દિલવાલે નું પાઈરેટેડ પોસ્ટમોર્ટમ

આપડી ગુજરાતી ફિલ્મ “છેલ્લો દિવસ ” ની ભાષા માં કહું તો દિલવાલે એ મગજ નો અઠો કરી નાખીઓ. ફિલ્મ માં ગાડી કે ગાડી માં ફિલ્મ …જોવા ગયા દિલવાલે દુલ્હનિયા લે જાયેગે -૨ ને આ તો નીકળી રામ ગોપાલ વર્મા ની આગ થી એ બેદ

મેં તો ખર્ચો નથી કરીઓ … આપડે પાઈરેટેડ ઓનલાઈન જોઈ છે એટલે ખાલી ટાઈમ બગાડીઓ છે પૈસા નહિ એટલે બહુ કેવાનો હક નથી .રોહિત શેટ્ટી ની ફિલ્મ ને સાથે કાજોલ હતી એટલે ઓલા જમરૂખ ને સહન  કરવા નું જોખમ લીધું પણ …રોહિત શેટ્ટી એ વારી ઓઢયું છે સાવ આ ફિલ્મ માં . કૈક કહાની હોઈ ખાલી શાહરૂખ ખાન ના હિસાબે દર વખતે ના હાલે ..ગાડીઓ ઉડે ત્યાં સુધી ઠીક છે પણ કૈક બીજું તો જોઈ ને . એક એ કોમેડી સીન માં હરામ જો હસવું આવે હોઈ તો .

ફિલ્મ માં કાઈ કરતા કાઈ નથી … ના જોવાઈ …ને ખાસ કરી ને થીયેટર માં તો ના જોવાઈ પૈસા ખર્ચી ને.

એટલે રોહિત ભાઈ સાઉથ ની ફિલ્મો માંથી ૨-૩ સીન લઇ ને ફિલ્મો ના બને. લોકો લાંબો ટાઈમ તમારા હથોડા સહન નહિ કરી સકે  એટલે તમારી જે ટીપીકલ રોહિત શેટ્ટી ટાઈપ ફિલ્મ જેમાં મજા આવતી એ નથી. ગોલમાલ સીરઝ કે સિંઘમ જેવું કાઈ નથી

અમારા નરિયા ની ભાષા માં કર્હીયે તો .. અમો એ તમારી ફિલ્મ મનોરંજન માટે જોવા ગયા પણ તમો એ તો અમારી લાગણીઓ છિન્ન-ભિન્ન કરી નાખી છે.અમો ને તમારા તરફ થી આવી મગજ નો અઠો કરે એવી ફિલ્મ ની  આશા નોતી !!!

ના જોઈ હોઈ તો ગુજરાતી ફિલ્મ “છેલ્લો દિવસ ” જોવાઈ ને જોઈ હોઈ તો  હજુ બીજી વાર કે ત્રીજી વાર જોવાઈ પણ આ દિલવાલે તો નાં જ જોવાઈ…. ને “બાજીરાવ મસ્તાની ” નું થીયેટર માં જોઈ ને કહું કેવી લાગી ….

Advertisements