ફાટા પોસ્ટર નિકલા હીરો – ધી લંચ બોક્ષ નું પોસ્ટમોર્ટમ

તો આજે રાજકોટ ની મુલાકાત ફિલ્મ જોવા માટે …..એક સાથે બે ફિલ્મો જોઈ નાખી એક ફાટા પોસ્ટર નિકલા હીરો ને બીજી ધી લંચ બોક્ષ . તો હમેશા ની જેમ આપડું પોસ્ટમોર્ટમ . આમ તો ફાટા પોસ્ટર નિકલા હીરો નું ટ્રેઈલર જોઈ ને લાગતું હતું કે ફિલ્મ માં કાઈ લાબું લેવા જેવું નહિ હોઈ ….. પણ ફિલ્મ એ થી ડબ્બો …. 😉 😉 એ તો જોવું ના હતું પણ ધી લંચ બોક્ષ નો શો 2.30 નો હતો તો આ હથોડો જોવો પડીઓ

ફાટા પોસ્ટર નિકલા હીરો ના ડાઈરેકટર છે રાજકુમાર સંતોષી …..ઘાયલ ,દામિની , ખાખી , ઘાતક જેવી મારધાડ થી ભરપુર ને કઈક જોવા ની મજા આવે એવી ફિલ્મો બનાવી છે …તો હવે આવી ફિલ્મો જેને બનાવી હોઈ એવા ડાઈરેકટર ની ફિલ્મ જોવા જવાઈ . પણ આ ફિલ્મ ફાટા પોસ્ટર નિકલા હીરો ની સ્ટોરી મને એમ છે રાજકુમાર સાહેબે વાંચી નહિ હોઈ ….ફિલ્મ માં કાઈ કરતા કાઇ નથી … નથી કોમેડી નથી એકસન ..નથી રોમાન્સ એટલે આ મેં તો બગાડીયા છે રૂપિયા.. તો આ ફિલ્મ ના જોવા જવાઈ ….હા 200-300 વાપરી ને મજા મજા કરો ……. રાજકુમાર સંતોષી જે આ ફિલ્મ બનાવી છે એના થી સારી આપડી ઓલી અમુક ગુજરાતી ફિલ્મો નથી આવતી એ લોકો બનાવે છે …. સીધી ને સટ વાત મફત માં જોવા મળે તો આ ફિલ્મ જોવાય નહિ તો નહિ ….આ ફિલ્મ નું નામ ફાટા પોસ્ટર નિકલા હીરો નહિ “” ફાટા પોસ્ટર નિકલા હથોડા “” હોવું જોઈ

તો હવે વાત કરીએ બીજી ફિલ્મ ધી લંચ બોક્ષ ની …. ટીફીન બોમ્બ છે ….. હા ….. એક્ટિંગ ના એકા જેવા કલાકારો છે આ ફિલ્મ માં . ઈરફાન ખાન ,નવાઝૂદિન સિદ્દીકી , નીમ્રત કોર , ભારતી આચરેકર (સ્ક્રીન પર નથી દેખાતી ખાલી અવાજ જ છે ફિલ્મ માં ) . ફિલ્મ ના ડાઈરેકટર છે રીતેશ બત્રા આ ભાઈ ની પહેલી ફિલ્મ છે પણ બોસ્સ જોરદાર કામકાજ છે .આપડા ઘણા ડાઈરેકટર વર્ષો થી નથી કરી શક્યા એ આ ભાઈ એ કર્યું છે …. ગુગલ કર્યું ભાઈ વિષે તો ખબર પડી કે અગાઉ ઘણી સારી શોર્ટ ફિલ્મો બનાવી છે જેનો ટચ આ ફિલ્મ માં દેખાઈ છે ….

ફિલ્મ ની સ્ટોરી જો કહી દઈસ જોવા જનાર લોકો ને મજા નહિ આવે …..તો પણ થોડું ઉપર છલ્લું કહી દવ …. એક મુંબઈ ની ગૃહિણી છે ઈલા ( નીમ્રત કોર) જે એક નાની છોકરી ની માં છે ને ટીપીકલ ગૃહિણી જેમ છોકરા તૈયાર કરવા ,સ્કુલે મોકલવા ને પતિ માટે ટીફીન બનાવી ઓફિસે મોકલવું , બાજુ વારાપાડોશી વાર જોડે વાતું કરવી ….પતિ ના પ્રેમ ની કમી ને એકલતા . એક વાર પતિ નું ટીફીન બીજા કોઈ ને ત્યાં મુબઈ ના ફેમસ ડબા વારા ભૂલ થી પહોચાડી દે છે . એ છે સાજન ફર્નાડીસ (ઈરફાન ખાન) પાસે. જે એક સરકારી નોકરી માંથી રીટાયર થવા ની તૈયારી માં એવા એકલા આધેડ છે . ટીફીન નો સ્વાદ ગમે છે ને ટીફીન માં એક કાપલી થી વાતું ની શરૂઆત થાય છે . એકલતા ના અંધારે રેતા બને જણા ના દિલ ના ખૂણા ભીના થાય છે .. પછી શું થાય છે એ જોવા ફિલ્મ જોવો .કહી દઇસ તો મજા નહિ આવે

