ભૂકંપ ,,,,, હું અને આપણે

નેપાળમા  જે ભૂકંપ આવીઓ છે ત્યાં શું પરિસ્થિતિ હશે એ ગુજરાત માં રહેતા હોઈ અને કેવી ના પડે , ભૂકંપ નું નામ પડે એટલે આપડી નજર માં સીધી 26 જાન્યુઆરી 2001 ની સવાર નજર સામે આવી જાય  છે  . નેપાળ ના લોકો ની કેવી સ્થિતિ હશે એ કેવા ની જરૂર ના પડે કેમ કે આપડે બધા એ અનુભવેલ છે  .

પણ આપડે કેટલા તૈયાર છીએ ?? ભગવાન ના કરે પણ જો 2001 જેટલી તીવ્રતા ભૂકંપ આવીઓ  ભવિષય માં  તો આ વખતે તબાહી મોટી હશે. ખાસ કરી ને હાઈ રાઈઝ  બિલ્ડીંગ નો એમાં મોટો ભાગ હશે. હું સિવિલ એન્જીન્યર નથી પણ જમીન ની ઉંચી કિમતો ના હિસાબે જે એપાર્ટમેન્ટ  ના નામે બમ્બુડા ઉભા કરે છે એ માંથી મોટા ભાગ ની ઇમારતો ટકી શકે એવી છે જ નહિ.

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર  મેનેજમેન્ટ ના જે આખા ગુજરાત માં ભૂકંપ માપક કેન્દ્ર આવેલ છે  તેમાંથી એક કેન્દ્ર મારા ઘર થી નજીક છે ને મારા પપ્પા એ સેન્ટર માં હંગામી ધોરણે નોકરી કરે છે  તો ઘણી વાર ત્યા આવતા નાના -મોટા જીયોલોજીસ્ત ચા-પાણી/ જમવા  માટે મારી ઘરે આવે છે ને એ લોકો જોડે ઘણી વાર આ વિષય પર વાતો કરવા નો મોકો મને મળી જાય છે.  ભૂકંપ આવિયા પછી ના ભૂકંપ માપક કેન્દ્ર  ડેટા ને ભૂગર્ભ હિલચાલ  ને ફોલ્ટ લાઈન  લઇ  સેસ્મિક ઝોન માં જે ભાગ પાડવા માં આવિયા છે તેમાં ગુજરાત અને ખાસ કરી ને અમારા સૌરાષ્ટ્ર /કર્ચ્છ  ને  ચોથી કેટેગરી માં  મુકેલ છે  એટલે  ઉચી  તીવ્રતા  વારા ભૂકંપ આવવાનો વધારે ખતરો છે ,,,,,એટલે ગમે ત્યારે।…હુમ્મ્મ્મ

મેં જોયું છે અમારે મોરબી માં આવા એપાર્ટમેન્ટ  ના બમ્બુડા ની  લાઈન થઇ છે. સિંગલ બેડ ના મકાન બનાવતા  હતા એ આજે 8-10 માળ ના એપાર્ટમેન્ટ બનાવે છે. સ્ટેબીલીટી ના કાગડિયા  ને લે-આઉટ પ્લાન પ્લાન પાસ કરાવી કરાવી ને સસ્તા માં સસ્તા ફ્લેટ વેચવાની હોળ જામી છે ને લોકો હોશે હોસે કાઈ પણ જોયા વગર લિયે પણ છે. અમારે મોરબી માં એક એરિયા છે રવાપર રોડ પર “બોની પાર્ક ” રીતસર એક એપાર્ટમેન્ટ લગોલગ બીજું એપાર્ટમેન્ટ છે. ને જો આવું કાઈ થાય  ને તો કોઈ ને ખુલ્લી જગ્યા માં જવાઈ એવું પણ નથી

બીજું કે મને જયા સુધી ખબર છે ત્યા સુધી મોરબી નગર પાલિકા પાસે 8-10 માળે  આગ લાગે તો ત્યા પહોચી આગ ઓલવી સકે એવા સાધનો પણ નથી ,,, જીલ્લો બનિયા પછી આવિયા હોઈ તો ખબર નથી. મોસ્ટ ઓફ એપાર્ટમેન્ટ માં ગેસ ની લાઈન પણ છે ઉપર ના માળ સુધી। નગર પાલિકા અમુક ઉચાઇ થી વધારે ના મકાન બનવાની મંજુરી નથી આપતું તો એ લોકો આજુ બાજુ ના નજીક ના ગામડા છે  જયા હજુ ગ્રામ પંચાયત છે ત્યા થી મજુરી લઇ ને એપાર્ટમેન્ટ  ના  બમ્બુડા ઉભા કરે.

ભગવાન બધા નું ભલું કરે ને આવી તબાહી જોવી નાં પડે ,,,એવું   કયારે ના થાય પણ કયારે સુ થાય એ કિયા કોને ખબર છે. ચેતતા નર સદા સુખી. નેપાળ ભૂકંપ  પીડિત ને હિમત આપે ને,,,,,,,,, એપાર્ટમેન્ટ  ના બમ્બુડા માં રહે છે અને આવું કાઈ થાય  તો ભાગવાનો ટાઈમ આપે ,,,,જય હનુમાન

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s