ફૂલ ટાઈમ બ્લોગીંગ : ૬ મહિના નો અનુભવ

લગભગ ૬ મહિના પહેલા નોકરી મૂકી ને ઘરે થી ફૂલ ટાઈમ બ્લોગીંગ કરવા નું  ચાલુ કર્યું. આમ તો મારી પાસે કોઈ એવો બ્લોગ નથી જે લોકો ને બતાવી સકે કે જોવો હું અહિયાં બ્લોગીંગ કરું છુ. મારું કામ કાજ  સીજન સ્ટોર જેવું છે. જે વેચાઈ ને જેની સીજન હોઈ એ વેચવાનું . જેને ઇવેન્ટ બ્લોગીંગ કહેવા માં આવે છે .

બ્લોગીંગ એટલે આઝાદી એ મોટી વસ્તુ છે મારા માટે . ના તો કોઈ રોક ટોક કે ના તો બોસ ની ટક ટક કે ના તો ઓફિસે પહોચવાની ચિંતા .ઘર એજ ઓફીસ એટલે મજા આવે એમ કરી શકીએ કામ કરતા કરતા કંટાળો આવે તો ડાન્સ કરી લેવાનો ,,,, જો કે મેં નથી કરીઓ. પણ ઘર એજ ઓફીસ એટલે કરી શકાઈ.

સિક્કા ની બે બાજુ હોઈ એમ અહિયાં પણ બીજી બાજુ છે જેમ કે ઘરે થી કામ કરો એટલે થોડા વધારે આળસી થઇ ને કામ કરો. એટલે હવે હું વિચારું છુ કે ઘરે થી થોડે દુર ઓફીસ લઇ ને કામ કરું એટલે ઓફીસ વારી ફીલિંગ આવે . ને બીજો લોચો એ કે ઘરે હોઈ તો મહેમાન આવે કે કોઈ આવે તો તમારે સાથે જ રહેવા નું ને .. માસી નો છોકરો આવે છે લઇ આવ તો ..કાકી ને બસ સ્ટેન્ડે ડ્રોપ કરતો આવ તો . ને આ લેતા આવજે  …. એવા થોડા લોચા પડે છે.

ઘણા લોકો પૂછે છે મારે ફૂલ ટાઈમ બ્લોગીંગ કરવું છે તો કરાઈ ??  તો જવાબ એ છે કે પહેલા એ નક્કી કરો કે તમારી ફાઈનાન્સિયલ પોઝીસન કેવી છે. કેમ કે બ્લોગીંગ માં આવક નક્કી નથી હોતી તો બની સકે કોઈ ફૂલ ટાઈમ બ્લોગીંગ કરવા આવે ને અનિશ્ચિત આવક ના હિસાબે નાણાકીય લોચા પડે … એટલે ધીમે ધીમે બધી સાઈડ જોઈ ને નક્કી કરવું કે આ મારા માટે કેમ રહેશે.

જો આખા ઘર નો આધાર તમારી પર હોઈ તો એટલીસ્ટ  ૧૨ મહિના આવક ના આવે તો પણ ઘર હાલે એટલા તો સક્ષમ હોવા જોઈ એવું મારું માનવું છે . કેમ કે કયારે ગુગલ કે તમારો  જેના પર આવક નો આધાર છે એ કૈક કરે ને બની સકે કે આવક બંધ થઇ જાય તો તમને એક ટાઈમ મળે ને આર્થિક સંકળામણ ના ઉભી થાય . સીધી વાત કે સીધું પડતું ના મુકાઈ બેસી ને સુઈ એમ જ ધીમે ધીમે સ્વીચ કરાઈ . ને જો તમારી પર ઘર નો આધાર કે તમે ઘરે પૈસા આપો કે ના આપો તો કાઈ ફેર ના પડે એવી પોજીસન માં હોવ તો બ્લોગીંગ ટ્રાઈ કરી શકાઈ. ગાજર ની પીપુડી સમજી ને વગડાઇ વાગે તો ભલે નહિ તો ખાઈ જવા ની.

ખાસ કરી ને જે છોકરા /છોકરીઓ કોલેજ માં હોઈ એ લોકો માટે બ્લોગીંગ એ મસ્ત આઈડિયા છે કે તમે ભણતા ભણતા કમાઈ શકો . આમ એ રોજ નેટ પર ઓછા માં ઓછી ૨-૩ કલાક બધા ની હાજરી હોઈ છે . આમાં કાઈ કરોડા ના રોકાણ નથી કે ના કરી શકો . કેફે કોફી ડે ની એક કોફી કે સારી સિનેમા માં ફિલ્મ જોવા જાવ એટલો  ખર્ચ છે  . હા  જેની બહુ જરૂર છે તો … ધગસ -ધીરજ ને નવું સીખવાની તાલાવેલી .

બાકી આપડે તો જલસા છે …આપડે કરોડ કમાવા ની ઈચ્છા નથી પણ જેટલું કમાઈ છે એટલા માં જલસા થી જીવવા મળે છે એ વધારે મહત્વ નું છે . હવે એ ના પૂછતા કે કેટલું કમાઉ છુ !!! 🙂 🙂 🙂 હા એક મલ્ટીનેશનલ કંપની માં સારી પોસ્ટ પર જે પગાર મળે એટલું કમાઈ લઉં છુ ઘરે “બરમુડા ” પહેરી ને આખો દીવસ પરિવાર સાથે રહી ને ,,,

૧૦ પાસ ને અનુભવ ના જોરે આપડું ગાડું ગબડે છે !!! આપડે હજુ આ ટ્રેન્ડ  આહિયા નથી ને ખાસ કરી ને ગામડે તો જરા પણ નહિ કે તમે ઘરે થી કામ કરી ને કમાઓ .  એટલે લોકો પૂછે ખરા કે આજ કાલ ભાઈ કેમ ઘરે ને ઘરે દેખાઓ છો …. શું કરો છો આજકાલ ???

બોનસ મજા  :  અહિયાં 

Advertisements