨૫૧ માં android ફોન  વિશે એક બ્લોગ માં પોસ્ટીંગ કર્યું હતું તો ઘણા લોકો મારા બ્લોગ ને ઓફીશીયલ સાઈટ સમજી ને કોમેન્ટ કરે છે  મારે ફોન જોઈ છે ને મારું આ સરનામું છે મને મોકલી આપો. ઘણા તો એમ પણ કહે છે તમે ** છો ને તેવા છો ….

આજે મજા ત્યારે પડી કે મારા જ ગામ ના એક ભાઈ એ સરનામાં ને ફોન નંબર સાથે કોમેન્ટ કરી કે મારે  પાંચ ફોન જોઈ છે . મેં નામ ને સરનામું જોઈ મને એમ થયું ગામ નો છોકરો હેરાન થાય છે તો  એ ભાઈ ને મેં  ફોન કરીઓ કે ભાઈ  તે મારી સાઈટ માં કોમેન્ટ કરી છે ત્યાં થી કાઈ ના મળે તો .. એ મને કિયે મેં તો ગુગલ માં સર્ચ કર્યું હતું તો સાઈટ આવી તો મેં કોમેન્ટ કરી પણ તને કેમ ખબર પડી કે મેં ત્યાં એવું લખિયું હતું …. તો મેં કીધું ભાઈ તે કોમેન્ટ કરી એ મારી સાઈટ છે …. તો એ કિયે તમારી સાઈટ ગુગલ માં કેમ આવી  ??? 😛 😛 😛  હવે મારે એ ભાઈ ને કેમ સમજાવા કે ત્યાં સાઈટ કેમ આવી

અમારે આયા બધા ને એમ જ છે કે ગુગલ માં આવે ને સૌથી પહેલા આવે એ સાઈટ હોઈ ….. !!! ફ્લીપકાર્ટ ઓપેન કરવી હોઈ સ્પેલીગ ખબર હોઈ તો ઈ ગુગલ માં સર્ચ કરે ,,,,,, બાકી એ ભાઈ ને મને કેવા નું મન થયું હતું કે જો મને એ ખબર પડી જાય કે ગુગલ માં સાઈટ પેલા નંબરે કેમ આવે તો હું એ ચાર બંગડી વારી ગાડી માં ફરતો હોત ….

તા. ક : ચાર બંગડી વારી ગાડી એટલે = ઔડી

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ !!!

યાદ છે ?? કદાચ ના હોઈ તો કહી દવ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ એટલે ગુજરાત ના માથા પર ની કાળી ટીલી “ગોધરા કાંડ ” નો દિવસ. આજે ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬ છે તો ….

૫૮ કારસેવકો જેને ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ જીવતા ટ્રેન માં સળગાવી દેવા માં આવ્યા હતા એને ” ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

૨૫૧ માં “આઈફોન “ મોબાઈલ !!!!

એક કંપની  એ જાહેરાત કરી કે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ ૧જીબી રેમ – ૮ જીબી મેમરી  વારો ફોન ખાલી ૨૫૧ માં આપશું. આપડે બીજું શું  જોઈ … લોકો એ ૨૫૧ માં ફોન લેવા  કંપની  ની સાઈટ ની પુંગી વગાડી  નાખી ને ઓનલાઈન પડાપડી કરી. છેલ્લા સમાચાર મુજબ હવે એ કંપની એ બુકિંગ બંધ કરી દીધું છે. અને  હા જો તમારો વારો  આવી ગયો હોઈ એ  ફોન બુક કરવા માં તો અભિનંદન .. ને ચાર મહિના રાહ જોવો ૨૫૧ ના મોબાઈલ હાટુ.

