ઘણા ઘણા દિવસો પછી રામ રામ

હા લગભગ ત્રણ મહિના પછી ગુજરાતી બ્લોગમાં થોડું બકબક થવા જઈ રહયું છે. નવીન માં તો ઘણું થઇ ગયું .. મોદી સાહેબે ૫૦૦-૧૦૦૦ ની નોટ બંધ કરી મગજ ના શુર હલાવિયા . હા આપડી પાસે બહુ હાથ પર રૂપિયા નથી એટલે બહુ હેરાન નથી થયા ડીપોઝીટ કરવા માં પણ હા ઉપાડવા માં થોડા થયા . ગુજરાતી માં આ બ્લોગ પર  બકબક સાવ બંધ જેવી હાલત માં છે. દર વખત ની જેમ હવે લખીશ એવું પોસ્ટ ના અંત માં જરૂર કહીશ.

ધ્વનિત છ મહિના નો થઇ ગયો છે ને હવે સાહેબ ધીમે ધીમે ખાતા સીખે છે. ૨૦૧૬ પૂરું થવા ની તૈયારી માં છે તો ઘણા ગોલ પુરા થયા ને ઘણા ગોલ ગોળ થઇ ને રહી ગયા. આવક ને સ્વાસ્થ માં ઘણું સારું રહયું. ફેમીલી સાથે રહી ને મોટી કંપની ની સારી જોબ જેટલા કાવડિયા આરામ થી કામણા. ફાઈવ ફિગર માં ઈન્કમ ટેક્ષ ભરી ને કર ચોરી નથી કરી તો આવતા વર્ષે ૨૦૧૬-૧૭ નો ઈન્કમ ટેક્ષ સિક્સ ફિગર માં ભરવા નું હાઈ ડેફીનેશન વારુ સપનું છે.

રખડવા માં ને વસ્તું લેવા માં સારું વર્ષ સારું રહયું. તેનો શ્રેય કમાણી ને જ જાય …  તો વર્ષો થી WISHLIST માં હતો એવો DSLR કેમેરો લેવા માં આવીઓ છે તો ફોટોગ્રાફી માં થોડા હાથ અજમવા માં આવે છે. CANON 700D લેવા માં આવીઓ છે તો અઠવાડિયે ૨-૩ વખત ગામ ની આજુ બાજુ ફોટો વોક કરવા માં આવે છે ને ફોટોગ્રાફી સીખવા નો પ્રયાસ કરવા આવે છે . ફ્લીકર પર ફોટા જોવા હોઈ તો અહિયાં જોઈ શકો છો ….. ચલતે ચલતે વારા ફોટા પણ ત્યાં જોવા મળી જાશે. https://www.flickr.com/photos/43419999@N03/ 

હાલ માં ફેસબુક ઉપવાસ ચાલુ છે તો એ બંધ છે થોડા નવા so Called પ્રોજેકટ પર કામ કરી ને કાવડિયા કમાવા માટે. ૨૦૧૭ ના હાઈ ડેફીનેશન રીજોલીયુસન ની નવી પોસ્ટ કરવા માં આવશે….. હાલો રામે રામ

Advertisements