એક પટેલ ના દીકરા તરીકે લખેલ પોસ્ટ

એક પટેલ ના દીકરા તરીકે લખેલ પોસ્ટ

બહુ કેવા ની જરૂર નથી અત્યારે બધા ને ખબર પડી ગયી છે જે કાલરાતે થયું એ પછી સાલી શરમ આવે છે. જે વાત નો મને ડર હતો એજ થયું. સમજણો થયો ત્યાર થી આજ સુધી છાતી ઠોકી ને કહી સકતા કે હું પટેલ છુ. એક શાંત સહાસી ને ઉધમી જ્ઞાતિ તરીકે ઓળખાતા પટેલ ને ઈમેજ ની ઉપર એક કાળી લીટી આંકી નાખી.

એક ૨૨ વરસ નો છોકરો કિયે ને તમે હાલી નીકળો “અનામત “ માંગવા ?? નીકળો તો ભલે નીકળો માંગવાનો હક બધા ને છે આખી દુનિયા માંગે છે તમે પણ માંગો. પણ આવી રીતે માંગવાનું??વોટ્સઅપ પર પટેલ ના ગ્રુપ માં બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે અમે આટલા છીએ ને અમે આટલો ટેક્સ ભરીયે છીએ ને અમેરિકા માં અમારા ઇશારે અમુક રાજ્યો માં ગવર્નર ચુંટાઈ છે. બસ કરો ને હવે ,,,,, કાલે જે કર્યું પછી આપડી પાસે કાઈ બોલવાનો હક નથી રહીઓ.

આપડે સૌથી વધારે ટેક્સ ભરીયે છીએ ના દાવા કરીએ છીએ તો કાલે જે એસટી બસ , નગર પાલિકા ની કચેરી કે પોલીસ સ્ટેશન તોડયા એ અફઘાનિસ્તાન ના પૈસે બનીયા હતા ??? તોડતા પેલા વિચાર આવીઓ હતો કે આપડે જે વધારે ટેક્સ ભરીયે છીએ ના દાવા કરીએ છીએ એ જ પૈસા થી એ બન્યું છે. અડધી રાતે સળગા સળગી કરવી ને દેકારા કરવા શું આ પટેલ નું શક્તિ પ્રદર્શન છે ??

શક્તિ પ્રદર્શન કરવું હોઈ તો શાંતિ થી કરો ,,, પટેલો ને પટેલ સંસ્થો પાસે કેટલી કોલેજ ને કેટલા ધંધા છે ?? મને ખબર છે ત્યાં સુધી ઘણા છે તો એ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માં મેનેજમેન્ટ પાસે ઘણી સીટો હોઈ છે. પટેલ નું પેટ માં બળતું હોઈ તો એ મેનેજમેન્ટ કોવોટા ને એનઆરઆઈ ની જે સીટો છે એ પટેલ ના છોકરા ને મફત માં આપી દો. જો આપડે જાતે કરી શકીએ છીએ તો શા માટે માગવું?? તમારા પાસે પૈસા છે ને આપડી સમાજ ના કોઈ ગરીબ હોઈ ને તેનો હોશિયાર છોકરો હોઈ તો જોડે રહી ધંધો કરો તમારો ફાયદો ને આપડો એક પટેલ નો દીકરો સેટ થઇ જાય. પણ એમાં પેટ માં દુખે.

આ પટેલ અનામત આંદોલન નહિ પણ પટેલ ના મત મેળવવા નું આંદોલન જેવું લાગ્યું . હું એકલો બોલું ને આખું સ્ટેજ હું જ સંભાળું જેવી અરાજક માનસિકતા કાલે ચોખે ચોખી દેખાણી. આવડી મોટી પબ્લિક ભેગી કરી ને કાઈ નકી નહિ કે રેલી કાઢવી કે “રેલો “ .અંદરો અંદર વાહ વાહી લૂટવા માટે થોડી વાર માં પ્રેસ સામે કહી દેવું કે એ અમારું નહિ પેલા ભાઈ નું પોતાનું નિવેદન કે ઈચ્છા છે. સળગાવી નાખ્સું ને તોડી નાખ્સું ના જાહેર માં પડકાર એ એક “પટેલ નેતા” નહિ કેવતા બિહાર ,યુપી ના નેતા જેવી દેખાતું તું.

