સફરજન વારા લેપટોપ થી પાછી શરૂઆત !!!

બ્લોગ લગભગ 15 મહિના થી કાંઈ પણ અપડેટ વગર પડીઓ છે પણ પાછું અહીંયા થોડું થોડું લખવા નું ચાલુ કરવા ના અભરખા જગયા છે.  તો હવે સમયાંતરે અપડેટ કરીશ એવી આ વખતે તો પ્રોમિસ કરું છું

નવું સફરજન છાપ લેપટોપ જે વર્ષો થી વિશ લિસ્ટ માં હતું એ લીધું છે તો નવી ઓપરેટિંગ સિસ્ટમ જોડે તાલ મિલાવા નું હાલે છે. પાતળી હવા જેવું મેકબુક એર જે આપડા બજેટ માં હતું એ લઈ સફરજન છાપ લેપટોપ ની વિશ  પુરી કરી છે. ઘણું નવું શીખવું પડે છે ને બાજુ મેં જૂનું લેપટોપ પણ રાખવું પડે છે કેમ કે કામ ના ઘણા નાના સોફ્ટવેર જે હાલાં માં મેક માં નથી. તો એ હાટુ  થી વિન્ડો પણ જોઈ છે સમય સાથે એના પણ તોડજોડ કૈક કરી લેશું  .macbook in ahmedbad

મોરબી માં થોડી વધારે કિંમતે મળતું હતું તો અમદાવાદ થી લેવા નો પ્લાન કરીઓ ને અમારી દર વર્ષે યોજાતી ગુજ્જુ બ્લોગર મીટ માં પણ અમદાવાદ જવાનું ને ત્યાં પાછું સ્પીકવાનું હતું તો આગલા દિવસે અમદાવાદ પહોંચી જઈ કરેલા સર્વે ના આધારે જ્યાં થી સસ્તું ને સુરક્ષિત મળે એવી જગ્યા એ થી થોડા ડિસ્કાઉન્ટ સાથે લીધું પણ આ મેકબુક ની મિત્રો એ લીધેલી પાર્ટી બહુ મોંઘી પડી…. ડિસ્કાઉન્ટ પીઝા પાર્ટી માં ગયું

ગુજ્જુ બ્લોગર મીટઅપ માં જેને હું વર્ષો થી ફોલો કરતો હતો એવા જાણીતા બ્લોગર અમિત ભાવાણી જોડે સ્ટેજ શેર કરવા નો પહેલી વાર મળવા નો મોકો મળીઓ .

તો હાલો હવે થી તૈયાર રેજો હથોડા સહન કેવા માટે !!!

ashvin patel blogger morbi

Advertisements