તમને એમ થાશે કે આ  અશ્વીનીઓ ૨૫૧ માં  “આઈફોન “ મોબાઈલ  ની વાતું કેમ કરે છે ? વાત જાણે એમ કે આ ૨૫૧ વારો ફોન આવશે એવી થોડા ટાઈમ પેલા ખબર પડી હતી મને… તો મારા “ઇવેન્ટ બ્લોગીંગ “ ના ભેજા માં આઈડિયા આવીઓ ને અગાઉ થી મારા એક બ્લોગ પર આ  “૨૫૧ માં મોબાઈલ” વારી પોસ્ટ કરી હતી  જેમ કે કેવો આવશે ને કેવી રીતે લેવો એ બધું . …

તો જે દિવસે બુકિંગ ચાલુ થયું ત્યારે ગુગલ દેવતા ની દયા થી મારી બ્લોગ પોસ્ટ પર ઢગલો એક ટ્રાફિક આવીઓ .એ માનવ મહેરામણ એ  કંપની ની સાઈટ ની જેમ મારી સાઈટ ની પણ પુંગી વગાડી નાખી. વેબ સર્વર પર કેપેસીટી થી વધારે માણસો એ એક સાથે વિઝીટ કરી ને  ..વેબ સર્વર ના પોપટ ઉડી ગયા. એક દિવસ આખો વેબ સર્વર ને ટ્રાફિક માં ટકાવી રાખવા ની મહેનત ને સાથે સર્વર  ને અપગ્રેડ કરવા માં થયેલ લોચા લાપસી. પણ પછી ના ૩ દિવસ સર્વર સારું એવું હાલીયું ને બ્લોગ ના લગભગ  ૨૧,૧૦,૦૦૦  જેટલા પેઈજ જોવાણા…આજકાલ ની ભાષા માં કહીએ તો “ ૨ મિલિયન “ થી  વધારે

હવે કરીએ મુદા ની વાત આ “ ૨ મિલિયન “પેઈજ જોવાણા એમાં થી મને શું મળ્યું ?? તો વાત જાણે એમ છે કે આ બધી માથાકૂટ ના અંતે ૪ દિવસ માં ગુગલ એડસેન્સ ની જાહેરાત માંથી લગભગ ૧૨૦૦૦ $ એટલે  “પોણો મિલિયન “ ભારતીય રૂપિયા કમાણો. 🙂 🙂 ને હજુ ધીમે ધીમે આવક ચાલુ છે .ગામ ને ૨૫૧ માં મોબાઈલ મળે કે ના મળે આવતા મહીને પેમેન્ટ આવે એટલે આપડે “સફરજન “ વારો ફોન જરૂર લઇ હક્સું . થઇ ગયો ને  ૨૫૧ માં “આઈફોન “ મોબાઈલ  …

હાલો પાછા મળશું … બીજો એક આવો ને આવો આઈડિયા છે એની તૈયારી કરવી છે  જો લાગી જાય તો ૧૨ મહિના ના ખીચડી ના થઇ જાય એમ છે….૧૨ મહિના ના કઢી નું થઇ ગયું છે.

તા.ક = આ ૨૫૧ વારો ફોન એ “આઈફોન ” જેવો જ લાગે છે 😛

JNU ની ** મારી

JNU ની ** મારી

JNU એટલે જવાહરલાલ નેશનલ યુનીવર્સીટી- દિલ્હી જે આજકાલ હમણાં ચર્ચા માં છે . દર વર્ષે સરકાર ૨૪૫ કરોડ નો ખર્ચો કરે છે આ યુનીવર્સીટી પર એટલે લગભગ બે થી અઢી લાખ રૂપિયા દરેક વિદ્યાર્થી પર . પણ એમાંથી કેટલા ભો**મારી નાવ ને નવરા ચો**ના કાર્યકમ કરે છે “ અફજલ ગુરુ “ ને શ્ર્ધાંજલિ દેવા માટે . આ અફજલ ગુરુ એટલે આપડા દેશ ની સંસદ પર થયેલ હુમલા નો માસ્ટર માઈન્ડ જેમાં ૧૦ જેટલા પોલીસ જવાનો શહીદ થઇ ગયા હતા.

