પારલે વારા પણ પોપટ બનાવે છે

વાત જાણે એમ હતી કે પારલે કંપની ની એક કેન્ડી આવે છે મજેલો (Mazelo)  નું એક પેકેટ લીધું . શ્રાદ્ધ પક્ષ  નું છેલ્લું શ્રાદ્ધ હતું તો મમ્મી એ કીધું દુકાને થી લેતો આવજે ચોકલેટ શેરી માં નાના બાળકો ને આપવા માટે. મેં તો લઇ ને મમ્મી ને આપ્યું ને એ મમ્મી શેરી માં વેહ્ચતા હતા ત્યાં મારા માટે વોરંટ આવીયુ ” અશ્વીનીયા આયા આવ તો ”

આપડે તો ગયા તો કેસ માલુમ પડીઓ .. મમ્મી એ કીધું આ પેક્ટ માંથી ખાલી ચોકલેટ ના ખોખા નીકળે છે 😛 મેં કીધું કેટલા નીકડા તો કહે પાંચ જેટલા નીકળા છે …. તો મેં વધેલું  પેક્ટ ખાલી કરી ને જોયું તો બીજા પાંચ ખાલી રેપર નીકડા ..ખાલી હવા હતી નો કેન્ડી ,,,એટલે આવી મોટી કંપની વારા પણ પોપટ બનાવે છે ….

પારલે વારા ને મેઈલ કરીઓ છે .. જોઈ શુ જવાબ આવે છે ,,, ફેસબુક કે ટ્વીટર પર એ લોકો એક્ટીવ નથી . તમે પણ સાક્ષી રૂપે વિડીઓ જોઈ લો ..

પેક-અપ : આજે હાર્દિક પટેલ મારા ગામ આવીઓ હતો ….. (આ વાત ને ખાલી હવા વાળા  પેકેટ નીકળા એ  ને કાંઈ લેવા દેવા નથી )

Advertisements