પ્રેમ એટલે આદત કે આદત એટલે પ્રેમ ??

પ્રેમ એટલે શું ?? ચર્ચા કરીએ એટલે ભવ વયો જાય પણ કહી ના શકીએ પ્રેમ એટલે શું . પણ મને કોઈ પૂછે પ્રેમ એટલે શું ? તો આપડો સીધો જવાબ “ એક આદત “ . જેમ બીડી કે દારુ ધીમે ધીમે ઘર કરી જાય ને છોડી ના શકો . છોડો એટલે તકલીફ થાય ને હારે હારે ઘણા લોચા ઉભા થાય .એમ આ પ્રેમ એટલે એક કયારે ના છુટે એવી આદત .એ પછી કયારે લાગી ને કેટલી વાર લાગી એ જોવા જવાનું નહિ …. ઘણા ને પેલી નજરે આ આદત થઈ જાય ને ઘણા ને એક આદત હોઈ એ હળવે હળવે પ્રેમ માં ફેરવાઈ જાય છે .

પેલી નજર નો પ્રેમ !!! એ સાલું આપડે થોડું છેટું પડી જાય છે . પણ હા એક આદત ધીમે ધીમે પ્રેમ નો આકાર લિયે એ આપડે મેળે આવે છે . પછી એ આદત હાઈસ્કુલ માં રોજ ઓલી “** વારી “ ને પાછુ વારી વારી જોવા ની , કાઈ કામ ના હોઈ તો પણ એની નજીક ની બેંચ માં બેઠેલા સહપાઠી પાસે જાવું . જો કલાસ માં ના દેખાઈ તો હમણા આવશે એવો મન માં ને મન માં દિલસો દેતા દેતા .. રોજ કલાસ માં જોવા ની આદત ધીમે ધીમે ટીનએજ લવ માં બદલાઈ ગયી …….જયારે ખબર પડી કે આ તો પ્રેમ કેવાઈ ત્યાં સુધી માં જુવાની ના ઉબરા ની ઠોકર લાગી ગયી ને બધું વિખાઈ ગયું . ❤ ❤

ને કામ કાજ કરવા જતા ને રસ્તે રોજ આપડી જેમ કામે જવા નીકળતી ઓલી ને જોવા ની આદત . ચાલી ને નીકળતી એ લાલપર વારી પાસે થી રોજ ભરભટીયું લઇ ને નીકળવું ને થોડે દુર જઈ ને પાછુ વળી ને જોવા ની આદત …એ બેય બાજુ થી ખબર પડી એ રોજ પાછુ વાળી ને જોવા ની કાઈ ના હોઈ તોઈ હોર્ન મારવા ની આદત માં ને આદત માં પ્રેમ નો બગડો ઘુટાઈ ગયો …. ના બોલે તુમ ના મેને કુછ કહા માં એ વિખાઈ ગયું

ને હવે …આ ફેસબુક ની લાઈક ને કોમેન્ટ ની આદત પણ તગડો ઘુટવા બાજુ જઈ રહી છે . ચાલો જોઈ હવે શું થાય છે …. આપડા માટે તો પ્રેમ એટલે આદત ને આદત એટલે પ્રેમ બેઈ છે .,,, મસ્ત વરસાદી વાતાવરણ ની અસર થઈ ગયી ભૂરા 😉 !!!

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s