રાજકોટ એક દિવસીય મેચ  પાટીદાર V/S સરકાર

રવિવાર ની રજા ને મેચ ની મજા , પણ રાજકોટ ને ક્રિકેટ મેચ માઈ પેલા “ભત્રીજો “ એ  હળી  કરી ને મેચ ના બાને ગતકડા ચાલુ કરિયા. પેલા દિવસ થી ચાલુ કર્યું કે ભાઈ અમે આમ કરશું ને તેમ કરશું. આ સાંભળી ને સરકાર ની હાલત  તો ફાટી ગયેલા દૂધ જેવી  થઇ ગયી. એ પણ શું કરે દૂધ ના દાજેલા છે તો છાસ એ હવે ફૂકી ને પીવી પડે,,,, ચાન્સ તો કાંઈ લઇ ના સકે એટલે આગમચેતી થી  ચાલુ કર્યું . ટીકીટ લેવા આવશે એના ફોટા લેશું ને આ લેશું ને પેલું ફલાણું લેશું .

હકીકત માં એમાં એ મોટા લોચા છે એટલે સરકાર ની હવા ટાઈટ છે. ૨૯૦૦૦૦ ની ક્ષમતા વારા ખંઢેરી સ્ટેડીયમ ની ૭૦૦૦ ટીકીટ બારી તથા ઓનલાઈન પર વેચાણી છે. એમાં થી ૧૯૦૦ ટીકીટ ઓનલાઈન વેચણી છે એના મોઢા ના ફોટા ને આઇડી પ્રૂફ લીધા છે ??? હા બારી એ થી ટીકીટ વેચાની એના લીધા હશે. પણ બાકી ના અંદાજે ૨૦,૦૦૦ ટીકીટ ના ફોટા ને મોઢા લીધા ???  એ  ટીકીટો તો કિયા ગયી એ રામ જાણે … એટલે સરકાર ની હવા એટલે અ ટાઈટ છે.

ને મારો ભઈલા ને ગમે ત્યાં લડી લેવું છે ને ગમે એમ કરી ઓબીસી નો દાખલો લેવો છે. એટલે હાથે કરી ને હલકી કરવા ના ધંધા આદરીયા છે. નો કરે નારાયણ ને કૈક થયું ને આંતરરાષ્ટ્રીય લેવલે ગુજરાત ને પટેલ ની આબરૂ ના લીરા ઉડાડવા ના થયા છે . એટલે તો સરકાર ની ઈજ્જત દાવ પર છે માટે ૫-૬ હજાર પોલીસ ને દેશ ની સુરક્ષા એજન્સી ના જવાનો ગોઠવીયા છે .

કાલ રાત થી રાજકોટ માં મોબાઈલ ઈન્ટરનેટ બંધ છે ને સ્ટેડીયમ ની બાજુ માં ૧૪૪ કલમ લગાડી છે. એટલે જુવાનીયા ની પીતો બગડયો છે. ખાધા વગર હાલે પણ ઈન્ટરનેટ વગર ના હાલે . આમાં સરકાર ની હાલત એ સાપ સે છછુનદર ખાધો એવી હાલત છે. એટલે એને અ આવું કરવું પડે.

આપડે “અમારા વારા”  માટે  બહુ નથી બોલવું નહિ તો પાછુ ગાળાગાળી ચાલુ થાશે કોમેન્ટમાં . સરકારને એની વ્યવસ્થા માં જરા ભરોસો નથી એવું ચોખ્ખું દેખાઈ છે . વાત વાત માં ઈન્ટરનેટ બંધ ,, આ બંધ નું હથિયાર બહુ વાપરસો ને બુઠ્ઠું થઇ જાશે ને ટાઈમે કામ નહિ આવે … આનંદી ફોઈ 🙂 🙂 🙂 . મોદી કાકા ડીજીટલ ભારત ની વાતું કરે ને આયા છાસવારે ઈન્ટરનેટ બંધ,,, 😛

હશે ..બીજું શું ..મારે તો ખાલી લખવું છે એટલે લખી જાણી બાકી જે આ બધું ચલાવતા હોઈ એને ખબર ….ને આજે મેચ જોતા જોતા હારવા કરતા મને તો એ બીક બહુ લાગશે કે કિયાક “ બીજા લોચા “ ના પડે . મેચ શાંતિ થી પૂર્ણ થાય એવી પ્રાથના ,, બાકી મેં ટીવી ને બધે જે વ્યવસ્થા જોઈ છે એટલે લાગે છે કાઈ નહિ થાય ને  કાઈ આડા-અવડા થીયા ને લાગે છે ધોકા વારી થવા ની છે…. લોચો થયો ને આવતા ૫-૭ વરસ માટે રાજકોટ માં મેચ માટે નાહી નાખવા નું … હાલો જય પાટીદાર જય સરદાર

Advertisements