હેમ હો ?? હજા માં ,,,,,,,,,,,, નવા વરસ ના રામ રામ

અરે એમ કહું છુ કેમ છો ?? મજા માં ?? બસ જો આપડે પણ મજા માં હો ને નવા વરસ ના રામ રામ કેવા નું કારણ આજે નવું નાણાકીય વર્ષ શુરુ થયું ને હું રિયો મેતાજી તો નવા વરસ ના રામ રામ કેવા પડે ને ,,,, તો પછી 🙂

ઘણા ટાઈમ થી આમ તો આ બ્લોગ સુષુપ્ત અવસ્થા માં છે લગભગ લગ્ન પછી . ટાઈમ તો છે પણ સાલી આળસ થઇ જાય છે લખવાની એ આળસ નું પરિણામ કામણી ના બ્લોગ માં પણ દેખાઈ છે આવક નો ગ્રાફ 2014/15 માં ઘણો નીચો આવીઓ . ને આજકાલ કૈક નવું કરવા માટે ફેસબુક બંધ જેવી હાલત માં છે એક મહિના થી ને સીધું પરિણામ દેખાણું ગુગલ એડસેન્સ ની આવક્ક માં.

હવે આમ પણ બહુ આળસ નહિ થાય કેમ કે ઓફીસ માં મસ્ત ફાસમ ફાસ નેટ લગાવા માં આવ્યું છે . 2 MBPS 🙂 🙂 તમને એમ થાશે કે આ ફાસમ ફાસ નેટ કેવાય પણ ભાઈઓ ને બેનો લોકો ત્રણ જી (3G ) વાપરે છે ને ધીરુભાઈ અંબાણી નો મોટો ગગો ચાર જી (4G ) ના બમ્બુડા ઉભા કરે છે ને હું બીએસેનએલ નું ડાયલ અપ નેટ વાપરતો તો મને તો આ ફાસમ ફાસ નેટ જ લાગે ને ને તો આ સાથે પ્રસ્તુત છે નવા નાણાકીય વર્ષ સંકલ્પો (હાઈ રીઝોલુસન 😛 😛 )

– ફેસબુક ને બીજા સોશિયલ ઓટલે બહુ જાવું નહિ
-સવારે વહેલા ઉઠી ને જે વોકીગ કરવા નું ચાલુ છે એ ધીમે ધીમે દોડવા માં ફેરવવું
– આવતા વર્ષે 30% ઇન્કમ ટેક્ષ ભરવો પડે એ રીતે લડી લેવું
-આ બ્લોગ માં અઠવાડિયે ઓછા માં ઓછી 2-3 અપડેટ કરવી , ભલે 3-4 લીટી મેં
-DSLR કેમેરો લેવા નો ને વારી ઘડીએ મોબાઈલ ના બદલવો (આ તો ઘણા ટાઈમ થી વીશ લીસ્ટ માં છે )
– નાનું મોટું ઘણું બધું છે બધું આયા નો લખાઈ ને બાપલા !!!

લગ્ન ને લગભગ 13 મહિના થઇ ગયા છે ને આ ગાળા માં મારા માં ઘણો બદલાવ આવીઓ છે,,,,,એ વાત બે દિવસ પહેલા મમ્મી એ કીધી 🙂 🙂 હું ઘર નું વધારે ધ્યાન રાખતો થયો છુ એવું મારા મમ્મી નું કહેવું છે . ઘર ના ઘણા કામો કે મેં કયારે નોતા કરિયા જયારે હું કુંવારો હતો એ કરતો થયો છુ જેમ કે બજાર માંથી ઘર ની વસ્તુઓ લાવવી ને શાકભાજી લેતા આવા (આ માટે થેન્ક્સ ટૂ http://tajamaja.com ઓનલાઈન ઓર્ડર એટલે આવી ને આપી જાય છે ) હાલો આવજો પછી મળીયે બાકી ” પરણેલા છો તો હિમત રાખજો ” ….

Advertisements

3 thoughts on “હેમ હો ?? હજા માં ,,,,,,,,,,,, નવા વરસ ના રામ રામ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s