બ્લોગ જગત માં રી-એન્ટ્રી

હા,,,,તો હું પાછો આ ગુજરાતી બ્લોગ જગત માં આવીઓ છુ !!! 🙂 🙂 લગભગ 6 મહિના પછી (ભાઈ શાદી કે સાઈડ ઈફેકટ 😛 ). છેલ્લે મારા લગ્ન ના આગલા દિવસે પોસ્ટ કરેલી કે હવે પછી ની પોસ્ટ સજોડે લખાશે પણ આજે મારા ઘરવાળી તો નથી એ પિયર છે તો એકલો જ લખું છુ. સાતમ -આઠમ કરવા માટે પીયરયે છે (… આઝાદી ની હવા માં શ્વાસ લેવાઈ છે!! )

લગ્નજીવન નું લગભગ અડધું વર્ષ પૂરું થાશે તો ઘણા બધા અનુભવ થઇ ગયા ને ઘણું બધું બદલાઈ ગયું ,,,,પરિણામ તો તમે જોવો જ છો 6 મહિના પછી અહિયાં કૈક લખાઈ છે 😉 તો ઘણા ના મન માં એવા સવાલ હશે કે ભાઈ કેવું હાલે છે જીવન લગ્ન પછી ?? તો પરણેલા છો તો કંઈ કેવાની જરૂર નથી તમેને ખબર જ હશે કેવું હોઈ ને જો કુંવારા હોવ તો એકવાર લગ્ન કરો એટલે ખબર પડી જાશે કે ટામેટા કેટલા રૂપિયા ના કિલો મળે છે 😉

તો ઓવરઓલ મસ્ત ચાલે છે એટલે કુંવારા રીડર મિત્રો મુંજાતા નહિ સાવ લોકો કિયે છે એવું નથી કે લગન કરો એટલે “હલવાઈ” જાવ. થોડી જવાબદારીઓ વધી છે તો સામે કોઈ આપડા જીવન માં ફેમીલી મેમ્બર સિવાઈ ની એક નવી અંગત વ્યક્તિ આવે છે જેની સાથે આપડે બધું શેર કરીએ છીએ.મા-બાપ જોડે આપડે ઘણી વાતો શેર ના કરી શકીએ , નાના -મોટા ભાઈ બેન હોઈ તો એની સાથે પણ અમુક વાતો ના થાય પણ પત્ની જોડે બધું જ શેર કરી શકીએ.આ મારા 6 મહિના ના અનુભવે કહું છુ પછી આગળ શું થઈ છે એ આગે આગે ગોરખ જાગે ,,,, ત્યાર ની વાત ત્યારે હાલ માં તો કુંવારા હતા એ થી વધારે મજા આવે છે.

અહી બ્લોગ પોસ્ટ ના લખી ના શકુ એટલો પણ વ્યસ્ત ના હતો પણ આળસ થઇ જાતી હતી.ઘણા બધા ગામતરા (મુસાફરી) કરીયા.અમારે અહિયાં નવા પરણેલ ને બધા સગા સબંધી તેમેની ઘરે રોટલા ખાવા (આઈ મીન જમવા માટે 😛 ) બોલાવે એટલે બધા જોડે ઓળખાણ થઇ જાય કે આ મામા ને આ માસી પેલા ફોઈ ને ઓલા કાકા. ઘરે જમવા જાય તો નવી આવેલ વહુ બધા ને ઓળખવા માંડે ને

હાલ માં ઓફીસ માં કાંઈ કામકાજ છે નહિ ને વરસાદ થઇ ગયો છે તો ઓફીસ ના કામકાજ હજુ એકાદ મહિના પછી ચાલુ થાશે એટલે ઘરે ને ગામતરા કરી ને મજા મજા કરીએ છીએ. વ્યવસાઈક બ્લોગીગ પણ ખાડે ગયું છે એને સુધારવા નું કામ કાજ ચાલે છે. ગુગલ દેવતા નો પ્રસાદ પણ આજ કાલ ડોલર રૂપે ઓછો આવે છે તો હવે ખર્ચા વધિયા છે તો એનું પણ કૈક કરવું જોહે.ઘરે હવે મસ્ત સારૂ કહી શકાઈ એવું ઇન્ટરનેટ કનેક્શન આવી ગયું છે એટલે વાંધો નથી. હવે આમ ને આમ પોસ્ટ રૂપે મારા હથોડા આવશે સહન કરવા તૈયાર રેજો 😉

ગઈકાલે રાજકોટ એક પ્રેસ કોન્ફરસ માં જાવા નો મોકો મળીઓ તો એ પણ આ બ્લોગ ના પ્રતાપે . કાલે રાજકોટ કેવી રીતે જઈશ ફિલ્મ ના ડીરેકટર એ નવી ફિલ્મ બનાવી છે “બે યાર ” તો એના પ્રમોસન માં આખી ટીમ ત્યાં રાજકોટ આવી હતી ને મને મળવા નો મોકો મળીઓ. અભિષેક જૈન જોડે બહુ વાતો કરી એ બધું આવતી પોસ્ટ માં

ચાલો હવે અહિયાં મળતા રહીશું ને મારા ફિલ્મ પોસ્ટમોર્ટમ થી માંડી ને બીજા હથોડા પોસ્ટ રૂપે આવતા રહેશે ,,, જય હનુમાન

Advertisements

One thought on “બ્લોગ જગત માં રી-એન્ટ્રી

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s