મદ્રાસ કેફે નું પોસ્ટમોર્ટમ

રાજકોટ નો ૧૭૦ કિમી નો ફેરો મદ્રાસ કેફે ફિલ્મ જોવા માટે પણ આશા થી વધારે સારી ફિલ્મ નીકળી .એટલે ધકો માથે ના પડીઓ

આમ કહું તો એક દસ્તાવેજીચિત્ર છે . ૨ કલાક ૧૫ મિનીટ ની ડાઈરેક્ટર સુજીત સરકાર ની મસ્ત ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ . ટીપીકલ હીરોગીરી થી હટી ને નિર્દેશક-હીરો તરીકે ની જોન અબ્રાહમ ની જોવા લાયક ફિલ્મ . જો તમને ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ જોવા નો ને રોહિત શેટી ના લુંગી ડાંસ વારા ‘જમરૂખ “ આઈ મીન શાહરુખ થી આગળ કાઈ ફિલ્મ માં જોવા ની ઈચ્છા હોઈ તો આ ફિલ્મ જરૂર જોવાઈ.

ફિલ્મ ની વાર્તા શ્રીલંકા અને ભારત વચ્ચે ના રાજકીય સબંધ ઉપર છે . ૮૦ નો અંત ને ૯૦ ના દસક ના શરૂઆત માં જે શ્રીલંકા માં સિવિલ વોર જેવી સ્થિતિ હતી .ને ત્યાં આપડી સેના ને મોકલવા આવી હતી . ને શ્રીલંક ના આંતરિક મામલા માં આપડે આંગરી કરી હતી આ કારણે રાજીવ ગાંધી ની હત્યા એલટીટીઈ દ્વારા કરવા માં આવી એ આ ફિલ્મ ની સ્ટોરી છે .

આ ફિલ્મ ને લઇ ને ઘણા વિવાદો થયા છે .તમિલનાડુ માં આ ફિલ્મ બતાવાથી થીયેટર માલિકો દુર રહયા છે . પણ ફિલ્મ માં એલટીટીઈ ના વડા પ્રભાકરન કે રાજીવ ગાંધી નું સીધું નામ કિયા પણ લેવા માં નથી આવ્યું . હોઈ શકે કે વધુ વિવાદ ના થાય એ માટે આવું કર્યું છે . એક્સ –પ્રાઈમ મીનીસ્ટર ને અન્ના જેવા નામ આપીયા છે. જોન અબ્રાહમ નું વિક્રમ તરીકે રો ના સ્પેશીલ અજેન્ટ ના રોલ ને પૂરે પૂરો ન્યાય આપીઓ છે . નરગીસ ફકરી નો વિદેશી પત્રકાર તરીકે કામકાજ વખાણવા લાયક છે . રાશી ખન્ના નો જોન ની વાઈફ તરીકે નાનોરોલ ને નાનો કીસીગ સીન .મને આ નવી છોકરી માં દમ લાગીઓ પણ આ ફિલ્મ માં રોલ બહુ જ નાનો છે .

ફિલ્મ માં બહુ ઓછા જાણીતા ચેહેરા છે પણ પ્રકાસ બેલેવાડી જે એક થીયેટર ના કલાકાર છે તેનો “બાલા” તરીકે નો જબ્બર રોલ છે . વીકી ડોનર બાદ સુજીત સરકાર નું જોરદાર હોમવર્ક કરેલ ફિલ્મ છે . રાજીવ ગાંધી ની હત્યા નો સીન થી લઇ ને શ્રીલંકા માં સિવિલ વોર સ્થિતિ નું મસ્ત રીસર્ચ ને જોરદાર કેમરા માં કેદ કર્યું છે .

જો તમને રાજીવ ગાંધી ની હત્યા, એલટીટીઈ , આ બધી વાતો ની ખબર હોઈ તો પોલીટીકલ ડ્રામા ફિલ્મ જોવા ની મસ્ત મજા આવશે . ગીત નથી ને જે સારી વાત છે અને ખોટે ખોટા ઘુસાડવા ની કોસિસ નથી કરી. તો સીધી વાત છે આ ફિલ્મ ૧૦૦ કરોડ કલબ ની ફિલ્મ નથી . જમરૂખ ની ડબ્બા ટાઈપ ફિલ્મ ૨૦૦-૨૫૦ કરોડ ના વકરો કરે એ આપડે કેવી ફિલ્મો જોવા માં રસ રાખીએ છીએ એ ચોક્ખું દેખાઈ છે .

