રીલાઈન્સ જીઓ ૨ જી.બી માંથી અનલિમિટેડ કરવા નો આઈડિયા

ઘણા ટાઈમ પછી બ્લોગ માં કૈક લખું છુ આ વખતે હું હલવાનો હતો તો મેં ગામ માં ગોતીયું એ ગુજરાતી માં લખું છુ.  રીલાઈન્સ જીઓ 4G એ તો ગામ ગાંડુ કર્યું છે જેને જોવો એ નવરાત્રી ના પાસ ની જેમ રીલાઈન્સ જીઓ 4G ના સીમ કાર્ડ ગોતે છે. મળી એ જાય છે અને એક્ટીવ કરવા માં એક અઠવાડિયું કાઢયા પછી કોથળા માંથી બિલાડું નીકળે એવી હાલત થાય છે. એક તો  કલાક સુધી રીલાઈન્સ ડીજીટલ ના સ્ટોર બહાર રાહ જોઈ હોઈ ને ૧૦ દિવસ એક્ટીવેસન ની રાહ જોતા હોઈ ને કાર્ડ ચાલુ થાય ત્યાં અનલિમિટેડ ને બદલે  ૨ જી.બી વપરાસ નો ડેટા મળે ,,,, ચિંતા કરો માં મારે એ એવું થયું હતું તો મેં પણ થોડી માથાકૂટ કરી અંતે સફળ થયો ૨ જી.બી માંથી અનલિમિટેડ કરવામાં.

નોધ : મારી પાસે નવો નક્કોર સેમસંગ J2 ફોન છે એમાં આ આઈડિયા હલીયો છે. મેં ગામ માંથી વિડીઓ ને બધું જોઈ કર્યું છે તમારે હાલે કે નો હાલે એની કોઈ ગેરેંટી નથી ,,,,,,, અખતરો કરવા માં શું જાય છે !!! તો હાલો કરીએ ચાલુ

સામગ્રી :
૧- એક્ટીવ ને વેરીફાઈડ કરેલ રીલાઈન્સ જીઓ સીમ કાર્ડ
૨- હાલતું હોઈ એવું ઇમેલ અડ્રેસ
૩- આ લીંક પર થી ડાઉનલોડ કરેલ My Jio  એપીકે ફાઈલ

બનાવાની રીત 😛
૧- સૌથી પહેલા તમારા મોબાઈલ જેટલી રીલાઈન્સ જીઓ ની  જેટલી એપ્લીકેશન હોઈ એને અન-ઇન્સ્ટોલ કરી નાખો

૨- મેં જે ઉપર લીંક આપી છે તેમાં થી જે થી ડાઉનલોડ કરેલ એપીકે ફાઈલ છે તેમાંથી My Jio એપ ઇન્સ્ટોલ કરી લો ને તેમાં જેટલી બીજી એપ છે એ બધી ઇન્સ્ટોલ કરી લો લગભગ ૮-૯ છે.. ,,, (કોઈ પણ એપ રન કરવા ની નહિ … )
૩-  હવે આ લીંક પર જાવ http://jio.com/getmyjio જેમાં તમારા JIO ના નંબર નાખો એક OTP આવશે એ OTP નાખી ઇમેલ ને નામ ને પાસવર્ડ  નાખી સબમિટ કરો {પાસવર્ડ યાદ ના રહે તો લખી લેજો જરૂર પડશે,,, } . હવે તમે જે ઇમેલ નાખ્યું છે તેમાં વેરીફીકેસન નો એક ઇમેલ આવીઓ હશે તે ઓપન કરી  તેમાં જે લીંક છે એના પર કિલીક કરો એટલે વેરીફીકેશન સકસેસ નો મેસેજ દેખાશે …. [ઇમેલ ઇન્બોક્ષ માં ના દેખાઈ તો સ્પામ ફોલ્ડર જોઈ લેવું ત્યાં પણ ગયો હોઈ ]

૪- હવે તમારું ઈન્ટરનેટ બંધ કરો ને ફોન ને રી-સ્ટાર્ટ કરો … ફોન ચાલુ થાય પછી ચેક કરી લેજો વાઈ-ફાઈ કે ડેટા કનેકસન ચાલુ  નથી ને  એ ખાસ જોઈ લો અને ચાલુ હોઈ તો બંધ કરી નાખો ,,,,