તો સીધી વાત છે આ ફિલ્મ બધા ના કપ ની કોફી નથી .ઓફબીટ ફિલ્મ છે ને ઓસ્કાર માટે ની ભારત તરફ થી આ ફિલ્મ જાશે એ ચોખી વાત છે . પણ મોટા ભાગ ના લોકો ને આ ફિલ્મ નહિ ગમે એ તો મને આજે સિનેમા હોલ માં દેખાણું કેમ કે રાજકોટ ના સિનેમા જ્યાં મેં ટીકીટ બુક કરાવી હતી .ત્યાં એક ટીકીટ વેચાણી જે મેં બુક કરી હતી 😦 😦 અંતે બીગ સિનેમા માં શો કેન્સલ થીઓ .ને હું સિનેમેક્ષ માં ગયો ત્યાં પણ આજ હાલ હતા …..માંડ માંડ શો થયો…. માત્ર 12 લોકો હતા ફિલ્મ જોવા માં

ખરેખર દુખ થયું બાજુ ની સ્ક્રીનમાં ગ્રાન્ડ મસ્તી જેવી વાહિયાત ફિલ્મ ના શો ફૂલે ફૂલ … ને આ ફિલ્મ ને શો થાય એટલા લોકો નામાંડમાંડ મળિયા . આપડે ઓસ્કાર જોઈ છે ને ફિલ્મ જોવી છે ગ્રાન્ડ મસ્તી તો આવતા નજીક ના સમય માં ઓસ્કાર મળે એવી ફિલ્મો નહિ બને . આ ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે આ ફિલ્મ ના પ્રોડીયુંસર કરણ જોહર ને યુ-ટીવી મુવીઝ છે ખરેખર દાદ દેવી પડે બન્ને ને નહિ તો એ લોકો કોમર્સિયલ ફિલ્મો બનાવનાર લોકો છે …

આવી ફિલ્મો બનાવા થી લોકો કેમ ડરે છે એ જોયું કેમ કે આવી ફિલ્મો માં લોસ જાય ને . આ ફિલ્મ મેકિંગ બીઝનેસ છે ,બીઝનેસ હમેશા ડીમાંડ ને સપ્લાઈ પર ચાલે છે.લોકો ને “ગ્રાન્ડ મસ્તી “ડીમાંડ છે તો એવી જ ફિલ્મો બનવાની.

તો જો તમને ઓફબીટ ફિલ્મો જોવી ગમતી હોઈ જેમાં દિલ ને દિમાગ બન્ને સાથે રાખી ને ફિલ્મ જોવી પડે છે જોડે ફેવિકોલ નો ડબ્બો પણ 😉 😉 .તો આ ફિલ્મ જરૂર થી જોવા જવાઈ ….આપડા તરફ થી ધી લંચ બોક્ષ ને … પાંચ માંથી ચાર ખાખરા …..

Advertisements

5 thoughts on “ફાટા પોસ્ટર નિકલા હીરો – ધી લંચ બોક્ષ નું પોસ્ટમોર્ટમ

 1. virajraol કહે છે:

  કરણ જોહર અને યુ.ટી.વી. ‘લગભગ’ ફિલ્મ ને અલગ અલગ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં મળેલા રિસ્પોન્સ પછી જોડાયા હતા એવું ક્યાંક વાંચ્યું હતું… I’m not sure.
  પણ ખરેખર ખુબ જ મસ્ત મુવી છે, એ વાત સાથે પૂરે પુરા સહેમત…. 😀

 2. Vipul Desai કહે છે:

  ધ લંચ બોક્સ ઘણી જ સુંદર ફીલ્મ છે. જેમનો ઉપલો માળ ખાલી છે તેમને આ ફીલ્મ નહી ગમે. હકીકતમાં ટી.વી. ઉપર ફટા પોસ્ટર અને ધ લંચ બોક્સના રીવ્યુમાં પણ મુંબઈ અને દિલ્હીના લોકોએ આ ફીલ્મ વખાણી છે. હકીકતમાં નાના નાના સેન્ટરોમાં આ ફીલ્મ નહી ચાલે કારણ કે ત્યાં હજુ નિરક્ષરતાને લઈને લોકોને સસ્તું મનોરંજન જોઈએ. દિલ્હીમાં મુંબઈ જેવો રિસ્પોન્સ ન હતો. કારણ એટલું જ કે ડબ્બાવાળાઓનું ચલણ ફક્ત મુંબઈમાં જ છે અને બીજે ડબ્બાવાળાઓ માટે જે લાગણી છે તે મુંબઈ જેવી સંભવી નહી શકે. ફટા પોસ્ટર નાના નાના સેન્ટરોમાં ચાલશે.

  • અશ્વિન પટેલ કહે છે:

   તમે મુંબઈ માં છો ને ….તેની આજુબાજુ ની સ્ટોરી છે એટલે હશે ….પણ રવિવારે રાજકોટ માં પણ ઘણા લોકો હતા ફિલ્મ જોવા માં એવું એક મિત્ર એ કહયું . લોકો ફિલ્મ ના રિવીયુ જોઈ ને જોવા ગયા હશે … આજ કલેક્શન ના આકડા સારા છે ઓવરઓલ એવું ફિલ્મ સમિક્ષકો નું કહેવું છે ….

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s