અમદાવાદ નો આટો …ને રામ રામ

એ રામ રામ ને જય શ્રી કૃષ્ણ !!!! ઘણા ટાઈમ પછી એટલે લગભગ ૨ મહિના પછી આજે બ્લોગ પર બકબક લખવા માં આવે છે . કામ ના હિસાબે હવે બકબક કરવાનો ટાઈમ નથી રેતો યાર ….. આમ તો કીધું હતું કે અઠવાડિયે એકદો આંટો મારી જઈશ પણ એ વચન પૂરું ના થયું . ને હા મારા ઘણા કાયમી વાંચકો નો ફેસબુક માં ને ફેનપેજ પર બ્લોગમાં કઈ ના લખવાની નારાજગી રૂપી પ્રેમ માટે ખુબ ખુબ આભાર

પાછો અમદાવાદ જઈ આવીઓ ,,હોવ આ વખતે માત્ર ને માત્ર મિત્ર નો મળવા માટે જ ગયો હતો .શનિવાર ના સાંજે પોચી ગયો હતો અમદાવાદ ના વિક એન્ડ ની મજા મજા કરી. દર વખત ની જેમ આ વખતે પણ મારી મનપસંદ જગ્યા ઇસ્કોન થી મારી હોટેલ માં પોચીયો ,ઘણા મિત્રો મારા હોટેલ માં રહેવા થી નારાજ હતા 🙂 એ લોકો નું એવું કેવું હતું કે અમે અહિયાં છીએ ને તું હોટેલ માં રોકાઈ ??? પણ યાર કોઈ ને તકલીફ આપવી એ થી થોડી ખીસ્સા ને તકલીફ આપી દઈએ 😛

હોટલ માં બોરિયા બિસ્તરા નાખી ને …..(સોરી એક જ બેગ હતી હો !!) સાંજે મારા પરમ મિત્ર ને ખતરનાક ડ્રાઈવર શ્રી સોહા પરમાર ના ભરભટીયા પર અમદાવાદ ની શેરીઓ ની સફર ,ત્યાં થી પોહોચીયા બીજી મિત્ર હેતલ ના ઘરે, પછી એ ને તારે વાતું ના વડા મારી બેન શ્રી ખુશ્બુ સાથે .અંતે ઉંદરડા પેટ માં કુદિયા ત્યારે બહાર ભોજન અર્થે જવા નો પીલાણ કરીઓ … ભૂરી બોલે તો હેતલ ને એનો ભૂરો બહારગામ જવાનો હતો એટલે એ ભોજન અર્થે અમારી જોડે આવી શકે એમ નોતી …હું તું ને રમતુડી ને સાથે મારા ભવિષ્ય માં બનનાર જીજુ જોડે નીકળિયા એસ.જી. હાઈવે પર ઉત્તમ ભોજન ની ખોજ માં પણ ત્યાં સોહા ને ઘરે થી કૈક કામ આવ્યું તો એ ..હાલી નીકળિયા ઘર બાજુ …અંતે .હું તું ને રમતુડી રિયા . મસ્ત કાઠીયાવાડી ભોજન પર રીતસર તૂટી પાડવા માં આવ્યું ….ને સુખ દુખ ની વાતું ને મધરાતે છુટા પડિયા ને આપડે હોટેલ ના ઠંડા ઠંડા કુલ કુલ રૂમ માં બઠી ના પડિયા

હવે અમદાવાદ ગયા હોઈ ને કોઈ ઇવેન્ટ અટેન્ડ ના કરવા માં આવે આવું કઈ હાલે ??? શનિવાર ના રાતે ખબર પડી કે IIM માં અમારા મિત્રો ની એક ઇવેન્ટ છે તો સવાર માં કાઈ કામ હતું નહિ ઇવેન્ટ માં ઘુસવા માટે મિત્રો નો સંપર્ક કરવા માં આવીઓ . ત્યાં રજીસ્ટેસન વગર ઘૂસવાની મનાઈ હતી પણ સબંધ મોટી ખાણ ..એટલે ત્યાં જવા નો મેળ તો પડયો..ગમે એમ તો સેલેબ્રીટી 😛 :P:P . ગુગલ ની એક કોમ્યુનીટી માટે ની ઇવેન્ટ હતી ત્યાં પણ ઘણા અમદાવાદ ના ફેસબુક મિત્રો ને મળીઓ ને વાતું ના ને જ્ઞાન ના આદાન પ્રદાન કરીયુ

