શુદ્ધ દેશી રોમાંસ નું પોસ્ટમોર્ટમ

આજે એક મિત્ર જોડે રાજકોટ ગયો હતો … મારે એક પંથ દો કાજ હતા . મારા એક દુબઈ થી આવેલ અમારા ધમભા ..યાની કે ધર્મેશ વ્યાસ સાહેબ ને મળવા નું હતું . પહેલા અમારા મિત્ર જોડે એનું કામ પતાવી ને ગયા ધમભા ને મલવા . જોડે બપોર નું જમણવાર કરી ને વાતું ના વડા કરીયા જામો પડીઓ . પછી ગયા બીજા એક કામ અર્થ ત્યાં કામ તો આજે બંધ ના હિસાબે કામ ના પત્યું . પાછા ઘર બાજુ આવતા તા ત્યાં ગેલેક્ક્ષી સિનેમા પાસે થી નીકળિયા તો અમારો બીપલો કિયે અશ્વિન રાજકોટ આવિયા હોઈ ને ફિલ્મ ના જોઈ એ હાલે ….તો ગયા શુદ્ધ દેશી રોમાંસ જોવા તો હવે વાત કરીએ આ ફિલ્મ ની …..

આમ કહું તો મને ફિલ્મ ગમી પણ બાથરૂમ બ્રેક સુધી . શુદ્ધ દેશી રોમાંસ ના ડીરેક્ટર છે મનીષ શર્મા જે અગાઉ જુવાનીયા ને ટાર્ગેટ કરતી બેન્ડ બજા બારાત ને લેડીસ વરસીસ રિકી બહેલ બનાવી છે . આ ફિલ્મ ની સ્ટોરી માં કાઈ છે નહિ હીરો રઘુ (શુશાંત સિઘ રાજપૂત) એ પરણવા જાતો હોઈ છે તારા (વાણી કપૂર) ને આ ભાઈ ના મગજ માં એમ થાય કે આ અરેજ મરેજ માં હું ખુશ રહીશ?? ને ઓલી ને રાખીશ ??. તો એની જાન માં આવેલ ગાયત્રી (પરિણીતી ચોપરા) ને પ્રેમ કરી બેસે છે ને બસ માં ને બસ માં …. રઘુ એના મંડપ માંથી ભાગે છે ..

પછી ઓલી ગાયત્રી જોડે મજા મજા કરે ને લીવ ઇન રીલેશન માં રહે છે ને લગન કરવા નું નક્કી કરે છે તો મંડપમાંથી ઓલી ગાયત્રી ભાગી જાય છે . ને રઘુ ભાઈ પાછા ઓલી તારા ને મળે છે ને ગમવા માંડે છે . પછી કેવા લોચા લાપસી થાય એ તો તમને ખબર છે ને તોઈ છેલ્લે પણ લગન નથી થાતા

ઓવર ઓલ મને ગમી ફિલ્મ પણ બધા ને નહિ ગમે . ઘણા ને ચોક્ખો હથોડો લાગશે. ઇન્ટરવલ સુધી ફિલ્મ માં થોડી મજા આવશે ને ફિલ્મ નો એન્ડ માં કાઈ નથી . લગભગ અઢી ડઝન કિસિંગ સીન છે સુશાંત સિંહ ના એટલે રેકોર્ડ તોડી નાખીઓ છે ઇમરાન હાશમી ને મલિક્કા શેરાવત નો 😉 કિસા કિસી છે તો તમારી ગર્લ ફ્રેન્ડ જોડે ફિલ્મ જોવા જાસો તો જરૂર મજા આવશે .

પરણિતી ચોપરા નું પર્ફોમસ જોરદાર છે બિન્દાસ છોકરી ના પાત્ર માં . વાણીકપૂર મસ્ત દેખાઈ છે . આખા ફિલ્મ માં જોરદાર કામકાજ હોઈ તો રિષી કપૂર . રાજસ્થાન ના મસ્ત લોકોસન ને સીનેમેટોગ્રાફી સારી છે.ફિલ્મ ના બે ગીતો સારા છે ટાઈટલ ને ગુલાબી . સીધી બાત નો બકવાસ કહું તો લવરીયા છો ? તો મજા આવશે નહિ તો ચોક્ખો હથોડો

એટલે પાચ ખાખરા માંથી બે ખાખરા …. ને અડધો ખાખરા નો લટકો .. પરીનીતી ને વાણી ની શુશાંત સિઘ રાજપૂત સાથે કિસા કિસી માટે 😉 😉

Advertisements

2 thoughts on “શુદ્ધ દેશી રોમાંસ નું પોસ્ટમોર્ટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s