૫- હવે My Jio એપ ચાલુ કરો … તમને “ Get Jio Sim “ નું ઓપ્સન દેખાશે એમાં જાઓ ત્યાં ઉપર મેસેજ આવશે  No Internet Connection … હવે તમારું રીલાઈન્સ જીઓ નું ઈન્ટરનેટ ચાલુ કરો ….. રીલાઈન્સ જીઓ નું જ ડેટા કનેક્શન ચાલુ કરવું ,,,,,બીજું ઈન્ટરનેટ હોઈ તો એ નહિ કરવું ……

૬- હવે બેક બટન દબાવી પાછા જાઓ ત્યાં જે Sign in બટન છે તેમાં જાઓ ત્યાં જીઓ આઈડી (જીઓ મોબાઈલ નંબર )ને પાસવર્ડ આપી દો જે તમે ઉપર લીંક આપી ને ત્યાં બનાવીઓ છે તે  …
૭- ત્યાં Sign in બટન પર ક્લિક કરો એટલે આવું કૈક દેખાશે …… સબમિટ કરો
preview-offer-submit-option
૮- સબમિટ કરશો એટલે આવું કૈક દેખાઈ તો સમજી જાવ તમારું ૨ જી.બી માંથી  ૩ મહિના 4G અનલિમિટેડ થઇ ગયું છે
jio-unlmited-preview-offer

આમ કરો છતા ના થાય તો ઉપર ના સ્ટેપ ૪ થી શુરુ કરો પણ શુરુઆત કરતા પહેલા તમારી My Jio એપ નો ડેટા એપ્લીકેશન મેનેજર માં જઈ ડીલીટ કરી ને કરો .

હાલો મથે રાખો ના થાય તો ગુગલ તો છે બીજી trik અજમાવજો ,,,,,,,,આમાં લાગે વાગે લોહી ની ધાર આપડા ઉપર વાંક નહિ ,,,,,

Advertisements

ઘરે થી બ્લોગીંગ ની મજા

હા તો થોડી મોડી પોસ્ટ પણ અગાઉ ની પોસ્ટ માં કીધું હતું કે મારા બાબુડા નું નામ શું રાખીયે છીએ એ કહીશ તો “” ધ્વનિત “”” નામ રાખવા માં આવ્યુ છે. ને આજે સાહેબ શ્રી ધ્વનિતકુમાર અશ્વિનભાઈ પટેલ 25 દિવસ ના થઈ ગયા છે. હવે બધા નખરા ચાલુ થિયા છે રાતે ઉજાગરા કરાવે છે અફકોર્સ એની મમ્મી ને થાય પણ મારે પણ એમાં ભાગ ભજવો પડે છે। બાપ બનવું કિયા સહેલું છે 😛 : P

24 જુલાઈ ના ગોત્રીજ વિધિ નો પ્રોગ્રામ છે ,,,તો એની તૈયારી માં થોડો બીઝી બીઝી છું ,,, જમણવાર ને બીજા કામ નું ગોઠવણી હાલે છે. આ બધા ની વચ્ચે મારા આવક વારા બ્લોગીંગ પર બહુ અસર થઈ છે લાસ્ટ 25 દિવસ થી કાંઈ કામ નથી થિયું ને હજુ અઠવાડિયું થાશે એવું લાગતું પણ નથી. પણ હવે નવરા થાય એટલે લડી લેશુ .

જિંદગી નો બીજો અધ્યાય ની શરૂઆત છે લગ્ન થાય ત્યારે થોડા દિવસ જવાબદારી વધી એવું લાગ્યું હતું પણ સમય જતા આદત થઈ ગઈ ને પાછું હવે એવું લાગે છે કે બીજી જવાબદારી વધી પણ સમય સાથે આ પણ આદત થઈ જાશે. વાઈફ ને ટાઈમ આપવો પડતો હવે બાબલા ને પણ દેવો પડશે. પણ મજા છે ,, જેમ કુંવારા માંથી પરણેલ થાય ને જે મજા છે એમ માં -બાપ બનાવની મજા છે. બાળક અત્યારે બોલે નહીં ચહેરા ના હાવ ભાવ જોઈ ને અંદાજો લાગવાની મજા છે. એ શું કરવા માગે છે એ શું કરશે એ કાંઈ ખબર ના પડે પણ ચેહેરા ના હાવ ભાવ જોઈ ખબર પાડવા માંડે કે સુઈ જવા માગે છે કે ભુખીયું થિયું છે.