“કાશ્મીર કે આઝાદી કે તક જંગ જારી રહેગી “ .. હિન્દુસ્તાન કી બરબાદી તક જંગ જારી રહેગી “ “પાકિસ્તાન જીંદાબાદ “ જેવા નારા ને અફજલ ગુરુ જેવા ત્રાસવાદી ની વરસી પર શ્ર્ધાંજલિ દેવા માટે કાર્યકમ કરે છે ને નેશનલ ટીવી પર ડીબેટ માં કહે છે કે “ફ્રીડમ ઓફ સ્પીચ “ ને ફાસી નો વિરોધ કરતા તા …. તો એ ભો*નાવ ને એમ છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એટલે “ હિન્દુસ્તાન કી બરબાદી તક જંગ જારી રહેગી” “પાકિસ્તાન જીંદાબાદ “ જેવા નારા એ ભારત ની યુનીવર્સીટી ના કેમ્પસ માં લાગવા ને જે તમને ૧૧ રૂપિયા માં મહીને રહેવા માટે દિલ્હી ના પ્રાઈમ એરિયા માં હોસ્ટેલ આપે છે . દેસ ના ટેક્સ ના પૈસા પર ભણવા બદલે ફ્રીડમ ઓફ સ્પીચ ના નામે દેશ નો વિરોધ કરવા નો ??

પાછા નવરી ચો**ના ઘેલ **ફા રાજકારણી અરવિંદ કેજરી વાલ ને રાહુલ ગાંધી જેવા એમ કહે છે કે “ નિર્દોષ વિદ્યાર્થી “ ઓ છે ને મોદી સરકાર પકડે છે. એને કહી ડોફીનાવ અમારે “હાર્દિક પટેલે “ ખાલી સળગશે ને તોડી નાખ સુ ને ફોડી નાખ સુ એમ કીધું ને તોં “ રાષ્ટ્રદોહ “ માં હજુ અંદર છે ને તમે તો સીધે સીધા કાશ્મીર કે આઝાદી કે તક જંગ જારી રહેગી “ .. હિન્દુસ્તાન કી બરબાદી તક જંગ જારી રહેગી “ “પાકિસ્તાન જીંદાબાદ “ જેવા નારા લગાવો છો ને એમ કહે છે આ કિયા એન્ગલ થી “ રાષ્ટ્રદોહ” છે .આ તો અમારી ફ્રીડમ ઓફ સ્પીચ છે ….. એ લફૂરીયા ને તો એમ જ હશે ને આ તો રાષ્ટ્ર ભક્તિ કેવાઈ ….

આજ કાલ એવું થઇ ગયું છે કે ફ્રીડમ ઓફ સ્પીચ ના નામે ભારત માં ગમે એ કરો હાલે ને નવરીના વોટબેંક ની રાજનીતિ માટે તમારો આ દેશ માં બચાવ થઇ જાય ને એમાઈ તમે જો જનરલ કેટેગરી વારા ના હોવ ને તો તમારી ચાંદી થઇ જાય ……એમાઈ આવું કૈક કરતા લુડકી જાવ ને તો તો દેશ નું કેવાતું મીડિયા તમને હીરો બનાવી નાખે … સિયાચીન માં શહીદ થઈ ગયલે સૈનિક ના અંતિમ સંસ્કાર આવે કે ના આવે પણ દેશ માં રહી ને દેશ ને ગારો આપો ને તમે લુડકી જાવ તો એના અંતિમ સંસ્કાર શું … એની વરસી વારે ને એનું અ લાઈવ ટેલીકાસ્ટ કરે …
હવે આવા ઘેલ સફ્ફા લોકો હોઈ જે દેશ નું ભવિષ્ય જેને દેશ સ્કોલરશીપ ને સબસીડી આપી ને ભણાવે ને ““પાકિસ્તાન જીંદાબાદ “ ના નારા લગાવે ને તો બીજા આંતકવાદી ની જરૂર નથી . આ બધા જે પણ રાજકીય પાર્ટી ના વિદ્યાર્થી વિંગ ના હોઈ બધા ને જેલ માં પૂરી ગાં* પર ડંડા દેવા જોઈ.

