લગ્ન ને બ્લોગ પોસ્ટ ……. ???

લગ્ન ને બ્લોગ પોસ્ટ ……………………….

તમને એમ થાશે કે આ ભાઈ ના લગ્ન છે ને અહિયાં બ્લોગ પર પોસ્ટીંગ કરે છે। …….. ભાઈ ને કાઈ કામ નહિ હોઈ ??? અરે એવું નથી લગ્ન ની વિધિ આજ થી શુરુ થઇ ગયી છે ને સવારે લગ્ન લખવા ની વિધિ હતી ત્યાર પછી માટી મુહુર્ત ને પછી વાના માં બેસાડવાની વિધિ હતી . હવે તમે જો સૌરાષ્ટ્ર ની આજુ બાજુ ના હોઈ તો વાના માં બેસાડવા થી પરિચિત હોઈ પણ જે લોકો ને ખબર નથી એ લોકો ને જણાવી દવ કે વાના માં બેસાડવા એટલે તમે લોકો જે ફિલ્મ ના લગન માં હલ્દી ની રસમ જોવો છે તેવું જ

વાના માં વરરાજા ને પીઠી ચોળવા ની વિધિ કરવા માં આવે જેમાં મારા જેવા ડાર્ક ફેસ વારા વરરાજા નો થોબડું થોડુક આ પીઠી લગાવા થી કૈક થોડો ઉજળો દેખાઈ 😉 આ વાના માં બેસાડીયા પછી વરરાજા ને ઘર થી દુર જવાની મનાઈ હોઈ છે . ને હવે વાના માં બેસાડે એટલે કાયદેસર “વર-રાજા ના રોલ માં આવી જાય એટલે કાય કામ નહિ કરવાનું ને જલસા કરવાના પણ મારા જેવા ને કંટાળો આવે બેઠા બેઠા તો થયું લાવો આપડે બ્લોગ માં કૈક બકબક કરીએ તો બ્લોગ માં પોસ્ટ ઠબકારી નાખી

આવતી કાલે મંડપ મુહુર્ત , ખણખોરા , ગોતીડો ,મામેરું ને રાતે ફૂલેકું (હવે દાંડિયા ) છે . તો કાલે ઘણા બધા મહેમાન આવશે તો એકલા એકલા કંટાળો નહિ આવે ને આ બધી વિધિ માં ટાઈમ જાશે . વૈવાહિક જીવન માં જેમ કિયે એટલા ડગલા માંડવા ના જેમ કાલે કિયે એટલું કરવાનું ચાલુ થઇ જાશે ને 17 ફેબ્રુઆરી ના લગ્ન ની વિધિ છે

17 ફેબ્રુઆરી ના એક નવી જ વ્યક્તિ ઘરમાં કાયમ માટે આવશે તો બીજી બાજુ વર્ષો થી કાયમ સાથે રહેતી બહેન ઘર છોડી ને જાશે ….. મારા ને મારી બેનના બન્ને ના લગ્ન સાથે છે તો 17 ફેબ્રુઆરી ના એના પણ લગ્ન છે . તો ચાલો કરીએ બે દિવસ માટે રાજા બની રાજ ….. હવે પછી ની પોસ્ટ સજોડે બેસી ને લખવા માં આવશે ………. 🙂 🙂 🙂

Advertisements

2 thoughts on “લગ્ન ને બ્લોગ પોસ્ટ ……. ???

 1. Dhams કહે છે:

  અશ્વિનભાઈ, લગ્ન ની લાખો શુભેચ્છાઓ , સોરી તમને લગ્ન ના દિવસે ફોન કરવાનું વિચારેલું પણ આ ધુમખરીદી ત્યારે જ શરુ થયેલ (પુસ્તકો માટે) એટલે ચુકી ગયો…. પણ આવીશ ત્યારે ઠાકર (મોરબી) માં પાર્ટી જરૂર માંગીશ 😉

  બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

  ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

  વધારે માહિતી http://www.dhoomkharidi.com/books પર મળી રહેશે,

  આપ આપના વાંચકો માટે અમારી સાઈટ ની માહિતી આપતી કોઈ પોસ્ટ લખશો તો વધુ ગમશે અને વધારે ગુજરાતી મિત્રો સુધી માહિતી પહોંચી શકશે.

  ધર્મેશ વ્યાસ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s