મારા ઘરે થી કામ કરવા ના હિસાબે વધુ ટાઈમ મળે છે. વાઈફ ની પ્રેગન્સી દરમિયાન પણ સાથે રહી ને સાથ દેવાની મોકો પણ આ “બ્લોગીંગ ” ના હિસાબે મળિયો ને આવનાર સમય માં બાબલો મોટો થાશે ત્યારે તેની સાથે રમી રખડી ને બાળપણ ફરી જીવવા મોકો પણ મળશે ,,,
ચાલો ફરી મળશુ …..

આ આંદોલનો તો ચાલીયા કરે !!!

વીડિઓ જરા જોઈ લિયો ને આ”નંદી ” બેન ” નો ટોન ને લટકો ને બોલવાનો મઈડકો જોવો .. આ આંદોલનો તો ચાલીયા કરે એટલે ??? હવા એ નીકડી જાહે ૨૦૧૭ માં ચુંટણી આવશે ને ત્યારે…. તાલુકા ને જીલ્લા પંચાયત માં જોયું છે ને….. ???

બાય ધ વે !!! હું આ આંદોલન ને જરા પણ સપોર્ટ નથી કરતો પણ એક રાજ્ય ના મુખ્ય મંત્રી કઈક અલગ ટોન માં કહે કે ” આ આંદોલનો તો ચાલીયા કરે !!! એટલે શું સમજવાનું કાઈ કરવા નું નહિ ને છાસવારે ઇન્ટરનેટ બંધ કરીનાખવું એ સમસ્યા નો હલ નથી. મને જીયા સુધી ગુજરાત ના રાજકારણ ની વાતો મળે છે ને મારી જેટલી એમાં પોચ છે તિયાં સુધી ની વાત કહું તો તમને એ ભીસ પડી જ છે. આમ ને આમ કરશો ને ગધેડી ને ફાળિયું બધું જાશે …..

હવે આમાં આંધળે બેરુ કુટાઈ !! આ તમારી કેવાતી સરકાર પાસે કોઈ આરો નથી રહ્યો . અંદરો અંદર તમે એ બાઝી મરો છો તમારી પાસે કાઈ સમાધાન નથી એટલે નેટ બંધ કરાવી દે છે ને પછી પાટીદારોને લીધે નેટ બંધ થાય છે . એવી ઘેલ સફ્ફી વાતો કરવી છે . ઘણા લોકો એ મારી અનામત આંદોલન ની લાસ્ટ પોસ્ટ પાટીદાર ના દીકરા તરકે લખેલ પોસ્ટ વાંચી હશે એને એમ થાશે કે હું આ વખતે કેમ સરકાર ની વિરુધ ને પાટીદાર ની થોડી તરફદારી કરું છુ પણ એવું નથી.મોદી ગયા પછી ના જે ભવાડા છે એ ચોખ્ખા દેખાઈ છે … આંદોલન ને લગભગ ૯ મહિના જેટલો ટાઈમ થઇ જાશે આજ સુધી સુધી કાઈ કર્યું નહિ સીધી રીતે કે આડકતરી રીતે સમાધાન કરવા માં સરકાર નિષ્ફળ ગયી છે ને એનું પરિણામ સામાન્ય માણસો ને ભોગવવું પડે છે. કાઈ આવડે છે તો એ છે કરો નેટ બંધ ….ખાલી આ આંદોલન માં નહિ ..ગતિશીલ ગુજરાત કેવાતું રહયું છે .. બધે લોચા લાપસી જ દેખાઈ છે .