પેમલા પેમલી ની વાતો જેવું આ ફિલ્મ માં કાઈ છે નહિ એટલે ટીપીકલ બોલીવુડ ફિલ્મો ના આશિકો દુર રહે નહિ તો સવા બે કલાક જોરદાર હથોડા પડશે . બાકી મારા જેવા ને જેને ડીસ્કવરી ને નેશનલ જીયોગ્રાફી પર ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ જોવા નો ને હકીકત થી થોડું રૂબરૂ થવા નો શોખ હોઈ તેને જરૂર ગમશે …… ફિલ્મ માં નરગીસ ફકરી અંગ્રેજી માં બોલે ને જોન એનો જવાબ હિન્દી માં આપે છે એ સાલું થોડું આઘું પાછુ લાગ્યું . ફિલ્મ ના ઘણા બધા સંવાદો તમિલ ને અંગ્રેજી માં છે પણ નીચે સબ ટાઈટલ આવે છે એટલે વાંધો નથી આવતો . ફિલ્મ નું પોસ્ટર જોઈ ને સોની પ્લેસ્ટેસન ની ગેમ જેવું લાગશે ..

સાતમ –આઠમ નો માહોલ છે તો …… ૫ માંથી ૪ ખાખરા જોન ને સુજીત સરકાર ને આવી ફિલ્મ બનવા ની હિમત માટે ….

Advertisements

2 thoughts on “મદ્રાસ કેફે નું પોસ્ટમોર્ટમ

  1. Mayur કહે છે:

    બોલીવુડનું સ્ક્રિપ્ટિંગ સાવ નીચલી હદે ચાલ્યું ગયું છે. દર્શકોને પેમલા પેમલીની ઘીસી-પીટી કહાની દેખાડી દેવાની એટલે દર્શકો પણ ખુશ, અને ફિલ્મ બનાવવાળાઓ પણ ખુશ !! ( 100 કરોડ કલ્બમાં સામેલ )

    કલ્પના કરો કે તમે હોલીવુડનુંAvengers મુવી જોઈ રહ્યા છો, તેમાં જ્યારે એલિયેન્સનો એટેક થાય છે ત્યારે આર્યનમેન અને તેની વાઈફ તેમના ઘરના સૌથી માળે જઇને વિરહની વેદનાના ગીતો ગાતા હોય ( અણુંબોમ્બ ફૂટી જવાનો હોય એટલે ) !!! પણ તેવું થયું નથી. કેમ કે તે મુવી હોલીવુડનું છે, બોલીવુડનું નહીં. હોલીવુડના મૂવી ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં રાખીને બનાવાય છે. જ્યારે આપણે ત્યાં એવા ગણ્યાં-ગાંઠ્યા મૂવી છે, જે હોલીવુડના ક્રિએશન્સને ટક્કર આપી શકે તેમ છે. ( પણ મારા મતે તેમાંયે વણજોઈતા ગીતો નાખીને મુવીનો પ્લોટ બગાડી નાખ્યો છે. )

    મદ્રાસ કાફે વિશે તમે કહ્યુ તેમ ડિસ્કવરી કે નેટ ઝિયો જોવાવાળાને પસંદ પડે તેવી ફિલ્મ છે, તો પછી જોવી પડશે. ગીત નથી તે ગમ્યુ બાકી મને તો નોન-સ્ટોપ એક્શન મુવીમાં ગીત ઘુસાડતા લોકો પોલિટીશિયન્સ જેવા લાગે છે. !!

    વેલ, હું તો ભવિષ્યમાં એવા કોઈ હોલીવુડ ટાઈપ ઇન્ડિયન મુવી બનવાની રાહ જોઈ રહ્યો છું, જે પેમલા-પેમલી કે પછી ગીતો વગરના હોય, હોલીવુડને ટક્કર આપી શકે તેમ હોય અને 100 કરોડ કલ્બ નહી પણ 500 થી 1000 કરોડની ક્લબ બનાવે !!! (ખ્યાલી પુલાવ છે ને અશ્વિનભાઈ ?? પણ મને વિશ્વાસ છે 🙂 )

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s