બે યાર – ગાભા ફાડી નાખે એવી ફિલ્મ

આપડું બીજું પોસ્ટ મોર્ટમ ગુજરાતી ફિલ્મ નું !!!!

પાછો ઘૂટું થી રાજકોટ ગયો તો ફિલ્મ જોવા ,,,, આ વખતે ગુજરાતી ફિલ્મ બે યાર જોઈ . ફિલ્મ જોવા જાતો તો એક ભાઈબંધ ને કીધું હાલ રાજકોટ ફિલ્મ જોવા ,,,,તો ઈ મને કિયે કયું જોવા જવું છે ??? મેં કીધું બે યાર ગુજરાતી ફિલ્મ , તો એ કિયે “ગુજરાતા” ફિલ્મ જોવા જવા રાજકોટ જવાઈ કાંઈ !! મેં કીધું તને એક ગુજરાતી ફિલ્મ બતાવી હતી યુ-ટીયુબ પર ” કેવી રીતે જઈશ ” કેવી હતી ??? તો અમારો બીપલો કિયે એ તો મસ્ત હતી. તો મેં કીધું ભાઈ એજ ડાઈરેક્ટર ની ફિલ્મ છે ,,,, તો ભાઈ થઇ ગયા તૈયાર … ઓન લાઈન બુકિંગ ને સાંજ ના શો માં રાજકોટ જોઈ નાખ્યું ,,,,, ફિલ્મ જોઈ ને બીપલો કિયે ” હાલ ને ભાઈ ગાભા ફાડી નાખે એવું ફિલ્મ છે “”

ફિલ્મ ની વાત કરું તો ,,, ફિલ્મ ના ડાઈરેક્ટર અભિષેક જૈન જોડે નાનો એવો સબંધ થઇ ગયો એની ફિલ્મ કેવી રીતે જઈશ પછી ના મારા બ્લોગ પર ઇન્ટરવિયું બાદ . કયારેક ફેસબુકમાં ને કયારેક વોટ્સઅપ પર નાની નાની વાતો થઇ જાતી. ને ફિલ્મ ના પ્રમોસન વખતે એક રૂબરૂ મુલાકાત પણ થઇ હતી.કેવી રીતે જઈશ “પછી આ “બે યાર ” અભિષેક જૈન ની ડાઈરેક્ટર તરીકે બીજી ફિલ્મ છે . અગાઉ બનાવેલ ફિલ્મ નો અનુભવ આ ફિલ્મ માં જોરદાર દેખાઈ છે . ફિલ્મ  ટેકનીકલી એટલી મસ્ત છે કે મોટા બજેટ ના હિન્દી ફિલ્મ સાથે ઉભી રહે . ફિલ્મ ના સંવાદો ગુજરાતી માં છે બાકી અવાજ બંધ રાખી ને કોઈ ને થોડી વાર ફિલ્મ બતાવો ને પછી કહો કે આ ફિલ્મ ગુજરાતી છે તો કોઈ વ્યકિત ને માનવા ના આવે.

હું ફિલ્મ જોવા જાવ એટલે બધું જોવા નું એ આપડો નિયમ છે ભલે કાંઈ લાંબી ખબર નથી પડતી પણ ધ્યાન બધું રાખવા નું કેવી સિનેમેટોગ્રાફી છે ,,બેકગ્રાઉન્ડ મ્યુઝીક ,એડીટીગ ને અભિનય એ બધું .

ફિલ્મ ની વાત કહું તો બે મિત્રો ની વાત છે આમ તો ત્રણ મિત્રો ની વાત છે .ચકો (દિવ્યાંગ ઠક્કર) અને ટીનો (પ્રતિક ગાંધી) ને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી બોલતો ઉદય ફૌજદાર(કેવિન દવે) હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણે જોવા મળ્યો છે છેલ્લે એ સલમાન જોડે કિક માં હતો. ફિલ્મ માં આજ ના યુવાની વાત કે જલ્દી પૈસા વારા કેમ થાવું ને એ માટે કયારેક મુશ્કેલી માં મુકાઈ છે એ ની આખી વાત છે . સાથે સાથે એક્ટિંગ ના એક્કા એવા દર્શન જરીવાલા ને મનોજ જોશી પણ છે. ફિલ્મ ની હેરોઈન છે એ નું નામ મસ્ત છે “જીગલી ” એટલે સંવેદના સુવાલકા નો નાનો પણ મસ્ત રોલ છે . પ્રબોધ ગુપ્તા ના રોલ માં અમિત મિસ્ત્રી નું કામ કાજ એટલે કેવું પડે આખું પાત્ર એના પર ચોટી ગયું છે . વચ્ચે એક નાના એવા રોલ માં આપડા ગુજરાતી લેખક ને મારા ફેસબુક મિત્ર એવા જય વસાવડા પણ છે 🙂

ફિલ્મ નું મ્યુઝીક સચિન -જીગર નું છે આ બેલડી પણ બોલીવુડ નું હવે બહુ જાણીતું નામ છે . ઘણી ફિલ્મો જેવી કે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ માં સચિન -જીગર મ્યુઝીક છે. બે યાર ના રાઈટર માં ભાવેશ માંડલિયા(ઓહ માય ગોડ ફેમ ) નું નામ હોઈ એટલે બીજું કાંઈ કેવું નો પડે . સિનેમેટોગ્રાફી ખરેખર ગાભા ફાડી નાખે એવું કામકાજ છે.

આમ તો મારૂ પોસ્ટ મોર્ટમ થોડું મોડું છે પણ ફિલ્મ જોવા જવા નો ટાઈમ નો મળીઓ. તો આપડા તરફ થી પાંચ માંથી સાડા ચાર ખાખરા ને તમારી આજુ બાજુ ના સિનેમા ના હોઈ તો 100-150 કિમી નો ધક્કો ખાઈ ને પણ બે યાર જોવાઈ . બાકી હમશકલ માં 200 બગડતા હોઈ તો આ તો આપડી ગુજરાતી ફિલ્મ છે એ ડબ્બા ફિલ્મો થી ઘણી ચડિયાતી ફિલ્મ છે ને ફિલ્મ જોવા જાવ ને કંટાળો ચડે તો મારી પાસે થી ટીકીટ ના પૈસા લઇ જાજો બસ….  બાકી એકવાર જરૂર જોવાઈ “બે યાર” – ગાભા ફાડી નાખે એવી ફિલ્મ   🙂

ફિલ્મ માં મને એક ડાઈલોગ ગમીઓ ફિલ્મમાં જીગલી ટીના અને ચકાને કહે છે તમે રખડેલ છો તો સામે થી જવાબ આવે છે ‘રખડે તે સ્ટીવ જોબ્સ બને અને તમે તેમા જોબ કરો’ 😛

Advertisements

2 thoughts on “બે યાર – ગાભા ફાડી નાખે એવી ફિલ્મ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s