ચા નો ઉભરો આવે એટલે ટાઈમે તપેલી ચુલા પર થી ઉપર ના કરો ને તો ચા ઉભરાઈ !! હજુ આ પાટીદાર આંદોલન જાટ આંદોલન જેટલું ઉભરાનું નથી ત્યાં સુધી વાંધો નથી પણ જે દી પટેલો ની ચા ઉભરાઈ તે દી જોવા જેવી થાશે. “બેન ” ઇન્ટરનેટ બંધ કરે રાખે ને કોંગ્રેસ વારા અત્યાર થી કયું ખાતું કોને દેવું એની બંધ બારણે તૈયારી કરે છે . ને આમ ને આમ કરશે ને તો મોદી ગમે એમ ટાટીયા પછાડે તમે એનું ભેગું નહિ થવા નથી દેવાના !!! ઓલો દી ને રાત સરખું કરવા આ દેશ થી ઓલા દેશ માં હડીયું કાઢે છે ને આયા દીવા ની નીચે અંધારું કરી ને બેઠા છે.

૨૦૧૭ ની ચુંટણી માં કઢી નીકળી જાવા ની છે બહુમતી લેવા માં એવા એંધાણ ચોખા દેખાઈ છે.એક મુખ્ય મંત્રી હાલતા હાલતા એમ કહી દે કે આ આંદોલનો તો ચાલીયા કરે એટલે … આ શું કાઈ નાની વાત છે કે આ આંદોલનો તો ચાલીયા કરે .. અમારું કામ પ્રજા ની સેવા કરવાનું છે. વાહ રે વાહ તમારી સેવા ….જોઈ હો .. સેવા દેખાઈ છે

બેન ને કહી તમારા મંત્રી મંડળ માં જેધારાસભ્ય છે ને એ ને કહી નાળા બાંધતા હોઈ એ ટાઈટ કરી લિયે ને પટા બાંધતા હોઈ એ એ બખો આગળ ના હુક માં ભરવી દિયે એટલે મત માગવા જાય ને ૨૦૧૭ માં ત્યારે બહુ તકલીફ ના પડે. આમ ને આમ હાલશે ને મત માગવા ટાઈમે મુઠયું વારી ને ભાગવા નો વારો આવશે એ ચોખ્ખું દેખાઈ છે .

આ એક ક્ષેત્રે નહિ લગભગ દરેક બાબત માં મોદી ગયા પછી કાઈ સુધારો કે કાઈ વધારો થયો નથી . ઓલો દિલ્હી ગયો ને વાહે દાટ વાળીઓ છે. અમારા વિસ્તાર ના જે હાલ ના ધારાસભ્ય છે ને પહેલા હતા એ ને કોઈ દી મારો મત નથી મળીઓ . એ ભાઈ ને કાયમ મોદી ના મોઢે મત આપીઓ છે. ને હવે ૨૦૧૭ માં જો આ “બેન ” ને મુખ્યમંત્રી તરીકે જો પ્રોજેક્ટ કરવા માં આવે ને તો બાપ ના બોલ થી હજુ સુધી કોઈ દિવસ “કોંગ્રેસ ” ને મત નથી દીધો પણ આવતી ચુંટણી માં દેવો જોશે.

જાહેર પ્રોપર્ટી ને તોડફોડ કરવી એ આંદોલન નથી પણ સામા છેડે સરખી રીતે વાત કરે તો કૈક થાય. ઓલા કનૈયા ને રાજદ્રોહ માં જેલ માં મોક્લીઓ જામીન પર છુટી ગયો ને આ હાર્દિક કેમ હજુ જેલ માં ?? અમે કાઈ પાણી ને” ભૂ ” ને રોટલા ને “તોતા” નથી કેતા હો …. સીધી રીતે મળે છે એટલે થોડી કદર ઓછી થઇ છે …હાથ માંથી જાશે ને વિપક્ષ માં બેસી ને બગાસા ખાસો ને ત્યારે ખબરું પડશે … જય પાટીદાર …જય સરદાર

શાંતિ રાખજો …. ૨૦૧૭ માં આવે છે !!!!

