ફરી એકવાર સ્પીકીયું !!!

પાછો  એકવાર સ્પીકર વેચવાનો  નહિ  પણ બોલવાનો મોકો મળીઓ. ૪ સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ માં ગુજરાતી  બ્લોગ્ગર મીટઅપ થઇ ગયી તેમાં.  બ્લોગ્ગર મીટઅપ ને  એ પાછી  અમદાવાદ  માં હોઈ એટલે આપડે તો હાજર  જ હોઈ  ને પાછુ  મને  કેવા માં આવ્યું કે તમારે ૧૫-૨૦ મિનીટ બોલવાનું છે બ્લોગીંગ ની તમારા  જીવન પર અસર …. આ બ્લોગીંગ નહિ હો ઓલું પૈસા કમાવા વારુ બ્લોગીંગ 😛

gujju_meetup_ahmedabad

આમ તો આગલા દિવસે અમદાવાદ પહોચી ગયો હતો  મિત્રો ને મળવા  માટે ને એક મિત્ર જીગ્નેશ પઢિયાર  જોડે વાતું કરવા ભેગા થયા  ને પ્રભુ  ની કૃપા થી ૫૦૦ રૂપિયા  ઓછા કરવા ”  કેફે કોફી ડે ” CCD મા  ઘૂશીયા. ખાધા પીધા પછી  (અહી ચા -કોફી સમજવી ) એમ થયું સાલું બટકાણા. ૫૦૦  આપી ને પાંચ રૂપિયા ની એ  મજા નહિ.  તો એ  સીસીડી  ની  બાજુ માં ચા  ની કીટલી એ ચા પીધી પછી એમ થયું હાશ,,,,  પછી પાછા  CCD  માં જઈ બેઠા ને બેહી ને પૈસા વસુલ કરવા નો પ્લાન કરીઓ પણ  એમાં એ સફળ ના થયા .  આ “છીછીડી ” માં કોફી પીવા નો પહેલો અનુભવ આ પહેલા ગયો ત્યારે ખાલી બીલ ચુકવવા ગયો હતો .

હવે આયોજકો  મિત્રો હોઈ એટલે મોસાળે જમણ ને માં પીરસનારી  એટલે બોલવાનું હતું ૧૫-૨૦ મિનીટ ને બોલી નાખ્યું  દોઢ કલાક. બોલી લીધા પછી એમ થયું કે સાલું જાજુ બોલાઈ ગયું . ગુજરાતી માં  સ્પીકવાનું  હોઈ  એટલે દેસી કાઠીયાવાડી  સ્ટાઈલ માં ધબધાબાટી બોલાવી . લોકો ની વાત સાંભળી ને  એમ થયું એ લોકો ને મજા આવી પણ ….  મોઢે થોડા કિયે તમે તો હથોડા  મારીયા  પ્રભુ 😉

તેજ દિવસે બહેન ની ઘરે એક પ્રસંગ માં હાજરી આપવા માટે સ્પીકવાનું પતાવી તરત નીકળી ગયો અમદાવાદ થી પણ બધા ને વાતો કરવી હતી મારી જોડે પણ ટાઈમ ની ઓછપ ના હિસાબે બધા ને મળી ના શક્યો . લાસ્ટ IIM માં ગુગલ બિજનેસ ગ્રુપ માં બોલવા નો અનુભવ બહુ કામ આવીઓ. આ વખતે બહુ ડર ના લાગ્યો . અનુભવ ને સંભાળનારા મોટા ભાગ ના મિત્રો હતા … તો લાગે વાગે લોહી ની ધાર કરી ને બોલી નાખ્યું

ફોટા જોવા હોઈ તો અહિયાં છે …. એમાં જે પીળી ચકી જેવા શર્ટ મેં દેખાઈ એ આપડે પોતે … હા આજકાલ વજન બહુ વધ્યું છે .

તા.ક . લોકો આપડી જોડે સેલ્ફી લેવા માટે કહે ત્યારે થોડી વાર માટે આમ “સેલેબ્રીટી ” વારી ફીલિંગ આવે

Advertisements