કાલે એક કલાક ના ભાષણ માં એ ભાઈ પટેલ અનામત માટે કેટલી વાર બોલીયા ?? રોકડું ૧૦ મિનીટએ નહિ . બાકી ના ટાઈમ માં મુખ્યમંત્રી ને પ્રધાન મંત્રી ને કોશવા ની જ વાત કરી. લોકો ને ઉશ્કેરવા નું જ કામ કર્યું .” બિહાર માં નીતીશ કુમાર અમારા છે “ ….ભાઈ મારે નથી જોતા એવા નેતા. એકલું જવાની નું જોસ લાંબુ ના હાલે ભેગા વડીલો ના અનુભવ ને કુનેહ જોઈ. કોઈ પટેલ સમાજ ના વડીલ ને ત્યાં બોલવા દીધા ?? ના ,,,,ત્યાં જ અંદરો અંદર ડખા હતા.

ઘણા ને એમ કેવું છે પોલીસે અત્યાચાર કર્યો ,,,,હા થયો હતો પણ આપડી ભૂલ દેખાણી ,,પણ એ પછી તમને કોણે હક આપી દીધો કાયદાને હાથમાં લેવાનો??? આપડે રેલી કરવા માટે મજુરી માંગી એ આપી . ગ્રાઉન્ડ નું ભાડું થી માંડી ને ટોલટેક્ષ ના લેવા સુધી ની સરકારે સહયોગ આપીઓ એ ને સરકાર ની મજબૂરી સમજી ?? રેલી ની મંજુરી લઇ ને આમનરાંત ઉપવાસ પર બેસી જાવ એ કાઈ વાત છે. ખુદ કલેકટર બીજા લોકો ને હેરાનગતિ ના થાય માટે આવેદનપત્ર લેવા ત્યાં આવે ને તમે એમ કહો કે હવે તો મુખ્યમંત્રી આવે એ કાઈ રીત છે ,,,, યુ-ટન જ મારવા ના ??

શાંતિ થી ધંધો કરો ને આવતા તહેવારો શાંતિ થી ઉજવીએ ,,,, આપડી આજુ બાજુ માં કે કુટુંબ કોઈ છોકરા આવું તોડફોડ કરવા નું વિચારતા હોઈ એ ને બેસાડી સજાવીએ. એક શાંત જ્ઞાતિ જે આપડી છાપ છે એ હાથે કરી ને ના બગાડીએ. આજયે “પટેલ “ ના દીકરા તરીકે પોલીસ સ્ટેશન થી લઇ ને પાર્લામેન્ટ સુધી જે માન મળે તેને ખોવા ના દઈએ. દેશ નું કે રાજ્ય નું કે આપડા શહેર ની મિલકત નું નુકસાન આપડે આપડા ખીસા માંથી જ આપવાનું છે કોઈ રાજકારણી કે કેવતા આપડા નેતા નહિ આપે.

ઘણા ને આ સાચું થોડું ખોટું લાગશે પણ ભલે લાગે એક ભારત ના નાગરિક ને પટેલ ના દીકરા તરીકે મને મંજુર છે …… “ જય હિન્દ “

Advertisements

38 thoughts on “એક પટેલ ના દીકરા તરીકે લખેલ પોસ્ટ

 1. Arvind Adalja કહે છે:

  શાબાશ દોસ્ત ! સાચી વાત કહેવા માટે ! આ પોસ્ટ મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આપને એ વિષે કોઈ વાંધો નહિ હોય તેમ માની ને !

