યે જવાની હૈ દીવાની – પોસ્ટમોર્ટમ

ઘણા ટાઈમ થી આ યે જવાની હૈ દીવાની ના ગીતો ટીવી પર જોતા હતા ને ખાસ કરી ને બતમીજ દિલ જેના ગીત ના સબ્દો મસ્ત છે . તો કાલે રાતે અમારા મોરબી ના એક ને માત્ર એક “ચિત્રકૂટ” સિનેમા માં હમેશ ની જેમ ફિલ્મ એકલા એકલા જોઈ નાખી …. ફિલ્મ જોઈ એટલે અંદર નો ક્રિટિક આત્મા જાગે ને ફિલ્મ નું પોસ્ટમોર્ટમ કરવા ની ઈચ્છા થઈ જ જાય . આમ તો મારે ફિલ્મો રાજકોટ જોવા જવા નો રીવાજ છે પણ આજ કાલ ગરમી ના હિસાબે ૧૪૦ કિમી ભરભટીયુ હાંકવા ની હિમત નથી થાતી !!!

યે જવાની હૈ દીવાની એ પ્રેમ ,દોસ્તી ને સબંધો ની ખીચડી છે . રણબીર કપૂર એટલે બોની ને દીપિકા પદુકોણ એટલે નૈના એ લોકો ના મિત્રો આદિત્ય રોય કપૂર જેમની હમણા આવેલ આશિકી -૨ જબ્બર સફળ રહી છે ને એની જોડે કલ્કી કોચીન . માત્ર્ર ૪ પાત્રો પર આખી ફિલ્મ છે. પ્રેમ થાય ને એકરાર કરે નહિ નહિ ને પછી પાછા એક મિત્ર ના લગન માં ભેગા થાય ને પાછો પ્રેમ થાય. આ છે યે જવાની હૈ દીવાની ની સ્ટોરી , ખાસ દમ નથી . ચાવેલ ચિગમ ની જેમ ખેચી ને લાંબી કરવા માં આવી છે એટલે ફિલ્મ બહુ ધીમી લાગે .

કરન જોહર પ્રોડીયુંસર છે ને ડાઈરેકટર છે અયાન મુખરજી જે અગાવ રણબીર કપૂર સાથે વેક અપ સીડ નામ ની ફિલ્મ બનાવી ચૂકયા છે . શરૂઆત ની ૨૦ મિનીટ એક દમ બોરિંગ ને રેલ્વે પ્લેટફોમ પર દિલવાલે દુલ્હનિયા વારા સીન જેવો કાચો પાકો સીન પછી એ લોકો ટ્રેકિંગ માટે મનાલી જાય છે પછી મજા આવે છે થોડી મસ્તી ને રણબીર કપૂર ના મસ્ત ફેસબુક ના સ્ટેટ્સ જેવા પંચ સારા છે. કલ્કી કોચલીન ની એક્ટિંગ સારી છે. આદિત્ય રોય કપૂર એમની લાસ્ટ ફિલ્મ ની જેમ દારૂ માં જુમ બરાબર જુમ શરાબી ની જેમ ફૂલ રેડી આખા ફિલ્મ માં રહે છે .

ફિલ્મ માં કારણ જોહર ની થોડી છાપ દેખાઈ છે . અમુક અમુક મસ્ત વિદેશી લોકેસન જોવા ની મજા આવે છે .ગીતો તો પહેલે થી લોકો ને ગમીયા છે . ને એક ગીત માં માધુરી દિક્ષિત નો આઈટમ સોંગ “ઘાઘરા” માં હજી તેજાબ ફિલ્મ માં જે મોહિની હતી એવીજ દેખાઈ છે ને હજી એ જ કાતિલ સ્માઈલ , ૨ છોકરા ની મમ્મી છે પણ હજી રણબીર કપૂર ની સાથે જોડી હિરોઈન તરીકે હાલે એમ છે .

ઓવર ઓલ નોટ ગુડ નોટ બેડ ફિલ્મ છે . ઇન્ટરવલ પહેલા મસ્તી ને ઇન્ટરવલ પછી રણબીર ને દીપિકા ના અમુક મસ્ત મસ્ત સીન છે . રણબીર કપૂર ને કિસ કરવા ની ટ્રેનીંગ લેવા જાવા જેવું નથી 😉 . એક મસ્ત કિસિંગ સીન છે જો તમારા બોય કે ગર્લ ફ્રેન્ડ સાથે ફિલ્મ જોતા હશો તો જરૂર ગમશે . ઓફ સ્ક્રીન રણબીર ને દીપિકા ના લવ ના લફડા સાંભળીયા છે તો એ ઓન સ્ક્રીન જોવા માં મજા આવશે .

૧૦૦ કરોડ કલબ ની ફિલ્મ જરૂર બનશે..એમાં બે મત નથી . જે લોકો ને ટીપીકલ મસાલા બોલીવુડ ફિલ્મો ગમતી હશે એ લોકો ને નહિ ગમે . બાકી ફિલ્મ જોવા જાવા વાંધો નથી … બાલ્કની ની ખૂણા ની સીટ માં બેસી ને જોવા ની મજા આવશે.. તમારી જુમલી કે જુમલા જોડે આ ગરમી માં !!!

ત્રણ ખાખરા પાંચ માંથી …. 🙂 🙂 🙂

Advertisements

5 thoughts on “યે જવાની હૈ દીવાની – પોસ્ટમોર્ટમ

  1. rajniagravat કહે છે:

    ys xtly, aa film vishe (pan) peli typical styla ma kahi shkaya ke juvo to kantalo nahi aave pan nahi juvo to kay nuksan pan nathi…

    btw ame pan e time e CHITRKUT ma aav va na hata pan khbr padi k AC nathi etle na aavya , pan have em thay 6 ke aavya hot to (gandhidham na compare ma) 50% no faydo thayo hot 😉

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s