સ્પીકર અશ્વિન પટેલ ……. :P :P :P

ભાઈ ..અટક બદલવામાં નથી આવી હો … તમને એમ થાશે કે આ આગળ સ્પીકર લગાવિયું તો સ્પીકર વેચવાનો ધંધો શરુ કરીઓ કે શું ?? પણ એવું કાઈ નથી હમણા એક ઇવેન્ટ માં સ્પીકવા ગયો હતો ..બોલે તો લોકો ને હથોડા મારવા . ખબર તો પડી જ ગયી હશે કે હું કિયા ગયો હોઇસ …. હા મારા ડ્રીમ સીટી “અમદાવાદ “ માં .ત્યાં ગુગલ બીઝનેસ ગ્રુપ દ્વરા એક મેક મની ઓનલાઈન વિષય પર એક સેમીનાર નું આયોજન કરવા માં આવ્યું હતું તો ત્યાં જઈ ને બકબક કરી આવીઓ .

ગુગલ બીઝનેસ ગ્રુપ અમદાવાદ ના મેનેજર ને મારા મિત્ર એવા મિતેશ સંઘવી સાહેબ એક દિવસ ફોન કરી ને કીધું એક ઇવેન્ટ નું આયોજન ને તમારે બોલવા નું છે . હવે હા તો કહી દીધી. મને એમ કે એકાદ કલાક બોલવાનું આવશે કઈક થઇ જાશે . પછી ખબર પડી કે મારે ૩ કલાક બોલવાનું છે !!!…. સાલી હવા ટાઈટ થઈ ગયી 😛 😛 😛 . મિતેશ સર ને કીધું ભાઈ આપડું કામ નહિ આટલું બોલવાનું . પણ મિતેશ સર મને સારો એવો મોટીવેટ કરીઓ કે મને ખબર છે તું આરામ થી બોલી બતાવીસ . આખરે ૩ કલાક નું લાંબુ લચ લેકચર આપવાની હા કીધી

IMG_1991

આટલો ટાઈમ તો ઇવેન્ટ માં છેલ્લી લાઈન માં બેઠા બેઠા મજા લીધી . ને આ વખતે આપડો વારો હાથ માં માઈક લઇ ને બોલવાનો આવીઓ . હવે હાઈસ્કુલ માં હતો ત્યારે એક વાર ૧૫ ઓગસ્ટ ના દિવસે બોલિયો હતો ત્યાર થી આજ દી સુધી હરામ જો પાચ માણસો વચે કયારે બોલીયા હોઈ તો . લગભગ ૩ દિવસ તો પ્રઝેનટેસન બનવા માં ગયા . પેલી વાર ખબર પડી કે આ પાવર પોઈન્ટ નો ઉપયોગ કેવી રીતે કરવો ને આમ તો બધું આવડતુ હતું પણ બોલવાની ફાવટ નહિ એ મોટો લોચો હતો એટલે એની જોરદાર પ્રેક્ટીસ કરવી પડી એકલા એકલા રૂમ માં .

આખિર કાર વોહ દિન આહી ગયા… ૧૧ ઓગસ્ટ ને સ્થળ આઈઆઈએમ અમદાવાદ . આમ તો આગલા દિવસે જ અમદાવાદ માં ધામા નાખી દેવા માં આવિયા હતા . મિત્રો ને મળવા માટે . રાત્રે અમદાવાદ ની રખડપટી …હોવ દર વખત ની જેમ જોખમી મુસાફરી સોહા ના ભરભટિયા માં પણ હવે એનું ડ્રાઈવિંગ સારું થઈ ગયું છે એટલે હવે જોખમ ઓછુ છે . રાતે હોટેલ માં થોડી આગળ દિવસ ની તૈયારી કરી ને સુતા થોડા ટેન્સન સાથે કે સવારે શું થાશે પણ ….જોયું જાશે એમ કરી ને સુઈ ગયા . સવારે ૯ વાગે જ્યાં ઘટના બનવા હતી ત્યાં પોચીયા … ઓફ કોર્સ સ્પીકર અશ્વિન પટેલ 🙂 🙂 . ને પછી શરૂઆત થઈ થોડી વાર માં આપડો વારો આવીઓ . આમ તો ઘણા બધા મિત્રો ત્યાં હતા એટલે બહુ વાંધો ના આવીઓ . ડિસ્ક્લેમર સાથે કે ભાઈ લાગે બાગે લોહી ની ધાર આપડા પર વાંક નહિ કહી ને શરૂઆત કરી . દેશી સ્ટાઈલ માં હથોડા મારવા ની પણ મારી કાઠીયાવાડી દેશી સ્ટાઈલ માં લોકો ને મજા આવી એવું મને લાગ્યું, નહિ તો લોકો એકધારા ૩ કલાક મને ના સહન કરે 😛

પછી તો થોડા કારણો સર ટાઈમ નો તૂટો આવીઓ. લોકો ના પ્રતિભાવ જોતા તો એવું લાગ્યું મજા આવી હશે મારા અનુભવ ના અથાણા ના ડબરો ઉઘાડો કરિયો હતો એ ચાખવા ની . બાકી મોઢે તો કોઈ કિયે નહિ કે ભાઈ તે તો રીતસર ના હથોડા મારિયા છે 😛 😛 જો લોકો ને મજા ના આવી હોઈ તો મને ફેસબુક માં ફ્રેન્ડ રીક્વેસ્ટ ના મોકલે પણ મારે ૫૦ થી વધારે રીક્વેસ્ટ આવી ગયી છે એ બકબક પછી .એટલે હવે હું એવું માની શકું કે લોકો ને મજા આવી હશે

ત્યાં અધીર અમદાવાદી એક જાણીતા હાસ્યલેખ લેખક છે જેઓ ગુજરાતી સમાચાર પત્રો માં લખે છે રૂબરૂ મળવા નો એમને સંભાળવા નો મોકો મળીઓ . મસ્ત ગીફ્ટ મળી ગુગલ બીઝનેસ ગ્રુપ તરફ થી ને પછી અમદાવાદ માં રખડપટી ને બીજે દિવસે વહેલી સવારે ઘરે

ફોટા જોવા હોઈ તો અહિયાં જોઈ લેજો ને મારા પ્રઝેનટેસન સ્લાઈડ અહિયાં જોઈ લેજો એક મિત્ર સંદીપ ભટ્ટ એ થોડા વિડીઓ એના ફોટા કેમેરા માં રેકોર્ડ કરીઓ છે એ આવે એટલે શેર કરીશ …. ચાલો કામ કરીએ ૩-૪ દિવસ થી કાઈ કામ નથી કર્યું ને ૩ કલાક ઉભા રહી બોલી ને રીયલી હાલત બીજા દિવસે જોરદાર ટાઈટ થઈ ગયી.પણ જે અનુભવ મળીઓ છે એ તકલીફ કરતા વધુ કીમતી છે …જે આગળ કામ આવશે

Advertisements

25 thoughts on “સ્પીકર અશ્વિન પટેલ ……. :P :P :P

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s