બેબી નું રીવ્યુ – પોસ્ટ મોર્ટમ

સીધો રીવ્યુ કહું તો આ ફિલ્મ ૧૦૦ % જોવા જવાઈ જો તમને એકસન ફિલ્મો ગમતી હોઈ તો . નીરજ પાંડે ની “વેનસ્ડે “ ને “સ્પેશિયલ ૨૬ “ પછી ની એક જોરદાર ફિલ્મ . ફિલ્મ નું ડાયરેક્સન,સ્ટોરી ,સ્ક્રીન પ્લે ને ડાઈલોગ બધું નીરજ પાંડે નું છે . “વેનસ્ડે “ કોઈ ખાસ હીરો  કે હેરોઈન ના હોવા છતાં ફિલ્મ ના ડાયરેક્સન જોરે બેસ્ટ ડાયરેક્સન નો નેશનલ એવોર્ડ જીત્યો હતો . ફિલ્મ ની સ્ટોરી  આંતકવાદી ને તેને રોકવા માટે કામ કરતા ઈન્ટેલીજન્સ ની એક સ્પેશિયલટીમ ની છે . જે ટીમ ને નામ આપવામાં આવ્યું છે “બેબી “ જેમ અમેરિકા એ ઓસામા ને ઘર માં ઓબાટાબાદ માં ઘુસી ને મારીઓ એમ આવા ઓપરેશન કરવા માટે ટીમ નો સ્ટોરી છે . જે લોકો વિદેશ માં ઓપેરેસન કરવા જાય ને જો પકડાઈ જાય તો આપડી સરકાર એ લોકો અમારા નથી આવું જ કહી દેવામાં આવશે એવું કહી ને જ મોકલવા માં આવે છે . ટીમ ના હેડ છે ફિરોજ (ડેની ડેન્ઝોપા) ને તેની સાથે કામ કરે છે એજન્ટ તરીકે અજય સિઘ રાજપૂત (અક્ષય કુમાર ) . લાસ્ટ જે અક્ષય ની ફિલ્મ આવી હતી હોલીડે આ પણ થોડી તેના જેવી જ લાગશે

આવી ફિલ્મો માં બેકગ્રાઉન્ડ મ્યુઝીક હમેશા મહત્વનું હોઈ છે જે આ ફિલ્મ માં જોરદાર છે . કયારેક સાવ સન્નાટો તો કયારેક જોરદાર ચેજ . આવા પ્લોટ ની ફિલ્મો આપડે હોલીવુડ માં ઘણી વાર જોઈ છે એવી જ ફિલ્મો નો લગોલગ  નીકળતી  ફિલ્મ છે . ફિલ્મ ની અંદર એક પણ સીન એવો નથી કે જે પરાણે ઘુસાડવા માં આવીઓ હોઈ . ફિલ્મ ની સીનેમોટાગ્રાફી જોરદાર છે . સુદીપ ચેટરજી ફિલ્મ ના સીનેમોટાગ્રાફર છે જેનો અલગ અલગ ફિલ્મો માં કામ કરવા નો અનુભવ દેખાઈ છે . આ પહેલા તે ઘણી મસ્ત ફિલ્મ માટે કેમેરો સંભાળીઓ છે જેમ કે “ઇકબાલ “ “ચકદે ઇન્ડિયા “ “ધૂમ -૩ “ ને સંજય લીલા ભણસાલી સાથે “ગુજારીશ “ ને બીજી ઘણી ફિલ્મો છે .

ફિલ્મો માં નાના નાના પાત્રો નો જોરદાર અભિનય છે . અભિનય ના એકા એવા લોકો છે એટલે ફિલ્મ માં તો એક્ટિંગ વિશે કાઈ બોલવા જેવું નથી , હેરોઈન નું કાઈ ખાસ કામ નથી પણ અક્ષય સાથે જે એજન્ટ માં છોકરી છે એની એક ફાઈટ ને પૈસા વસુલ છે. ફિલ્મ માં ગીતો નથી ના બરાબર છે જે વાત બહુ સારી છે . તમને આવી એકસન ને થ્રિલિંગ વારી ફિલ્મો ગમતી હોઈ ને તો આ ફિલ્મ તમે જો કોઈ જોડે ફિલ્મ જોવા જાસો ને તો બાજુ વારા જોડે વાત પણ નહિ કરો ફિલ્મ જોતા જોતા . આખી ફિલ્મ માં કયારે શું થાશે એ તમે અનુમાન ના કરી શકો એવો ફિલ્મ જોરદાર સ્કીન પ્લે છે . જે કરવા માં નીરજ પાંડે માસ્ટર છે .

આપડા તરફ થી પાંચ માંથી સાડા ચાર ખાખરા ,,,,,,, ખર્ચો કરી નાખો ભાઈ જોઈ આવો “બેબી “,,,,  આપડી સેના પછી જે લોકો વિદેશ માં જીવ ના જોખમે ઈન્ટેલીજન્સ માટે કામ કરે છે એ લોકો ના જ પ્રતાપે આપે શાંતિ થી રાતે સુઈ શકીએ છીએ . જય હિન્દ

Advertisements

One thought on “બેબી નું રીવ્યુ – પોસ્ટ મોર્ટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s