હાલો નાળીયેર રમવા …

હવે તમને કોઈક એમ કિયે કે હાલો નાળીયેર રમવા .,,,,એટલે જો તમે અમારા મોરબી,માળિયા કે આજુબાજુ ના તાલુકા ના હોઈ તો સમજી જાવ કે એ શું કહે છે. અમારા આજુ બાજુ ના વિસ્તાર માં રમવા નું ચલણ છે બીજે છે કે નહિ એ નથી ખબર . નાળીયેર રમવા એટલે અમારે અહિયાં હોળી આવે એ પહેલા બે અઠવાડિયા પહેલા નાળીયેર રમવા જાય .એટલે બીજુંકાઈ નહિ નાળીયેર ની શરત કરવાની.. શરત બોલે તો હરીફાઈ … 😉 હોળી અગાવ બે અઠવાડિયા થી હોળી ની આગલી રાત સુધી રાતે ગામડા માં જુવાનીયા ભેગા થાય નીળીયેર ની શરતો કરે . નાળીયેર રમવા માં મોટા ભાગે નાળીયેર થી રમતો રમાઈ જેમાં જે ટુકડી જે રમત નક્કી થઈ હોઈ એમાં હારી જાય તો નાળીયેર આપવા નું … ઘણી વાર એક ..બે કે પાંચ કે પચાસ નાળીયેર આપવા ની શરતો હોઈ ..જેવી કેપેટીટી … 😉

હવે તમને એમ થાશે કે નાળીયેર થી શું રમત રમવી .?? એમાં નાળીયેર ના ઘા કરવાના એટલે એક સ્થળે થી બીજા નક્કી કરેલ સ્થળે કેટલા ઘા કરી ને નાળીયેર ત્યાં પહોચાડવા હોઈ . નક્કી કરેલ રૂટ માં બીજું ઘણું બધું હોઈ જેમ કે વચ્ચે આવતા ઇલેક્ટ્રિક ના થાંભલા સાથે નાળીયેર ને અથડાવા નું કે કોઈ ના ઘર ના દરવાજા સાથે અથડાવા નું 😉 રાતે ૧૨ વાગે કોઈ ના દરવાજા ને નાળીએર અથડાવો તો કોઈ કાઈ કહે નહિ એટલે વાંધો ના આવે … આ નાળીએર ના ઘા બેઠા બેઠા કે ઉભા ઉભા કરવા ના હોઈ . જે રૂટ નક્કી થાય તેમાં આવું અલગ અલગ ઘણું વચ્ચે હોઈ . ….. બે અલગ અલગ ટુકડી હોઈ જે ટુકડી ઓછા ઘા માં બધી શરતો પૂરી કરવા નું કહે એને ઘા કરવા મળે ….જે એ નક્કી કરેલ ઘા માં એ પૂરી ના કરી શકો તો હારી જાવ ને જેટલા નાળીએર ની શરત થઈ હોઈ એટલા નાળીયેર આપવા પડે ….હવે કયારેક અખતરો કરજો કે નાળીયેર નો કેટલો ઘા કરી શકો છો …૧૫ રૂપિયા નો ખર્ચો કરજો એટલે આઈડિયા આવશે 🙂

આવું તો ઘણું હોઈ …બીજી રમત હોઈ “ફણો ‘ કરવો ..!!! ફણો એટલે પગ ઉપર નાળીયેર રાખી ને ફેકવાનું .એમાં પણ આવીજ રીતે અલગ અલગ રૂટ નક્કી થઇ ,,,જે ગામ ના એક છેડે થી બીજા છેડા સુધી હોઈ . તેમજ લાકડી થી નાળીએર ને દૂર ફેકવાનું પણ હોઈ . પણ આપડી પસંદગી ની રમત હોઈ ભીત માં ભટકાડી ને અંદર નું ટોપરું બહાર કાઢવાનું . જેમાં નાળીયેર ઉપર ની છાલ ઉતારીયા વગર દીવાલ સાથે અથડાવી ને કેટલા ઘા કરી ને અંદર નું ટોપરું બહાર કાઢવાનું …આપડે આવું નથી કરતા પણ ઘણા મિત્રો ૧૦ વાર કે એથી ઓછી વાર દીવાલ સાથે અથડાવી ને નાળીયેર નું ટોપરું બહાર કાઢી નાખે છે ….હવે એ લોકો ને જીમ માં બાવળા બનાવા જાવું પડે 😉

હમણા થોડા વર્ષો થી એક બીજી રમત નો ઉમેરો થયો છે એ છે “આંધળો પાડો ” .. હા એજ જે આપડે નાના હતા ત્યારે ઘણી વાર રમતા એજ રીતે. પણ અહિયાં આંખ પર પાટો બાધી ને કોઈ ચોક્કસ સ્થળ ને અમુક સમય માં શોધવા ની શરત હોઈ …આમાં પણ ઓછા સમય માં શોધી લેવાનું કહે એને આંધળો પાડો બનવા માં આવે . ઘણી વાર તો ૪-૫ કી.મી દુર ના સ્થળ શોધવા ની શરત હોઈ . કાલે રાતે મેં મેં આખે પાટો બધીઓ હતો ને લગભગ ૧.૫ કિમી દુર એક મંદિર છે એ શોધવા નું હતું . ૫૦ મિનીટ માં શોધવા નું હતું ને મેં ૪૦ મીનીટે શોધી લીધું હતું . ..જયારે આંધળો પાડો બનવા માં આવે ત્યારે એક લાકડી હાથ માં આપવા માં આવે ને .. જો કોઈ એવી વસ્તુ વચ્ચે આવે જે અડચણ બને એવી છે તો ….તમારી ટીમ ના સભ્યો ” પાડો ” “પાડો ” નું બુમ પાડી ને તમને ચેતવી શકે . …બાકી બીજું કાઈ પણ ના બોલી શકે કે કોઈ પણ રીતે ઈશારો ના આપી શકે ….જો આવું કરતા પકડાઈ જાવ તો તમે હારી જાવ. જ્યારે રમત ની શરૂઆત થાય ત્યારે બે-ત્રણ જણા ઉપાડી ને ગોળ ગોળ ઘુમાવી ને પછી શરૂઆત કરવા ની એટલે તમે કઈ દિશા માં ઉભા છો એનો અંદાજ ના આવે ..

કાલે અમે પણ એક નવો જલસો કરીઓ જેમ મૂંગા દાંડિયા રાસ નો પ્રોગ્રામ હતો …એમાં કાઈ પણ બોલીયા વગર દાંડિયા રાસ કરવા ના જો કોઈ કાઈ બોલી જાય કે હસવું આવ્યું તો તમારી પીટાઈ થઈ જાય …

પહેલા શરત માં નાળીયેર જ આપવા માં આવતા કા તો નાળીએર ના જેટલા પૈસા થાય એટલા પૈસા ની ખજુર આપવા માં આવતી .પણ હવે તો કોઈ ખજુર- ને નાળીયેર નું ટોપરું કોઈ ખાઈ નહિ એટલે રોકડા ભેગા કરી ને ઠંડા પીણા કે આઈસ્ક્રીમ ની મોજ ઉડાડવામાં આવે છે ….ચાલો આપડો ટાઈમ થઈ ગયો હજી થોડા દિવસ છે તો …રમવા જઈ એ ….

Advertisements

4 thoughts on “હાલો નાળીયેર રમવા …

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s