પાછુ બંધ થયું ઈન્ટરનેટ !!!

ઓલા “ભત્રીજા ”  ને પોલીસ પકડી ગયી ને “ફોઈ ” એ પાછુ ઈન્ટરનેટ બંદ કરીયું. ઓલો સખણો બેસતો નથી ને બીજા ને કામ કરવા દેતો નથી, આજ કાલ અડધા ધંધા તો ઈન્ટરનેટ ના સહારે હાલે છે. બહાર ના રાજ્ય માં વેચાતા માલ માટે નું ૪૦૨ ફોર્મ હોઈ કે મારા જેવા ઘરે બેસી ને બ્લોગીંગ કરતા હોઈ ને ઈન્ટરનેટ વગર છુટકો નથી.

ને પોલીસ ને અફવા રોકવા માટે બીજો કોઈ આઈડિયા નથી મળતો તો સીધે સીધું આખું ઈન્ટરનેટ બંધ કરે છે. અફવા ફેલાતી રોકવા ખાલી વોટ્સઅપ ,ફેસબુક ને બીજા સોશિયલ મીડિયા ને બંધ કરો ને ભાઈ આખે આખું ઈન્ટરનેટ બંધ કરી ને અમારા ધંધા ના સુ કામ ફાડો છો.

હજુ અમારે તો કેબલ ઈન્ટરનેટ હાલે છે એટલે પોસ્ટ લખું છુ પણ અમારો ધંધો તો બીજા લોકો ઈન્ટરનેટ વાપરે ને એના પર હાલે છે. મોદી ડીઝીટલ ઇન્ડિયા ની વાતું કરે ને આયા આ બેન “ઈન્ટરનેટ બેન ” કરાવી ને હાથે કરી ને પથારી ફેરવે છે.

બાપ ના બોલ થી અત્યારે વિધાન સભા ભંગ કરે ને તો આ સરકાર પાછી ના આવે. જુવાનીયા ને એક ટાઇમ ખાવા નો દિયો તો હાલે પણ ઈન્ટરનેટ વગર હાલે એમ જ નથી. જુવાનીયા ની ડગરી  ” ઈન્ટરનેટ બેન ” થી હવે એવી છટકી છે ને ….જે દી કમાન છટકી ને જોવા જેવી થાશે

અનામત અનામત ના ઠેકાણે પણ હાથે કરી ને બીજા લોકો ને હેરાન કરવા ના … ઈન્ટરનેટ બંધ થયું એસટી ની સેવા બંધ થઇ ગયી ,,કૈક થાશે ની બીકે લોકો ધંધા બંધ કરે ને ઘરે આવી ગયા, ને હજુ તો કાલે ગુજરાત બંધ કરવા ની વાતું થાય છે ,,,,,

આમ ને આમ હાલે ને તો કસમ થી બીજા દેશ માં શરણ માગવું પડશે

જાજુ નથી લખવું નહિ તો પાછા ગાળા ગાળી કરવા આવી જાશે !!!

Advertisements