બાપ તરીકે લખેલ પોસ્ટ :)

આમ તો મેં અગાઉ ” પટેલ ના દીકરા તરીકે લખેલ પોસ્ટ ” માં ખૂબ હંગામો થયો હતો. પણ આ પોસ્ટ ખુશી ની પોસ્ટ છે એક બાપ થઈ ને લખું છુ. સમજી ગયા હશો ને ના સમજીયા હોઈ તો જણાવી દવ કે મારે ત્યાં બાબા નો જન્મ થીયો છે. 21 જૂન ના સવારે 8:00 વાગે ,,,,, નામ કરણ આવતી કાલે છે ,,, તો શું નામ રાખીયું એ પછી જણાવીશ

રાત્રે 1 વાગ્યા થી સવારે 8 વાગ્યા સુધી હોસ્પિટલ ના ડીલેવરી રૂમ બહાર અનુભવેલ લાગણી ના ઉતાર ચડાવ , જે લખી ને કહી ના શકાય. બહાર બેઠા બેઠા મળતી નાની નાની અપડેટ ને પછી બાળક ના જન્મ સમાચાર 🙂 પછી આવેલ લાગણી નો ઉભરો એ કોઈ કવિ કે લેખક વર્ણવી ના શકે ના તો એક બ્લોગ્ગર તેના બ્લોગ પોસ્ટ ના શબ્દો માં સમાવી શકે . એ અનુભવ માત્ર ને માત્ર મા-બાપ બની ને જ અનુભવી શકો.

કેવાઈ છે કે માં નવ મહિના ભાર જીલે એટલે બાળક પ્રત્યે વધારે પ્રેમ હોઈ છે પણ એ બન્ને ની કાળજી રાખી સતત મન માં ઘુમરાતા વિચારો ના સાગર ને બહાર દેખાડીયા વગર બધું સાંભળતા બાપ ની ભૂમિકા “માં “થી જરા પણ ઓછી નથી હોતી.જે લાસ્ટ નવ મહિના માં અનુભવ્યું. દવાખાને દાખલ બાળક જોઈ મા રોઈ શકે પણ બાપ તરીકે ત્યાં રોઈ નથી સક્તો  પણ વસ્તુ /દવા લેવા જવાના બહાને હોસ્પિટલ ની લિફ્ટ કે સીડી એ બાપ જરૂર રડતા હશે ,,,
.
ચાલો હવે એ નાના બાબુ સાથે ના અનુભવ લખતો રહીશ ,,, આમ તો ઘણા ટાઈમ થી બ્લોગ બહુ નથી અપડેટ થાતો પણ હવે ચોક્કસ ફોટા ને અંદર ના ઉભરા સાથે લખતો રહીશ .. આવતી કાલે નામકરણ ની વિધિ છે તો થોડી તૈયારી કરવી છે। . કાલે કહું ” ઈપર પાન પીપર પાન ફોઈ એ પાડ્યું શું નામ “

Advertisements