આ એક વીડિઓ જોઈ લીઓ એટલે એ ચો*નાવ એ સુ કર્યું નો આઈડિયા આવી જાશે

એરલીફ્ટ – પોસ્ટ મોર્ટમ

“એરલીફ્ટ ”  આમ તો આ ઘટના વિશે  સાંભળેલું પણ ઘણું ઓછુ જાણતો હતો પણ ફિલ્મ આવતી હતી એટલે થોડું એ વિશે જાણવા ની કોશિસ કરી હતી તો થોડું વધારે  જાણવા મળ્યું . ૧૯૯૦ માં કુવૈત માં  યુદ્ધ જોન ની અંદર ફસાયેલ ભારતીયો ને ભારત પરત લઈ આવા  માટે  59 દિવસ માં ૪૮૮ ફ્લાઈટ ઉડાડી ને પોણા બે લાખ લોકો ને ભારત લાવવા માં આવિયા જે કાઈ થયું હતું એ  વિષય ને આધાર લઇ ને બનેલી ફિલ્મ છે    “એરલીફ્ટ” .   ફિલ્મ ની રાહ ઘણા ટાઈમ થી રાહ જોતો હતો પણ …… સાલું જોઈ એવું જામ્યું નહિ …

ફિલ્મ માં અક્ષય કુમાર ની સાથે નીમ્રિત કોર એ બે જાણીતા ચહેરા છે. અક્ષય કુમાર NRI બીઝનેસ મેન ના રોલ માં છે .રાઇનીમ્રિત કોર એટલે કેડબરી ચોકલેટ ની જાહેરાત માં જોઈ હશે એ … પણ નીમ્રિત કોર ને હું એની ફિલ્મ “લંચ બોક્ષ ” થી ઓળખું છુ.ફિલ્મ ની વાત કરું તો આપડા ના મોટા ભાગ ના લોકો માં જે દેશપ્રેમ ના વર્ષ માં બે વાર ઉભરા આવે એવી છે , ૨૬ જાન્યુઆરી ને ૧૫ ઓગસ્ટ તારીખે  એવું જ આ ફિલ્મ માં છે . ઉભરા આવે છે પાછા બેસી જાય છે.

“એરલીફ્ટ ” ફિલ્મ નું ટ્રેઇલર જોઈ ને જો અક્ષય કુમાર ની ફિલ્મ “બેબી ” જેવા થ્રિલ  ને સસ્પેન્સ ની આશા રાખશો તો બહુ નિરાસ થાસો. જે મેં રાખી હતી. દર વખત ની જેમ અક્ષય કુમાર નું જબરજસ્ત પરફોમન્સ છે પણ થોડી વાતો ફિલ્મ ને ઢીલી બનાવે છે જેમ કે ગીતો ,જેની ફિલ્મ માં બહુ જરૂર નથી પણ ઘુસાડવા માં આવિયા છે  , ઈરાક સેના નો ડાગલા જેવો મેજર એને જોવો એટલે લાગે કે આવા તે કાઈ મેજર હોઈ ??.  જયારે કોઈ વિષય ને લઇ ને ફિલ્મ જ  બનાવી  જ છે તો થોડું આઘા પાછુ હાલે … તો થોડું આઘા પાછુ કરી ને લોકો ને જમાવટ પડે એવું કૈક કરાઈ ને ???  જે આશા કરતો હતો  એવી  થ્રિલ  ને સસ્પેન્સ કે એકસન જેવું કાઈ નથી .

ઈન્ટરવલ સુધી એમ લાગે કે હમણા કૈક થાશે પણ ફિલ્મ કોઈ પણ સમયે થીયેટર ની  સીટ અણી પર આવી જાવ એવો સ્ક્રીન પ્લે નથી તો પણ કિયા કુલ હૈ હમ -૩ જેવી બકવાસ ફિલ્મ કરતા આ એરલીફ્ટ જરૂર થી જોવાઈ .

પાંચ માંથી અઢી  ખાખરા આપડી તરફ થી …….. કિયા કુલ હૈ હમ -૩ જોવા જાવું કે ના જાવું એ હજુ નક્કી નથી … થાતું સાંજે ખબર પડે …..