યુદ્ધ ..યુદ્ધ .. બસ કરો ને ભાઈ

બે દિવસ થી જેને જોવો એ “યુદ્ધ” કરો યુદ્ધ કરો નો દેકારો કરે છે .

હા,,, ૧૭ જવાનો ની શહીદી એ કઈ નાની વાત નથી પણ સીધુ યુદ્ધ એ રસ્તો નથી. કેમ કે ગાંડી ચો$ના હોઈ એ એની જોડે સીધુ બાજવા ના જવાઈ ને પાછા એની પાસે પરમાણું હથિયાર હોઈ.

પ્રોક્સી વોર જેવી કૈક વસ્તુ હોઈ છે જેની અસર સીધી ના દેખાઈ પણ બહુ ઊંડી અસર કરે છે . જે પાકિસ્તાન કરે છે આપડે એ કરવું જોઈ એવી સલાહ આપવા ને બદલે સીધુ “યુદ્ધ ” ના બણગા ફૂકવા રેવા દો સોશિયલ મીડિયા માં.

અગર યુદ્ધ થયું ને પરમાણું હુમલો થયો એની અસર ખબર છે… જાપાન જેવા જાપાન ને પણ ફૂકીશીમાં પાવર હાઉસ માંથી જે રેડીયેશન નીકળું એને કંટ્રોલ કરવા માં કિયા કિયા રેલા આવિયા હતા એ વાંચજો. યુદ્ધ થાય ને  ના  કરે  નારાયણ  ને  મુબઈ  જેવા  ગીચ  સીટી  માં પરમાણું  બોમ્બ ફેકાઈ ને  એ ની  અસર  વિચારી  ને  મગજ  ફાટી  જાય  જો  પરમાણું  બોમ્બ શું છે  એ ખબર  હોઈ તો .

હા  આપડી સેના  બહાદુર  છે  એનો  મતલબ એવો  નથી  કે કોઈ પક્ષ  કે નેતા એને  વિચાર્યા  વગર  યુદ્ધ માં ધકેલી દે. ફેસબુક  ટવીટર પર  આપડે  હાથી  ની  સે ગા$ ફાડી  નાખી એવી  વાતો  કરીએ છીએ  કે  નરેન્દ્ર  મોદી એ છપ્પન ઇંચ  ની  છાતી પાકિસ્તાન  ને  દેખાડી  દેવી  જોઈ . હા  ભાઈ  તમારી  વાત  સાચી  પણ નરેન્દ્ર  મોદી  ને એની ટીમ  ને તમારી  જેમ ફેસબુક માં ખાલી વાતો  નથી કરવી  . ૧૨૦ કરોડ આ દેશ  માં રહે છે  એનું વિચારવાનું  છે . દેશ ના સેના અધ્યક્ષ  ને મોટા મોટા અનુભવી  લોકો ની ટીમ ને ફેસબુક ટ્વીટર ના  મધ્યમ થી મારી તમારી  સલાહ ની જરૂર ઓછી હોઈ એવું  મને લાગે છે.

કેમ  કે આપડે આગળ થી  પકડો ખાંડો ને ને પૂછડે  થી  પકડો તો બાંડો એ  છીએ . અગર  યુદ્ધ  થયું તો એનો ખર્ચ  નો અંદાજ  છે  રોજ કેટલો  આવશે . કારગીલ યુદ્ધ તો યાદ  હશે ને એ  યુદ્ધ  નો  અંદાજીત  ખર્ચ  ૧૦,૦૦૦ કરોડ  જેટલો  હશે એવું ડીફેન્સ  એક્ષપર્ટ કહે  છે ,, સાચો  આકડો  કયારે  બહાર ના આવે  પણ આ અંદાજ  છે . વિચારો  ૧૭-૧૮ વર્ષ પહેલા આ ખર્ચ આવીઓ હતો જયારે પેટ્રોલ ૨૫ રૂપિયા  લીટર  ને ડીઝલ ૧૧ રુપીયા લીટર મળતું હતું.

પૈસા  ની વાત  છોડો લાખો સૈનિક ને  કરોડો  સિવિલિયન  ની જિંદગી  ની કીમત શું  થાય ??  … સેના કાયર નથી પણ વિચારીયા વગર યુદ્ધ મેં ઉતરવું એની કીમત બહુ મોટી થાય ને જે ભારત ને પોસાઈ તેમ નથી . ભારત આ ખર્ચ  ના ખાડા માં ઉતરે એવું આખી દુનિયા ઈચ્છે છે ખાસ કરી  ને ચીન  ને અમેરિકા ને છાના  ખૂણે યુદ્ધ શસ્ત્રો ના વેપારી રશિયા પણ …

બાકી મારે  ને તમારે ફેસબુક ટ્વીટર માં  હાથી ની સે ગાં$ ફાટી ને દરવાજો થાય એવી વાતો કરવી છે. યુદ્ધ થયું ને મોઘવારી વધી કે ટેક્ષ વધીયા ને આપડે ને આપડે મોદી ને ગારુ દેશું કે કોને કીધું તુ યુદ્ધ કરવાનું . જરાક અમથી  કૃષિ કલ્યાણ શેશ આવી દેશ ના ખેડૂત માટે  તો  દેકારો ને બાપો મારી કરી નાખી કે સરકાર આ શેશ નાખે ને તે શેસ નાખે છે. જો યુદ્ધ થયું ને  એ ખર્ચ માટે ૧૫ % ટેક્ષ  આવશે એ દેવા માટે તૈયાર છીએ  આપડે . એક પાંચ લાખ ની આવક ના ઇન્કમટેક્ષ ભરવા માં એ ટુટીયા વાળવા છે. એમાં એ જેટલું બાદ મળે એટલું લઈ લેવું છે ને વાત કરવી છે યુદ્ધ ની …

મફત  ના  JIO ના ઇન્ટરનેટ  પર  દેશભક્તિ નો ઉભરો જેને આવતો હોઈ  જાળવી રાખો ને જેને જેનું કામ છે એ કરવા દો …. બાકી વાતું થાય ઘરે બેસી ને .દેશ માટે શહીદ થનાર ૧૭ જવાનો ને સલામ સાથે … જય હિન્દ

Advertisements