રન ફોર યુનિટી !!!!! આવી રીતે

રન ફોર યુનિટી !!!!! આવી રીતે

મને રન ફોર યુનિટી ની આમ તો થોડી થોડી ખબર હતી … પણ આજે સવારે સલવાનો હતો એટલે રન ફોર યુનિટી જોઈ લીધી . આપડા ગુજરાત ના મુખ્યમંત્રી તરફ થી આજે 2 કીમી દોડવાનો પ્રોગ્રામ હતો .ને દોડવું એ બહુ સારી વાત છે ને હું કોઈ નો વિરોધી પણ નથી . પણ મેં જે રીતે અલગ અલગ લોકલ લેવલ પર આજે જોયું એ જરા ના હજમ થયું

મારે ઓફીસ પર રવિવાર જેવું કાઈ હોઈ નહિ એટલે ઓફીસ જવા નીકળીઓ . હળવદ નોકરી એટલે બાઈક લઇ ને નીક્ળીઓ તો વચ્ચે આવતા ચરાડવા ગામ પાસે રન ફોર યુનિટી નો પ્રોગ્રામ હતો . રોડ પર ચરાડવા ગામ થી દેવીપુર ગામ વચ્ચે રોડ પર દોડવા નું આયોજન હતું . હવે આ રોડ પર તમારે ચરાડવા આવી ને હળવદ જાવું હોઈ તો ફરજીયાત આ રોડ પર થી જ જાવું પડે . ને એ રોડ પર દોડવા નો પ્રોગ્રામ !!!,ટ્રાફિક ને ડાઈવર્ટ નો કોઈ પ્રોગ્રામ નહિ રોડ બંધ . મોરબી ને જોડતો ને સારો એવો ટ્રાફિક રહેતા રોડ પર દોડવા નો પ્રોગ્રામ . અત્યારે સિરામિક માં હડતાલ છે ટ્રાફિક નથી તો પણ બન્ને સાઈડ 2 કિમી વધારે ટ્રાફિક હતો . જો સિરામિક ચાલુ હોઈ તો। …. વાત જવા દો એવો ટ્રાફિક હોઈ

મોટા વાહન જઈ શકે એમ નોતા તો બાઈક વારા લોકો એ રોડ પર જતા હતા . હવે આ દોડ માં પ્રાથમિક સ્કુલ ના નાના નાના છોકરા રોડ પર દોડતા હતા ને લોકો બાઈક લઇ ને ત્યાંથી નીકળતા હતા . અને જે લોકો ને આગળ જવું હોઈ એ લોકો ને ત્યાંથી નીકળવું પડે એમ હતું . બીજો કોઈ રસ્તો ના હતો કા તો આં પ્રોગ્રામ પતે ટ્રાફિક ક્લીયર થાય ની રાહ જોવો

પોલીસ વારા પણ હતા …. મીડિયા વારા પણ હતા …… આ લોકલ લેવલ ના લોકો જે ને ત્યાં રન ફોર યુનિટી નો પ્રોગ્રામ કરીઓ એ લોકો એ કા તો કોઈ બીજો રસ્તો પસંદ કરવો જોઈ કા તો ટ્રાફિક ને ડાઈવર્ટ કરી સકે એવા ટ્રેક પર આયોજન કરવું જોઈ . રોડ પર લોકો બાઈક લઇ ને નીકળે ને નાના નાના સ્કુલ ના છોકરા દોડતા હોઈ એવું જોખમ લઇ ને ….. રન ફોર યુનિટી

ત્યાં ના ફોટો લેવા ના રહી ગયા પણ એક ફોટો લીધો ટ્રાફિક માંથી બહાર આવી ને . જોઈ લિયો

001

આવેલ ઘણા મીડિયા ના લોકો માંથી એક ને મેં પૂછયું તમે કાલે આ દોડ ના પ્રોગ્રામ ના સમાચાર છાપા માં છાપશો એમ ને ??? તો કહે હા ….મેં કીધું આ આવા આયોજન ને બંને સાઈડ 2-3 કિમી ટ્રાફિક જામ ના સમાચાર પણ છાપશો ?? પોતાના ખંભા હલાવા સીવાઈ કોઈ જવાબ ના હતો

ઠોકો …… 2014 ની ચુંટણી આવે જ છે

Advertisements

5 thoughts on “રન ફોર યુનિટી !!!!! આવી રીતે

 1. રૂપેન પટેલ કહે છે:

  ચારે બાજુ નાટક છે. રન ફોર રોટી માંથી સામાન્ય માણસ નવરો નથી પડતો ને સરકાર લઇ આવી રન ફોર યુનીટી.
  અત્યાર સુધી સરદાર કે પટેલ યાદ ન હતા હવે ૨૦૧૪ નજીક આવતા બધા ગતકડા યાદ આવશે.
  અમદાવાદ માં પણ મેરેથોન દોડમાં સામાન્ય લોકો અવ્યવસ્થા માં હલવાઇ જાય છે.

  • કાર્તિક કહે છે:

   એક્સકયુઝ મી. અમદાવાદ મેરેથોનનું આયોજન વર્ષોથી થાય છે અને લોકોને ખ્યાલ જ હોય (પાટિયાંઓ વગેરે મૂકવામાં આવે છે અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે). રન ફોર યુનિટી – ચોક્કસ પોલિટિકલ છે – પણ ઘરમાં બેસી ફાફડાં-જલેબી ખાવા કરતાં બહેતર છે.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s