ફેસબુક માં લાઈક ની જેમ ડીસ-લાઈક નું બટન ઘૂસાડો !! -અટકચારો

ફેસબુક એટલે સુ એ આજે કોઈ ને કેવાની જરૂર નથી. નવરા હોઈ કે ના હોઈ આપડે ફેસબુક માં તો હાજર હોઈ 😉 . ફોટા મુકવાના … સ્ટેટસ અપડેટ કરવાના ..કોઈ ને આપડું કૈક ગમે તો લાઈક કરે . પણ કયારે વિચાર આવીં છે કે કોઈ ને ના ગમે તો ડીસ-લાઈક નું બટન દબાવું હોઈ તો …?? પણ નથી …એટલે જખ મારી લાઈક દબાવું પડે છે 🙂 ફેસબુક વારા આવું ડીસ-લાઈક નું બટન મુકે તો …મજા પડે …ઝઘડા થાય હો. એટલે તો આ ફેસબુક વારા મુકતા નથી .પણ આજે આપડે આ અટકચારા માં મજાક કરવા ડીસ-લાઈક નું બટન મુકીએ. આમ તો કોઈ ભાઈ એ ભેજા મારી કરી ને અપ્લીકેસન બનાવી છે એના થી થાય છે …. તો લિયો સ્ટેપ કેવી રીતે કરવું [ તા. ક આ અટકચારો ખાલી એકવાર માટે જ છે કાયમ માટે નહિ આવે ડીસ-લાઈક નું બટન ]

૧) નીચે ના બ્લુ કોડ ની કોપી કરી લિયો ને તમારા બ્રાઉઝર માં પેસ્ટ કરી ને ….એન્ટર

http://www.facebook.com/connect/uiserver.php?app_id=138863726203206

&method=stream_publish
&redirect_uri=http://www.facebook.com
&action_links=[{“text”:”Dislike”,
“href”:”https://www.facebook.com/ashvin1351″}]

૨) એટલે આવું આવશે ત્યા થી કઈ પણ લખી ને તમારું સ્ટેટસ અપડેટ કરો જેમ કે… ” જોવો આવી ગયું ડીસ-લાઈક નું બટન ” …શેર નું બટન દબાવો

..

૩) એટલે તમારા સ્ટેટસ માં ડીસ-લાઈક નું બટન આવી જાશે .. ઉપર ના કોડ માં મેં મારી પ્રોફાઈલ ની લીંક મૂકી છે તમે .ત્યા બીજી કોઈ પણ લીંક મૂકી શકો છો ..

કરો ગામ ને હેરાન ….આમ પણ નવરા ફેસબુક માં મારી જેમ ટાઈમ પાસ કરતા હોઈ એને 🙂

કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું

કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક સફળ ફિલ્મ કેવી રીતે જઈશ ને “Big Gujarati Entertainment Awards ” પર ૭ અવોર્ડ વિજેતા ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન નો ઈન્ટરવ્યું લીધો.આપડો પેલો અનુભવ છે કે કોઈ નો આવી રીતે ઈન્ટરવ્યું લીધો ને મન માં આવીયા એવા સવાલો પૂછયા. કોઈ પણ જાત ની મારી ઓળખાણ વગર મને ઈન્ટરવ્યું આપ્યું એ બદલ અભિષેક જૈન નો ખુબ ખુબ આભાર ….. તો પ્રસ્તુત છે મારા સવાલો ને અભિષેક ના જવાબો.

કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેક્ટર અભિષેક જૈન

સવાલ -૧ : અભિષેક જૈન નો નાનો પરીચય ને ફિલ્મ ઇન્ડ. માં કામ નો અનુભવ
અભિષેક : મારો જન્મ ને ઉછેર અમદાવાદ માં થીઓ છે , એચ.એલ. કોલેજ માં થી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માં ગ્રેજુએટ અને ત્યાર બાદ વ્હિસલિંગ વૂડસ ઈન્ટરનેશનલ માં ડિપ્લો માં ઈન ફિલ્મમેકિંગ કર્યું છે .મેં સુભાષ ઘાઈ તથા સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું છે . મૂળ અમે જોધપુર ના મારવાડી જૈન છીએ

સવાલ – ૨: કેવી રીતે જઈશ જેવી એક અલગ ગુજરાતી ફિલ્મ બનાવાનો વિચાર કિયા થી ?
અભિષેક : કેવી રીતે જઈશ એ દર્શકો માટે કદાચ અલગ ફિલ્મ છે પણ અમે લોકો એ આવીજ ફિલ્મો જોઈ છે. અને આવીજ ફિલ્મ બનાવતા આવડે છે એટલે અમારા માટે અલગ ફિલ્મ નથી . વિચાર એક ફિલ્મ બનાવાનોહતો …એક પ્રમાણિક ફિલ્મ અને અમે એ બનાવી છે…. ને લોકોએ એને “અલગ ” ફિલ્મ કહી કેમ કે આવી ફિલ્મો ગુજરાતી માં જોવા નથી મળતી.એક ગુજરાતી ફિલ્મ બનાવાનો વિચાર હતો અને એક એવી ફિલ્મ જે લોકો સમજી સકે માણી સકે. અમે સ્ક્રીન પર જોતા ગર્વ અનુભવી શકીએ એટલે આ ફિલ્મ બનવા નો વિચાર આવીઓ.

