આ અમારું અનામત નું ભૂત જોરદાર ધૂણે છે કે નહિ ??

તા .ક : પોસ્ટ વાંચતા પહેલા એક ચોખવટ ,,, આપડે આ આંદોલન નો વિરોધ કે સપોર્ટ કરતા નથી ,,,, 😛 😛 

ઘણા ટાઈમ થી અમારા પટેલ ને અનામત જોઈ છે તો નાના મોટા સીટી માં રેલીઓ થાય છે ને આવેદન પત્રો અપાઈ છે. આપડે આવી રેલી માં કયારે ગયા પણ નથી ને જાવું પણ નથી 😛 થોડા દિવસો માં અમદાવાદ માં કઈક મોટી રેલી છે એવું કહે છે. આ બધું તો આપડે મીડિયા માં ફોટા ને સમાચાર જોઈ છી ને મને તો એવું લાગે છે અમારા પટેલ માંથી કોઈ અરવિંદ કેજરીવાલ થવા નો છે  આ ફોટો જોવો જે દિવ્ય ભાસ્કર સમાચાર સાઈટ પર થી લીધો છે જે પાટણ ની રેલી નો છે.

Screenshot_3

ઉપર નો ફોટો જોઈ ને અરવિંદ કેજરી વાલ ના આમ આદમી પાર્ટી ની યાદ નથી આવતી ?? ” મેં આમ આદમી હું ” વારી ટોપી જેવી ટોપી પહેરી ને બદલે અમારા પટેલ લોકો ” હું પાટીદાર છુ ” ટોપી પહેરી ને અરવિંદ જેવી વાતો કરતા લોકો જોઈ ને મને તો એ બીક છે ગુજરાત માં કોઈ બીજો અરવિંદ કેજરીવાલ ના થાય.

મેં તો એ પણ જોયું છે કે આ આંદોલન ના કર્તા-ધરતાં ભાઈ છે એ અરવિંદ કેજરીવાલ ને ભક્ત છે એટલે કદાચ આમ આદમી પાર્ટી ની જલક આ આંદોલન માં દેખાઈ છે. એ ભાઈ ની ટ્વીટર પર ટ્વીટ જોતા તો એવું જ લાગે છે.

હાલવા દિયો બીજું શું ??? બાકી આખી રાત ભૂવો ધૂણે ને સવારે કહે હું તો ” રૂપો ” છુ …. જોઈ હવે ” ધુણી ધુણી ને રૂપા વારી ” નો થાય ને એ બધું ઠીક આ અનામત ના ચિરાગ માંથી ” અરવિંદકેજરીવાલ” જેવો જીન નાં નીકળે !!!

Advertisements

One thought on “આ અમારું અનામત નું ભૂત જોરદાર ધૂણે છે કે નહિ ??

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s