બેશરમ નું પોસ્ટમોર્ટમ

તો તમને એમ થાશે આ …ભાઈ બીજું કાઈ લખતા નથી ને …..ફિલ્મો જોવે છે ને પોસ્ટમોર્ટમ કરે છે .. તો બાત યુ હૈ કે લાઈફ મેં કુછ એક્સાઈટમેન્ટ જેવું કાઈ નથી તો ફિલ્મો જોઈ ને મજા કરીએ . હાલ માં ઓફીસ માં કાઈ કામ નથી તો ત્યાં સુધી જલસી મારી લઈએ . આમ પણ હવે નવરાત્રી ચાલુ થાશે એટલે !!!!! હોવ સમજી ગયા ને ……જોઈ આપડું ચરડ ચરડ ચકર હાલે સે કે નહિ .

તો વાત કરીએ બેશરમ ની …. ડફોળ જેવું ફિલ્મ સાવ .નામ છે બેશરમ પણ ફિલ્મ માં “બે-શરમ” આવે એવું અ કાઈ નહિ …બોલો….. રણબીર કપૂર ની જોડે એના પાપા ને મમ્મી સંગાથે છે આ ફિલ્મ માં, ફિલ્મ કી સ્ટોરી કી બાત કરે તો વહી ઘીસી પીટી કહાની… હીરો “બબલી ” યાની રણબીર કપૂર અનાથ ને ચોર . હમેશ ની જેમ રોબીન હુડ ચોરી કરી ને પૈસા થી અનાથ આશ્રમ ચલાવે ને એ ભાઈ ને મસ્ત ફટકો હોઈ એવી છોડી જોડે પ્રેમ થઇ જાય . ચોખી વાત છે પેલા તો એ પ્રેમ ના કરે ને પછી કરવા માંડે . હવે એક વિલન આવે ને ગરબડ કરે . હીરો ની દબંગ સ્ટાઈલ ફાઈટીંગ ….અને હા “દબંગ ” થી યાદ આવ્યું આ ફિલ્મ ના ડાઈરેકટર છે એજ ભાઈ એ ચુલબુલ પાંડે વારુ ફિલ્મ બનાવિયું છે … ભાઈ શ્રી અભિનવ કશ્યપ . તો આમ કરી ને વિલન ને મારી ને પોલીસ ભેગો ….ખાધું પીધું ને રાજ કરીયું

બોસ આવું જ છે આ ફિલ્મ …આપડે રણબીર કપૂર ને જોવા ગયા હતા …. બરફી થી સાલો એક્ટિંગ વાઈઝ ગમે છે !! ગમે એમ તોઈ કપૂર ખાનદાન નું લોહી છે . ફિલ્મ નો પ્લોટ આઈ મીન સ્ટોરી અંદાજ કરી શકાઈ એવી ને બીજો માઈનસ પોઈન્ટ હટી હટી ને ખાંડી ખાંડી ને ગીતો ભરિયા છે ..થોડી વાર તો એવું થયું આ ફિલ્મ છે કે વીડિઓ ગીત નો આલ્બમ 😉 ફિલ્મ ચાલુ થાય બે સીન આવે ને ગીત ……. પાછા બે સીન આવે ને ગીત ….પાછા બે સીન આવે ને ગીત પછી દસ સીન આવે ઇન્ટરવલ …. પાછા બે ……………………..સમજી ગયા કે હજી કવ 🙂 હા તો ……..ફિલ્મ માં ટોટલ 6 ગીતો છે …

અને હા આ ફિલ્મ માં કોઈ હિરોઈન નવી છે આઈ મીન આપડે પેલી વાર જોઈ પલ્લવી એવું કઈક નામ છે ….પણ રણબીર કપૂર જોડે જોડી નથી જામતી . રણબીર જોડે તો લાંબા ટાટીયા વારી દીપિકા પદુકોણ જોડે કા તો સલમાન કા માલ કેટરીના જોડે જામે 😉

તો હવે નવરાત્રી આવે છે મજો મજો કરો ….બાકી જો સાવ કરતા કરતા સાવ નવરા હોવ તો …આ ડફોળ મુવી જોવા જવાઈ ને ખાસ કરી ને છોકરીઓ ને જો …. રણબીર ગમતો હોઈ તો …. આપડા તરફ થી હવાઈ ગયેલ પાંચ માંથી “બે -શરમ” ને બે ખાખરા

Advertisements

One thought on “બેશરમ નું પોસ્ટમોર્ટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s