સવાલ – ૩ : ગુજરાતી ફિલ્મ ના ચાલતા એક ટ્રેન્ડ થી અલગ કેવી રીતે જઈશ જેવી ફિલ્મ બનાવતી વખતે મન ઉઠેલા સવાલ ?
અભિષેક : ફિલ્મ બનાવતી વખતે કોઈ સવાલ જ મન માં નોતા આવતા..એટલી ખબર હતી એક ફિલ્મ બનાવી છે. અને શું થાશે .પરિણામ શું આવશે એ વિચાર્યું જ નોહ્તું .અમે પરિણામ કરતા એક સારી ફિલ્મ બનાવવા માગતા હતા .ત્યારે સવાલ માટે ટાઈમ ના હતો.

સવાલ – ૪ : કેવી રીતે જઈશ ના નિર્માણ દરમિયાન અનુભવેલી કોઈ મુશ્કેલી – કે કોઈ યાદગાર પ્રસંગ
અભિષેક : કેવી રીતે જઈશ નું નિર્માણ એ જ એક યાદગાર પ્રસંગ છે. ફિલ્મ ના નિર્માણ ના દરેક તબ્બકે ,દરેક સીન માં માં મુશ્કેલી નો સામનો કરીઓ છે. ત્યારે એ બધી મુશ્કેલીઓ બહુ મોટી લાગતી હતી પણ એ બધી મુશ્કેલી પાર પડિયા બાદ ભૂલી પણ ગયા . અત્યારે એ એક પણ મુશ્કેલી યાદ નથી ….આ ફિલ્મ ની સફળતા જોયા પછી

સવાલ – 5 : કેવી રીતે જઈશ ના નિર્માણ પહેલા કરેલી તૈયારીઓ ?
અભિષેક : ૨૩ દિવસ ની અંદર ૩૪ અલગ અલગ લોકેસન પર શુટિંગ કરવું હોઈ તો સતત તૈયારીઓ જોઈ. એક મક્કમ ટીમ હોવી જોઈ, પ્રી-પ્રોડક્સન ને મજબુત બનવા માટે અમે લોકો એ ૮ મહિના પહેલા સરુઆત કરી દીધેલી. કાસ્ટિંગ થી માડી લોકેસન સુધી , સ્ક્રીપ્ટ રીડ્રફટીંગ થી લઈ ને ડાઈલોગ સુધી બહુ મહેનત ને ઘણું હોમવર્ક કર્યું છે ….એનું પરિણામ છે આ ફિલ્મ

સવાલ – ૬ : કેવી રીતે જઈશ ના નિર્માણ દરમિયાન ગુજરાત સરકાર તરફ થી કોઈ મદદ ..??
અભિષેક : સરકાર સાથે વધારે ઇન્ટરરીઅક્સન નથી થીઓ. એની પોલીસી વિશે બહુજ બ્રીફ્લી જાણું છુ.સબસીડી થી ઘણા લોકો નારાઝ છે .પણ હું એ માનું છુ કે સરકાર કોઈ એક ફિલ્મ કે ફિલ્મ નિર્માતા માટે પોલીસી નથી બનાવતી,. એ આખી ઇન્ડસ્ટ્રી ને ધ્યાન માં રાખી ને પોલીસી બનાવે છે.અને આપડે એકલા અપેક્ષા રાખી કે આપણ ને લાભ   મળે આવું કદી નહિ બને .આપણે લાભ લેવો હોઈ તો આખી ઇન્ડસ્ટ્રી લાભ મળશે ત્યારે આપણે લાભ મળશે. જો આપડે સારી ફિલ્મો બનાવી તો સરકાર ની નજર માં આવશે ને ત્યારે કોઈ બદલાવ ની આપેક્ષ રાખી શકીએ

