રામ રામ ને …. ખુશખબર

એ રામ રામ ,,,, ઘણા ટાઈમ પછી બ્લોગ પર કૈક લખું છું . આમ તો છેલ્લા ઘણા ટાઈમ થી બ્લોગ સુષુપ્ત મોડ પર છે . વાત જાણે  એમ છે કે એક તો ઓફીસ ના કામ કાજ ને હમણા 4-5 દિવસ પહેલા જે થયું એ પછી નથી લાગતું કે હવે બહુ ટાઈમ મળે આવતા થોડા દિવસો સુધી . તમેન એમ થાશે શું થયું ????

વાત જાણે એમ છે કે મારી સગાઇ થઇ ગયી છે 🙂 🙂 🙂 …… થેંક યુ હો મન મન માં સુભેચ્છા આપવા માટે . પેંડા માગો એ તમારો હક છે પણ કયારેક ખવડાવી દેસું  હાલો ને,,,,,, તો ચોખવટ કરી નાખું અરેન્જ મેરેજ (હજુ સગાઇ ) છે . બાપા એ મારા માટે સગા માંથી ગોતી ને સગાઇ કરી આપી છે . નામ છે “નયના ” . મારા ગામ ની બાજુ માં એક ગામ છે “રંગપર ” ત્યાં ના રહેવાસી છે . મારી જેમ 10 ચોપડી સુધી ભણેલ છે .

તો અડધી રાત સુધી વાતું ને એ બધું ચાલુ થઇ ગયું છે …. ગોલ્ડન પીરીયડ જેને કહેવા માં આવે એ સગાઇ થી લગન …સુધી એ મોસમ આવી ગયી છે .વાતું મુલાકાતું ને એક બીજા ને જાણવા ની કોશિસ હાલે છે . ને ટુક સમય માં ઢોલ વાગી જાશે …થોડા દિવસ માં કમૂરતા આવે છે નહિ તો એ થી જલ્દી બધું સમેટાઈ જાત પણ હવે આવતા 2 મહિના માં ફેસબુક નું રીલેસનશીપ સ્ટેટ્સ “મેરીડ ” થઈ જાશે 😉 😉 આ બ્લોગ ના મારા વિશે પેજ પણ સુધારીયું છે .

એ આ દુનિયા થી અજાણ છે ,,,,,એના માટે બ્લોગીંગ ને ઈન્ટરનેટ એ બહુ અજાણી વાતું છે . ધીમે ધીમે સમજાવિસુ આ થોક બંધ ખરીદી ને નવા બનેલા સબંધો સમજી જાય એટલે . સળીઓ ને સાળાઓ ને “જી ” સીરીઝ ની ઓળખાણ હાલે છે . સાલું જિંદગી કૈક અલગ થઇ ગયી એવું લાગવા માંડયું છે . જવાબદારી બોજ ધીમે ધીમે માથા પર આવતો અનુભવાઈ છે .

મિત્રો ના અત્યાર થી મેણા ખાવા નું ચાલુ થઇ ગયું છે કે મારી પાસે હવે એ લોકો માટે ટાઈમ નથી 😉 ચાલો, હાલ માં તો મારી પાસે ફોટો નથી પણ આવે એટલે ફોટો શેર કરી તમારી જોડે રૂબરૂ કરાવીસ . સબંધો ની નવી દુનિયા માં જરા અટપટું લાગે છે એ સમજીએ …… જય હનુમાન

Advertisements

9 thoughts on “રામ રામ ને …. ખુશખબર

  1. shahujvaln કહે છે:

    ભાઈ ભાઈ… ખુબ-ખુબ અભિનંદન… પહેલી વાર બ્લોગ જગતનાં દોસ્તને અભિનંદન આપવાનો મોકો મલ્યો છે :)… તમારી પાસે હવે એ લોકો માટે ટાઈમ નથી, પણ અમે ખુશ છીએ… ગોલ્ડન પિરિયડને ફુલ એન્જોય કરો ત્યારે…

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s