હવે શાંતિ છે !!!!

હાશ હવે ગુજરાત માં શાંતિ થઇ ગયી ને લોકો આવનાર તહેવાર ની તૈયારીઓ કરે છે ને પ્લાનિંગ મુજબ લોકો ફરવા માટે ની પણ તૈયારીઓ કરે છે . ને મારા બ્લોગ પર પણ હવે શાંતિ થઇ છે

મારી “પટેલ ના દીકરા તરીકે લખેલ પોસ્ટ ” સોશિયલ મીડિયા માં વાઈરલ થઇ ગયી હતી લગભગ 2K થી વધુ ફેસબુક શેર થઇ ગયા હતા ને બ્લોગ પર કોમેન્ટ નો મારો એવો જોરદાર હતો કે વિઝીટ કરવા આવતા લોકો માંથી અડધો અડધ લોકો કોમેન્ટ કરતા હતા . જેમાં જે લોકો ને પોસ્ટ નોતી ગમી એ લોકો ની ગાળા ગાળી 😛 ને સારી કોમેન્ટ પણ હતી. અંતે કંટાળી ને એ પોસ્ટ ને દુર કરી ,,,,, કેમ કે ધંધો કરવો કે એ લોકો જોડે બ્લોગ માં કોમેન્ટ ના માધ્યમ થી બાજવા (લડાઈ )કરવા બેસું ??

બે દિવસ માં લગભગ 20K  થી વધુ વિઝીટ હતી તો કોમેન્ટ નો અંદાજ લાગવો કેટલી કોમેન્ટ હશે …. 😛 હવે તો બધું હતું એવું ને એવું થઇ ગયું … ને સાતમ આઠમ ને મેળા ને શ્રાવણીયો જુગાર રાહ જોવાઈ છે  😛

Advertisements