સવાલ – ૭ : અભિષેક જૈન ની બોલીવુડ માં જવા ની ઈચ્છા કે ગુજરાતી ફિલ્મ ઉપર જ કામ કરશો ?
અભિષેક : આગળ ના પ્લાન્સ માં એક એજ વાત કહી શકું છુ કે મારી બીજી ફિલ્મ પણ ગુજરાતી જ હશે. હું અહિયાં થી આગળ જવા માટે મુંબઈ થી પાછો નથી આવીયો . હું અહિયાં જ રહેવા માટે પાછો આવીયો છુ.ગુજરાત મારા માટે સ્ટેપીંગ સ્ટોન નથી કે જેના પર અખતરો કરિયા બાદ કુદકો મારી ને આગળ વધુ.પણ ગુજરાત મારા માટે એ જગ્યા છે જયાં હું ફિલ્મો બનવા માગું છુ . જે દિવસે એક ગુજરાતી ફિલ્મ ને હિન્દી માં ડબ કરી ને અથવા એના રાઈટ લઇ ને મેઇન સ્ટ્રીમ માં ફિલ્મ બનવા માં આવશે એ દિવસે હું ગર્વ લઈશ.

સવાલ – ૮ : ગુજરાતી ફિલ્મ ના હિતુ કનોડિયા,વિક્રમ રાઠોડ ,મોના થીબા,રોમા માણેક જેવા જાણીતા કલાકાર સાથે કામ કરશો ?
અભિષેક : આ બધા કલાકારો સાથે મારી કયારે મુલાકાત થઈ નથી .એમના કામ ને પણ પણ બહુ જોયું નથી.જે દિવસે મારી સ્ક્રીપ્ટ આમાં થી કોઈ ની ડીમાંડ કરશે . હું એની સાથે કામ કરીશ. અને કેમ નહિ કરું …..આ લોકો બધા બહુ જાણીતા કલાકારો છે એ લોકો ને આપડી ફિલ્મ સાથે જોડાઈ એક અલગ અનુભવ હશે.

સવાલ – ૯ : અભિષેક જૈન ની હવે પછી ની બીજી ગુજરાતી ફિલ્મ કયારે જોવા મળશે ?
અભિષેક: ફિલ્મો ને બનતા બહુ ટાઈમ લાગે છે ને આ ફિલ્મ ને હજી અમે વધુ માં વધુ લોકો સુધી પહોચતી કરી રહયા છીએ. આમાં થઈ ઉપર જઈ કોંસેપ્ટ ને સ્ટોરી વિચાર્સું ત્યારે બીજી ફિલ્મ બનાવસું , એટલે ૮- ૧૨ મહિના બીજી ફિલ્મ ને આવતા લાગશે

સવાલ – ૧૦ : કેવી રીતે જઈશ નું ઈન્ટરનેટ-ફેસબુક જેવા સોશિયલ નેટવર્ક પર કરેલું પ્રમોસન નો ફિલ્મ ની સફળતા માં સારો એવો ફાયદો મળીઓ – આ વિશે શું કેસો
અભિષેક : આજ ની તારીખ માં કોઈ યંગસ્ટર છાપું વાંચે કે ના વાંચે ,,ટી.વી જોવે કે ના જોવે પણ સ્ટેટસ જરૂર અપડેટ કરશે.માઈક્રો બ્લોગીંગ ને સોશિયલ નેટવર્ક પર પોતાના મંત્વિયો જરૂર મુકશે.અને જયારે અમારું ટાર્ગેટ ઓડીયન્સ યંગસ્ટર હતા સોશિયલ મીડિયા માર્કેટિંગ અમારા માટે અગત્ય નું બની ગયું હતું. અને બહુજ મદદ કરી

