ફેસબુક ને માથાકૂટ !!!

આજે હું ને તમે મોટે ભાગે ઈન્ટરનેટ વાપરતા લોકો સોશિયલ નેટવર્ક માં કોઈ ને કોઈ જગ્યા એ એક્ટીવ હોઈ કા તો ફેસબુક,ટ્વીટર કે બીજા કોઈ પણ નેટવર્ક પર. મોટે ભાગે લોકો આજ કાલ ફેસબુક માં વધારે એક્ટીવ હોઈ છે . ને શું ખાઈ છે ,,,,,શું પીવે છે,,,, કોની જોડે છે,,, શું કરે છે ના સ્ટેટ્સ અપડેટ થતા હોઈ છે પણ લાંબા ગાળે અથવા તો કયારેક એની જબ્બર આડઅસર થાય છે . ગઈકાલે જે જોરદાર અનુભવ થયો એટલે આવી સુફિયાણી વાત કરવા નું મન થયું છે .

વાત તો જાણે એમ હતી કે મારા એક પિત્રાઈ ભાઈ નાa દીકરા ની સગાઇ ની વાત ચાલતી હતી . આજ કાલ અમારે પટેલ માં સગાઇ કરવી એ મોટી માથાકૂટ નું કામ છે . બધી વાત થઇ ગયી ને સામે વારા બધું જોઈ ગયા ને નક્કી જેવું હતું ને લાસ્ટ માં એ લોકો એ ના કરી કે અમારે સગાઇ નથી કરવી. તો સ્વાભાવિક છે તપાસ તો થાય કે વાંધો શું પડીઓ . જે લોકો વચ્ચે હતા એને તપાસ કરી ને કીધું કે એ લોકો એ ફેસબુક માં પ્રોફાઈલ જોયા પછી વાંધો પડીઓ.પહેલા આડોશી પાડોશી ને પૂછતા હવે ફેસબુક માં તપાસું થાય છે 😛

પછી અમારા ભત્રીજા ભાઈ ની પ્રોફાઈલ જોઈ ત્યારે મને આઈડિયા આવીઓ કે લોચો કિયા પડીઓ . છોકરા કોલેજ માં હોઈ દીવ ,ગોવા , કે આબુ જાય તો ઘણા મજા મજા કરતા હોઈ પણ દેખાડવા માટે બીયર બાર, બોટલું હાથ માં લઇ ને પડાવેલ ફોટા અપલોડ કરિયા હતા . ને રીલેશન શીપ સ્ટેટ્સ કોમ્પ્લીકેટેડ હતું એ પણ કદાચ વાંધો પડીઓ હોઈ મારું એવું માનવું છે . હોટેલ ને ઘણી બધી જગ્યા ના ચેક ઇન પણ હતા. મજા મજા ના ફોટા એ લોકો એ કદાચ વધારે પડતા સીરીયસ લઇ લીધા ને અમારા પટેલ માં આ થઇ એ સ્વભાવિક છે .

તો આવા ફોટા અપલોડ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈ , ફેસબુક માં પ્રાઇવેસી ના ઘણા ઓપ્સન છે કિયો ફોટો કે સ્ટેટ્સ કોને જોઈ શકે કે કોણ ના જોઈ શકે ના સેટિંગ છે . આપડે કરેલા સ્ટેટ્સ અપડેટ ને નીચે મિત્રો ની કોમેન્ટ ના જવાબો પણ ઘણી વાર સબંધ બાબતે છોકરા છોકરીઓ જાણકારી લેતા લોકો વાંચતા હોઈ છે જે બહુ મોટી અસર કરે છે .

તો આપડી સીધી સલાહ કે બાપા લગન ની વાતું કરી એટલે આપડી ફેસબુક ના પ્રાઇવેસી સેટિંગ ચેન્જ કરો આવા કૈક કામા કરીયા હોઈ ના જે કાઈ ફોટા અપલોડ કરિયા હોઈ એ ને કચરા ટોપલી ભેગા કરો . ચેટીંગ માં સામે છોકરી છે ને સમજી ને દિલ ખોલી ને વાતો કરવી પણ ભારે પડી શકે છે. રીયલ લાઈફ મા જે કામા કરીએ છીએ એ બધું ફેસબુક ની દીવાલે ચોટાડવું ભારે પડી શકે છે. આ તો લગન ની વાત છે પણ નોકરી માટે એપ્લાઇ કરો ત્યારે પણ નોકરી આપવા વારા ઘણી વાર ફેસબુક માં જોતા હોઈ છે. તમે જો મોબાઈલ નંબર ફેસબુક માં નાખીયા છે તો તમને ગોતવા બહુ આસાન છે ફેસબુક માં સર્ચ માં તમારા નંબર નાખે એટલે આપડી આખી ફેસબુક ની કુંડલી સામે આવી જાય જો પ્રાઇવેસી માં સેટિંગ ઠીકઠાક ના હોઈ.

બીજા ઘણા લોચા ને મજા મજા પણ છે જો સરખી રીતે વાપરીએ . આ તો કાલે અનુભવ થાઓ એટલે થયું લાવો તમારી જોડે શેર કરું ,,,, ચાલો હેપી દિવાળી થોડી એડવાન્સ માં

Advertisements

One thought on “ફેસબુક ને માથાકૂટ !!!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s