બ્લોગીંગ ની મજા !!!

મેં અગાઉ કીધું હતું ને કે મેં ઓલા ૨૫૧ માં android ફોન  વિશે એક બ્લોગ માં પોસ્ટીંગ કર્યું હતું તો ઘણા લોકો મારા બ્લોગ ને ઓફીશીયલ સાઈટ સમજી ને કોમેન્ટ કરે છે  મારે ફોન જોઈ છે ને મારું આ સરનામું છે મને મોકલી આપો. ઘણા તો એમ પણ કહે છે તમે ** છો ને તેવા છો ….

આજે મજા ત્યારે પડી કે મારા જ ગામ ના એક ભાઈ એ સરનામાં ને ફોન નંબર સાથે કોમેન્ટ કરી કે મારે  પાંચ ફોન જોઈ છે . મેં નામ ને સરનામું જોઈ મને એમ થયું ગામ નો છોકરો હેરાન થાય છે તો  એ ભાઈ ને મેં  ફોન કરીઓ કે ભાઈ  તે મારી સાઈટ માં કોમેન્ટ કરી છે ત્યાં થી કાઈ ના મળે તો .. એ મને કિયે મેં તો ગુગલ માં સર્ચ કર્યું હતું તો સાઈટ આવી તો મેં કોમેન્ટ કરી પણ તને કેમ ખબર પડી કે મેં ત્યાં એવું લખિયું હતું …. તો મેં કીધું ભાઈ તે કોમેન્ટ કરી એ મારી સાઈટ છે …. તો એ કિયે તમારી સાઈટ ગુગલ માં કેમ આવી  ??? 😛 😛 😛  હવે મારે એ ભાઈ ને કેમ સમજાવા કે ત્યાં સાઈટ કેમ આવી

અમારે આયા બધા ને એમ જ છે કે ગુગલ માં આવે ને સૌથી પહેલા આવે એ સાઈટ હોઈ ….. !!! ફ્લીપકાર્ટ ઓપેન કરવી હોઈ સ્પેલીગ ખબર હોઈ તો ઈ ગુગલ માં સર્ચ કરે ,,,,,, બાકી એ ભાઈ ને મને કેવા નું મન થયું હતું કે જો મને એ ખબર પડી જાય કે ગુગલ માં સાઈટ પેલા નંબરે કેમ આવે તો હું એ ચાર બંગડી વારી ગાડી માં ફરતો હોત ….

તા. ક : ચાર બંગડી વારી ગાડી એટલે = ઔડી

Advertisements