સવાલ – ૧૧ : કેવી રીતે જઈશ ની મળેલી સફળતા ને મળેલા આટલા અવોર્ડ પછી અભિષેક જૈન ના ગુજરાતી ફિલ્મ રસિયા માટે ” બે શબ્દો “
અભિષેક : ગુજરાતી ફિલ્મો ને નેશનલ લેવલ પર આવવા માટે પોતાની જાત સાથે બહુ ઓનેસ્ટ રહેવું પડશે. એક પ્રાદેશિક ફિલ્મ ની વાત એજ હોઈ છે કે પ્રાદેશિક હોઈ છે ને એ મૂળ સાથે જોડાયેલા હોઈ છે.તમે જે છો એ દેખાડો તો લોકો ને જોવા ની મજા આવશે. પ્રમાણિકતા ને સાચું નિરૂપણ એજ એક ગુજરાતી ફિલ્મ ને નેશનલ લેવલ પર એક અલગ ઓળખ આપી સકે છે. ભવ ની ભવાઈ પછી એક પણ ફિલ્મ નેશનલ અવોર્ડ સુધી પહોચી નથી.આટલું મોટું રાજ્ય આટલી પ્રગતી હોવા છતાય 25 વરસ થઈ એક પણ એવી ફિલ્મ ના બનાવી શકીએ કે જે નેશનલ અવોર્ડ સુધી પહોચી સકે એ ગુજરાત માટે શરમ જનક વાત છે કૈક કરવું જોઈ માત્ર અવોર્ડ માટે નહિ …પણ નેશનલ અવોર્ડ પ્રાદેશિક ફિલ્મ ને એક ઓળખ આપે છે.

જે પણ મિત્રો ગુજરાતી ફિલ્મ બનવા માગે છે એમને એટલી વાત કહીસ લોકો ગુજરાતી ફિલ્મ જોતા થયા છે તો જે કઈ પીરસસે એ જોઈ લેશે. જો વિશ્વાસ જીતતા ટાઇમ નથી લાગીયો પણ ગુમાવતા એ થી પણ ઓછો ટાઈમ લાગશે. લોકો પાસે બોલીવુડ ફિલ્મ ,હોલીવુડ ફિલ્મ ને બીજી ભાષા ની ફિલ્મ ની પસંદગી લોકો પાસે છે,લોકો આપડી ફિલ્મો જોશે કેમ કે તેમાં આપડી વાતો હશે ,એમની વાતો હશે ,આપડી આસ પાસ ની વાતો હશે .એટલે ફિલ્મ માં પોતાનાપણું હોવું જરૂરી છે ,
………………………………..Thank You so much Abhishek 🙂 ………………………………….

જોઈ હવે ફિલ્મ ના હીરો ને હિરોઈન નો પણ ઈન્ટરવ્યું લેવાની કોશીસ ચાલુ છે ને આ ફિલ્મ ના સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે થોડું વધુ જાણવું હોઈ તો કેવી રીતે કર્યું એ બધું તો જરા આ એક બોલ્ગ ની મુલાકાત લઇ આવજો . બાકી જુસ્સો જોઈ ……હરિયા 🙂 …અને ગુજરાતી માં કુટીકુટી ને ભરીઓ છે. 🙂 …. કોઈ ને કેતા નહિ હું આયુષી ને મળવા જાવ છુ 😉

આજ નો અટકચારો

આજ નો અટકચારો

અટક ચારો કરવો એતો આપડો …જુનું બંધાણ ..હવે આપડે જ આવા અટક ચારા નથી કરતા . ક્યારેક કામ ના હોઈ તો .આપડા ગુગલ દેવતાના પુજારી ….અરે બાપા સોફ્ટવેર એન્જીનીયર ….નવરા ચારા કરે છે …

હવે તમને એમ થાશે કે ગુગલ સોફ્ટવેર એન્જીનીયર ….નવરા ચારા કરે છે??? ..જો તમે ટીવ્વીટર નો ઉપયોગ કરતા હસો તો તીય એક સબ્બ્દ આજ કાલ થી બહુ જોવા મળશે ….Do a barrel roll .. હવે તમને એમ થશે કે આ સુ ?

પણ કઈ નથી ..નથી કેતા નવ્વારા પડિયા નાખ્હોદ વારે …આવું છે ..તો તમારે પણ આવું કરવો હોઈ તો ….સૌથી પહેલા google .com ..ખોલો એમાં સર્ચ કરો .Do a barrel roll .

ને પછી સુ થઈ છે એ કેવા પાછા અહી આવજો .. મજો આવશે ….એક વાર કરજો ….:) 🙂 🙂