એરલીફ્ટ – પોસ્ટ મોર્ટમ

“એરલીફ્ટ ”  આમ તો આ ઘટના વિશે  સાંભળેલું પણ ઘણું ઓછુ જાણતો હતો પણ ફિલ્મ આવતી હતી એટલે થોડું એ વિશે જાણવા ની કોશિસ કરી હતી તો થોડું વધારે  જાણવા મળ્યું . ૧૯૯૦ માં કુવૈત માં  યુદ્ધ જોન ની અંદર ફસાયેલ ભારતીયો ને ભારત પરત લઈ આવા  માટે  59 દિવસ માં ૪૮૮ ફ્લાઈટ ઉડાડી ને પોણા બે લાખ લોકો ને ભારત લાવવા માં આવિયા જે કાઈ થયું હતું એ  વિષય ને આધાર લઇ ને બનેલી ફિલ્મ છે    “એરલીફ્ટ” .   ફિલ્મ ની રાહ ઘણા ટાઈમ થી રાહ જોતો હતો પણ …… સાલું જોઈ એવું જામ્યું નહિ …

ફિલ્મ માં અક્ષય કુમાર ની સાથે નીમ્રિત કોર એ બે જાણીતા ચહેરા છે. અક્ષય કુમાર NRI બીઝનેસ મેન ના રોલ માં છે .રાઇનીમ્રિત કોર એટલે કેડબરી ચોકલેટ ની જાહેરાત માં જોઈ હશે એ … પણ નીમ્રિત કોર ને હું એની ફિલ્મ “લંચ બોક્ષ ” થી ઓળખું છુ.ફિલ્મ ની વાત કરું તો આપડા ના મોટા ભાગ ના લોકો માં જે દેશપ્રેમ ના વર્ષ માં બે વાર ઉભરા આવે એવી છે , ૨૬ જાન્યુઆરી ને ૧૫ ઓગસ્ટ તારીખે  એવું જ આ ફિલ્મ માં છે . ઉભરા આવે છે પાછા બેસી જાય છે.

“એરલીફ્ટ ” ફિલ્મ નું ટ્રેઇલર જોઈ ને જો અક્ષય કુમાર ની ફિલ્મ “બેબી ” જેવા થ્રિલ  ને સસ્પેન્સ ની આશા રાખશો તો બહુ નિરાસ થાસો. જે મેં રાખી હતી. દર વખત ની જેમ અક્ષય કુમાર નું જબરજસ્ત પરફોમન્સ છે પણ થોડી વાતો ફિલ્મ ને ઢીલી બનાવે છે જેમ કે ગીતો ,જેની ફિલ્મ માં બહુ જરૂર નથી પણ ઘુસાડવા માં આવિયા છે  , ઈરાક સેના નો ડાગલા જેવો મેજર એને જોવો એટલે લાગે કે આવા તે કાઈ મેજર હોઈ ??.  જયારે કોઈ વિષય ને લઇ ને ફિલ્મ જ  બનાવી  જ છે તો થોડું આઘા પાછુ હાલે … તો થોડું આઘા પાછુ કરી ને લોકો ને જમાવટ પડે એવું કૈક કરાઈ ને ???  જે આશા કરતો હતો  એવી  થ્રિલ  ને સસ્પેન્સ કે એકસન જેવું કાઈ નથી .

ઈન્ટરવલ સુધી એમ લાગે કે હમણા કૈક થાશે પણ ફિલ્મ કોઈ પણ સમયે થીયેટર ની  સીટ અણી પર આવી જાવ એવો સ્ક્રીન પ્લે નથી તો પણ કિયા કુલ હૈ હમ -૩ જેવી બકવાસ ફિલ્મ કરતા આ એરલીફ્ટ જરૂર થી જોવાઈ .

પાંચ માંથી અઢી  ખાખરા આપડી તરફ થી …….. કિયા કુલ હૈ હમ -૩ જોવા જાવું કે ના જાવું એ હજુ નક્કી નથી … થાતું સાંજે ખબર પડે …..

Advertisements