ને પછી જે રવિવાર નું એક મહત્વ નું કામ હતું મિત્ર બેઠક..કે જયા મને ખાસ બોલવા માં આવીયો હતો 😉 😉 કે આ પૈસા કમાવા વારુ બ્લોગીંગ કેવી રીતે કરવું …ત્યાં શરૂઆત એક સમૂહ ભોજન સાથે થઇ ને પછી મિત્ર બેઠક માં આપડી બ્લોગીંગ ની સંતવાણી નો લાભ રૂપે ….બ્લોગીંગ કેમ કરવું શું કરવું ના કરવું પર આપડા જ્ઞાન રૂપી હથોડા નો પ્રહાર કરવા માં આવીયો .બધા ને પ્રહાર ગમીયો પણ ખરો ….ને હા ત્યાં પણ એક જોરદાર સરપ્રાઈઝ મળી અમારા “”જયદીપ બાબા ” કે જેના આશ્રમ રૂપી ઓફીસ માં મિત્ર ની બેઠક હતી એને કહયું કે મેં ગત ૧૪ તારીખે લગન કરી લીધા !!!!!!!!!!!!!!!! (સાલી પાર્ટી પણ ના મળી ને કૈઈ નહિ …પણ સુભેચ્છા તો આપવી પડે ?? એ તો આપી દીધી ..પણ સુન રહે હો ના “”બાબા “”)

પાછુ ત્યાં થી મિત્રો ને મળવા ના પ્રોગ્રામ ને રાતે બહાર જમવા જવા નો ને ફીલીમ જોવા જવાનો પ્રોગ્રામ , પાછા ૪ જણા નો પ્રોગ્રામ થયો બહાર જમવા જવાનો ત્યાં અમારા બેન ને ઘરે થી કામ આવ્યું તો એ બાય બાય કરી ને જતા રહયા… પાછા રહયા હું તું ને રમતુડી (અશ્વિન..સોહા ને ભૂરી)….વધિયા . સ્વાતી રેસ્ટોરન્ટ છે લો ગાર્ડન પાસે ત્યાં જઈ ને દાબી દાબી ને ખાઈ ને કયારે ના ખૂટે એવી વાતું તો દોર ……રાતે હોટેલ ને સવારે ઘર તરફ પાછુ પ્રયાણ કરીયુ

.

દર વખત ની જેમ ઘણા ને મળવાનું વચન આપી ને ના મળી શકવાનું દુખ .. 😦 😦 તો આ હતો અમારો અમદાવાદ નો આટો .આવી રીતે હવે મળતા રહેશું

તા.ક :- અમદાવાદ ની ગરમી નો તો માસી નો અઠો..નવો …ને દસો હો

Advertisements

5 thoughts on “અમદાવાદ નો આટો …ને રામ રામ

 1. Dharmesh Vyas કહે છે:

  આ અમદાવાદ ની ગરમી ની માસી ણો અઠ્ઠો, નવો ને દસો આપીને રોન કાઢી તો તમે અમારા દુબઈ માં આવો તો તો ગુલ્લો, રાણી ને રાજા જ કાઢો ને? #આ તો એક વાત :p

 2. Paresh Mayani (@pareshmayani) કહે છે:

  તમારી બ્લોગીંગ ની સંતવાણી નો લાભ ક્યારેક જાહેર માં ગોઠવો જેથી કરી ને વધારે શ્રોતા જનો લાભ લઇ સકે, બની સકે તો ક્યારેક અમને પણ આમંત્રણ પત્રિકા મોકલજો.

  અમને આનંદ થયો કે ગૂગલ ની નાની એવી કોમ્યુનીટી માં સેલેબ્રીટી પધારેલ હતા, આમારી એવી હિંમત કે આ સેલેબ્રીટી ને રજીસટ્રેશન કરવાની ફરજ પાડીએ

  આવતા રેજો આવી રીતે

  લી.
  ભૂરો,
  ગામ – રાજકોટ

  • અશ્વિન પટેલ કહે છે:

   આભર પરેશભાઈ તમારો ને મિતેશ સર નો કે જેને મને ત્યાં ઇવેન્ટ માં રજીસટ્રેશન વગર અંદર આવવા ની મંજુરી આપી . ને હવે મારી સંતવાણી નો જાહેર પ્રોગ્રામ કરશું ટુક સમય માં ….મોજ કરો

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s