ફૂલ ટાઈમ બ્લોગર !!!!! અકા #સ્પામર

ઘણા ટાઈમ થી પોસ્ટ નથી કરી અહિયાં ,, દર વખતે પોસ્ટ કરું ત્યારે એજ કહું હવે કાયમ કૈક લખીસ પણ નથી લખાતું। લગભગ એક મહિના પહેલા જ ફૂલ ટાઈમ બ્લોગર !!!!! અકા #સ્પામર બનીયો છુ . મેતાજી તરીકે જે નોકરી કરતો હતો એ મૂકી દીધી છે . હાલ માં “કઢી -ખીચડી ” માટે જે કમાવું પડે એનો પૂરે પૂરો આધાર હવે ઘરે બેઠા ઓનલાઈન કમાવા ની શરૂઆત કરી છે . આ પહેલા પણ કમાતો હતો ઓનલાઈન બ્લોગીંગ કરી ને પણ સાથે નોકરી પણ કરતો હતો.

આમ તો હું જે કરું છુ એ બ્લોગીંગ ના કેવાય ,,, કેમ કે એ મોટા ભાગે મારા મતે સ્પામિંગ જ છે . ભારત માં બહુ ઓછા લોકો પ્રોફેસનલ બ્લોગ્ગ્ગર છે। બાકી મોટા ભાગ ના લોકો કોલર ઉચો રાખવા માટે કહે હું બ્લોગર છુ . આમ તો વર્ષે ” કઢી -ખીચડી ” માટે જેટલા કામવા પડે એટલા પૈસા તો ઓનલાઈન કમાઈ લેતો હતો પણ અમુક કારણોસર હું સાથે નોકરી કરતો હતો . પછી હવે એમ થયું જીંદગી માં બહુ ધંધા ચેન્જ નથી કરિયા તો હા કરીએ

હાલ માં જે કરું છુ એ આમ તો મજા ની લાઈફ જેવું છે ,,,, ના બોસ ની ટકટક ના તો “હોફીસ ” મોડું પોચવા નું ટેન્સન ,,, કોઈ રોક ટોક નહિ ,,, મજા આવે એવા કપડા પહેરી ને લેપટોપ લઇ બેસી જવા નું કોઈ કામ ના કલાકો નક્કી નહિ . અંગ્રેજી માં હજુ લોચા છે પણ અનુભવ ના જોરે સારું એવું કમાઈ લઇ છે એટલે ચાલે,,,

આ ટ્રેન્ડ હજુ ગામડે નથી એટલે આજુ બાજુ વારા તરત કહે કેમ ભાઈ આજકાલ કાંઈ કામધંધો નથી કરતા ?? તો કહીએ કે ભાઈ હું આવું કરું  છુ  એટલે એ લોકો ના મન માં તરત આવે કે “આ ધંધો ના કરવા ના બહાના છે ,,,ઘરે બેઠા સુ તંબુરો કમાઈ ,,, કોણ બાપ આમ પૈસા આપે “”” . અમારે અહિયાં દરેક ના સ્માર્ટફોન માં ઇન્ટરનેટ છે પણ એ લોકો માટે ઇન્ટરનેટ એટલે ફેસબુક વોટ્સએપ , ઓનલાઈન તીન પત્તી ને વધી ને ઓનલાઈન ફોન માંગવા એ સાઈટ માંથી જે ટીવી માં જાહેર આવે છે.,,, એ જે વિચારે એ હેને

આજકાલ હું એકલો નથી કે ઘરે બેઢા ઘર ચલાવી શકાઈ એટલા પૈસા કમાવ છુ પણ ઘણા બધા લોકો છે જે લોકો આવી રીતે કામ કરે છે , મારે તો હજુ એક મહિનો થીઓ છે જોઈ હવે આગે આગે હોતા હૈ કિયા ,,,,,,

ફરી પાછા અહી લખતો રહીશ ની “ટોફી ” સાથે મળતા રહીશું ,,,,,

Advertisements

4 thoughts on “ફૂલ ટાઈમ બ્લોગર !!!!! અકા #સ્પામર

  1. Deepak કહે છે:

    અશ્વિનભાઈ મને પણ તમે થોડીઘણી કમાણી કરવાની ટીપ આપી શકો? મારો પણ એક ગુજરાતી બ્લોગ છે….મારી દુનિયા. અઢીએક વર્ષથી થોડું ઓછું લખાય છે, પણ હવે ફરી લખવાનો વિચાર છે.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s