૨૫૧ માં “આઈફોન “ મોબાઈલ !!!!

એક કંપની  એ જાહેરાત કરી કે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ ૧જીબી રેમ – ૮ જીબી મેમરી  વારો ફોન ખાલી ૨૫૧ માં આપશું. આપડે બીજું શું  જોઈ … લોકો એ ૨૫૧ માં ફોન લેવા  કંપની  ની સાઈટ ની પુંગી વગાડી  નાખી ને ઓનલાઈન પડાપડી કરી. છેલ્લા સમાચાર મુજબ હવે એ કંપની એ બુકિંગ બંધ કરી દીધું છે. અને  હા જો તમારો વારો  આવી ગયો હોઈ એ  ફોન બુક કરવા માં તો અભિનંદન .. ને ચાર મહિના રાહ જોવો ૨૫૧ ના મોબાઈલ હાટુ.

તમને એમ થાશે કે આ  અશ્વીનીઓ ૨૫૧ માં  “આઈફોન “ મોબાઈલ  ની વાતું કેમ કરે છે ? વાત જાણે એમ કે આ ૨૫૧ વારો ફોન આવશે એવી થોડા ટાઈમ પેલા ખબર પડી હતી મને… તો મારા “ઇવેન્ટ બ્લોગીંગ “ ના ભેજા માં આઈડિયા આવીઓ ને અગાઉ થી મારા એક બ્લોગ પર આ  “૨૫૧ માં મોબાઈલ” વારી પોસ્ટ કરી હતી  જેમ કે કેવો આવશે ને કેવી રીતે લેવો એ બધું . …

તો જે દિવસે બુકિંગ ચાલુ થયું ત્યારે ગુગલ દેવતા ની દયા થી મારી બ્લોગ પોસ્ટ પર ઢગલો એક ટ્રાફિક આવીઓ .એ માનવ મહેરામણ એ  કંપની ની સાઈટ ની જેમ મારી સાઈટ ની પણ પુંગી વગાડી નાખી. વેબ સર્વર પર કેપેસીટી થી વધારે માણસો એ એક સાથે વિઝીટ કરી ને  ..વેબ સર્વર ના પોપટ ઉડી ગયા. એક દિવસ આખો વેબ સર્વર ને ટ્રાફિક માં ટકાવી રાખવા ની મહેનત ને સાથે સર્વર  ને અપગ્રેડ કરવા માં થયેલ લોચા લાપસી. પણ પછી ના ૩ દિવસ સર્વર સારું એવું હાલીયું ને બ્લોગ ના લગભગ  ૨૧,૧૦,૦૦૦  જેટલા પેઈજ જોવાણા…આજકાલ ની ભાષા માં કહીએ તો “ ૨ મિલિયન “ થી  વધારે

હવે કરીએ મુદા ની વાત આ “ ૨ મિલિયન “પેઈજ જોવાણા એમાં થી મને શું મળ્યું ?? તો વાત જાણે એમ છે કે આ બધી માથાકૂટ ના અંતે ૪ દિવસ માં ગુગલ એડસેન્સ ની જાહેરાત માંથી લગભગ ૧૨૦૦૦ $ એટલે  “પોણો મિલિયન “ ભારતીય રૂપિયા કમાણો. 🙂 🙂 ને હજુ ધીમે ધીમે આવક ચાલુ છે .ગામ ને ૨૫૧ માં મોબાઈલ મળે કે ના મળે આવતા મહીને પેમેન્ટ આવે એટલે આપડે “સફરજન “ વારો ફોન જરૂર લઇ હક્સું . થઇ ગયો ને  ૨૫૧ માં “આઈફોન “ મોબાઈલ  …

હાલો પાછા મળશું … બીજો એક આવો ને આવો આઈડિયા છે એની તૈયારી કરવી છે  જો લાગી જાય તો ૧૨ મહિના ના ખીચડી ના થઇ જાય એમ છે….૧૨ મહિના ના કઢી નું થઇ ગયું છે.

તા.ક = આ ૨૫૧ વારો ફોન એ “આઈફોન ” જેવો જ લાગે છે 😛

Advertisements