ધૂમ 3 નું પોસ્ટમોર્ટમ

આમ તો આ ફિલ્મ રિલીજ ના દિવસે જ જોવા જવાની ઈચ્છા હતી પણ ના જવાયુ . અંતે કાલે કાળા બજાર માંથી 150 આપી ને ફિલ્મ જોઈ . બધા ને ખબર છે આ ધૂમ સીરીઝ ની યશરાજ ફિલ્મ ની 3 ફિલ્મ છે . બાકી બન્ને જોરદાર હતી પણ આ ધૂમ 3 માં દમ નથી . તો એમ થાય કે આવડા મોટા બજેટ(US$23 million) ની ફિલ્મ ને તો પણ શું ઘટે છે ? લાસ્ટ બન્ને ફિલ્મ માં જે હતું એ બધું મિસિંગ છે . લાસ્ટ ફિલ્મો માં જોરદાર સ્ક્રીનપ્લે , સંગીત ,બ્રેક ગ્રાઉન્ડ મ્યુઝીક ,ડાન્સ એ બધું મિસિંગ છે . ધૂમ ફિલ્મ નું નામ પડે ને કાન મેં જે આઇકોનિક ટયુન વાગે એ પણ જોઈ એવી આ ફિલ્મ માં નથી

લાસ્ટ બન્ને ફિલ્મ ના રાઈટર જે વિજય આચાર્ય ભાઈ છે એમણે આ ધૂમ 3 ડાઈરેક્ટ કરી છે જેને “ટસન ” જેવો હથોડ અગાવ બનાવીયો છે . અગાવ ની ફિલ્મ આપડા ગુજરાતી બંધુ સંજય ગઢવી એ ડાઈરેક્ટ કરી હતી ને આ વખતે ફિલ્મ જોતા સંજય ભાઈ ની ખોટ વર્તાઈ.

ઓવર હાઈપ ફિલ્મ છે …… જોરદાર પ્રોમોસન ને આમીર નું સ્ટાર(દમ) ફિલ્મ ના આવક ના આકડા ને સન્માન જનક સ્કોર સુધી પોચાડી દેશે . ફિલ્મ ની કહાની ચોર પોલીસ ની વાતું આમીર ખાન ચોરી કરે ને એ પણ અમેરિકા માં ત્યાં ની લોકલ પોલીસ ને મદદ કરવા આપડા દેશી તમંચા જય (અભિષેક બચ્ચન ) ને અલી (ઉદય ચોપરા ) ને મદદ માટે બોલાવે છે . મોટી વાત કહી દવ ફિલ્મ ની ??? આમીર ખાન ડબલ રોલ માં છે 🙂 🙂 🙂 છેલ્લે સુસાઈડ કરી લે છે (બન્ને )

ફિલ્મ માં પાચન ના થાય ને કલ્પના થી પણ આગળ એવા સ્ટંટ , અભિષેક ને હવે સાઉથ ની ફિલ્મ માં પણ કામ નહિ મળે એની સ્લો મોસન સ્પીડ જોઈ (લુજ મોસન થઇ એવું 😛 ) . ઉદય ચોપડા ને તો કોઈ સાચવે એવું નથી . વિજય આચાર્ય ડાઈરેક્ટ કરી છે આ ફિલ્મ પણ આદિત્ય ચોપરા નો મોટો હાથ દેખાઈ છે . પ્રોડિયુંસર સાથે ડીરેકટ માં હાથ હોઈ એવું મને દેખાણું . આઉટ ડોર શુટિંગ અમેરિકા ની ગલિયો માં છે જે કરવું બહુ અઘરું છે .

આખે આખી ફિલ્મ આમીરખાન ની ફિલ્મ છે એટલે કોઈ નજર જ નથી આવતું . આમીર ખાન ની એક્ટિંગ જોરદાર છે . કેટરીના કેફ નો “ઇતુસા રોલ હૈ ઇતુસા ” રોકડા 3-4 ડાઈલોગ ને બાકી ગીતો માં ડાન્સ કરવા માટે છે . આમીર ની આખી ફિલ્મ માં આંગરી કરી છે ને એડીટીંગ ટેબલ સુધી કાતર ફેરવી ને આખી ફિલ્મ માં આમીર જ દેખાઈ છે બીજા નો વારો નથી આવા દીધો . અભિષેક ને ઉદય ની લોકો એ વોટએપ્સ ને સોશિયલ મીડિયા માં ઉડાવી છે એટલે મારે કાંઈ કેવું નથી

તો સીધી બાત નો બકવાસ …. ફિલ્મ માં કાઈ લાંબુ લેવા જેવું નથી . અગાવ ની ફિલ્મો જેવું જામતું નથી આમીર ખાન ને ડાન્સ કરાવવા ની વૈભવી મર્ચન્ટ (ડાન્સ ડીરેકટર ) એ બહુ ટ્રાઈ કરી પણ હ્રીતિક જેવું થોડું થાય 😛 . તો કાળા બજાર ની ટીકીટ લઇ ને જોવા જેવી ફિલ્મ નથી। પણ નવા વરસ ની રજા માં જોવાઈ આમીર ખાન ના ફેન હોવ તો બાકી રાહ જોવો ફેબ્રુઆરી માં સોની ટીવી પર આવશે આ ધૂમ 3(00) કરોડ !!!!

આપડા તરફ થી અઢી ખાખરા પાંચ માંથી

Advertisements

2 thoughts on “ધૂમ 3 નું પોસ્ટમોર્ટમ

  1. RonakHD કહે છે:

    આમ તો D3 જોવા ની ઈચ્છા હતી, પણ ગયા અઠવાડિયે Hobbit જોઈ કાઢ્યું અને D3 માટે torrent દેવતાની જય !
    પહેલા D3 ની જગ્યાએ Hobbit જોવા નો નિર્ણય રીગ્રેટ તો નહિ કરવો પડે પણ , D 3ના રિવ્યુઝ વાંચ્યા પછી I’m proud of my decision and Hobiit was worth it …

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s