 2. Jayesh Soni કહે છે:

  I definitely agree with your opinion, If you have a strong community then why to agitate in forceful manner. you can request the same by various polite means but showing the anguish by burning the properties which was of our own brothers and sisters makes the whole scenario upside down and it wont fetch the ears of ministers. truly sad karma by our brothers

  • અશ્વિન પટેલ કહે છે:

   ભાઈ જેને સરકાર આઝાદી થી અત્યાર સુધી આપે છે એની પાસે શું છે ??? આપડે જાતે મહેનત કરી ને આગળ આવિયા છેએ એજ આપડો મોટો પાવર છે. બાકી કોઈ આપે ને તમે આગળ આવી જાવ એ વાત માં દમ નથી

 3. roshni's wonderful world કહે છે:

  Ashwin Patel.. your thoughts are good..but why you haven’t initiated anything till now to remove reservation and have everything based on skills and merrits..now you are saying patel no dikro rally na kadhe..aa badha riots patel to nathi j karta..aa bija badha kare che heran karva…and why no one has initiated anything till now to remove reservation and have equality.. badha ne bas khai pi ne unghvu j che…aavu vicharta to haju sudhi angrejo na gulam j rehta…

  • અશ્વિન પટેલ કહે છે:

   ભાઈ હું રેલી કાઢવા ની વિરુદ્ધ માં નથી ને હું પોતે જાતી આધારિત અનામત નો વિરોધ કરું છુ ,,,, ભાઈ મને પણ ખબર છે બધી તોડ ફોડ પટેલ નથી કરતા ..આમાં બીજા પણ હોઈ શકે છે. મેં આજે જોયું છે.

   બાકી આઝાદી થી અત્યાર સુધી જેને અનામત મળી છે એ ને શું કંકોડા પ્રગતી કરી લીધી.જો આપડા માં હોઈ તો પ્રગતિ કરી શકીએ ,,, ને જે આપડે કરી છે

 4. Raju Vithani કહે છે:

  Mast lakhyu .. mast kidhu .. i agree .. to tu bhai .. kya hato … tare stage par aavi ne loko ne samjavani jarur hati ne …. thaya pachhi to sau ek bija par akshepo kare ..ato kai vyajbi vaat nathi . patelo na name par rajneeti ramani chhe .. ena vishe pan ke thodu etle loko ne khabar ..

  • અશ્વિન પટેલ કહે છે:

   ભાઈ હું રાજકારણી નથી ને મારા બ્લોગ બીજી એક પોસ્ટ છે એ વાંચી લે મેં એમાં પણ ઈશારો કર્યો છે આમાં કીયક રાજકારણ છે ,,,,, ને હું કોઈ આક્ષેપ નથી કરતો જે થયું છે એ સ્વીકારું છુ. ભલે અત્યારે જે સ્થિતિ છે એમાં બીજા અસામાજિક તત્વો પણ હવે લાભ લિયે છે પટેલ ના નામે

 5. Vinay Patel કહે છે:

  પટેલ ધંધો કરે ધમાલ નઈ . . . . નક્કી આમાં બીજા કોઈ બીજા નો હાથ છે . . .

  BTW

  “રાત પડી ગઈ છે, સોસાયટી ના ગેટ લોક કરી દેજો નહિ તો પોલીસ આવી જશે.”

  Aavu y post karvu pade che ena vise su keso patel saheb ?

 6. Vinay Patel કહે છે:

  લાસ્ટ પોસ્ટ માં : પોસ્ટ વાંચતા પહેલા એક ચોખવટ ,,, આપડે આ આંદોલન નો વિરોધ કે સપોર્ટ કરતા નથી …. .

  આ પોસ્ટ માં : “એ હિસાબે હું પણ અનામત નો વિરોધ કરું છુ”

  સપોર્ટ છે કે વિરોધ એ નક્કી નથી એમ ને . . તમારું ય કામ રાજકારણી જેવું છે

 7. Jayvijay Gohil કહે છે:

  બસ, વાહનો અને બીજી જાહેર સંપતિને નુકશાન પોહચાડીને અનામત લેવાના વિચારો પટેલ જેવા બુદ્ધિસાળી અને શાંતિપ્રિય સમાજના તોહ ના જ હોઈ શકે. હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે જેના માટે લખ્યું છે એમને સમજાય જાય તોહ બહું સરસ બાકી અહીનું કર્યું અહિયાં જ છે. તમારી જાત સાથે એક ગૌરવ જોડાયેલું છે કે તમે સરદાર પટેલના વંશજ છો, ભવિષ્યમાં શું આવા કોઈ 20-22 વર્ષના ડફોળને તમારી ઓળખ બનાવવા માંગો છો?

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s