કાઈપો છે !!!! પણ શું ???

ફિલ્મ જોઈ કાઈપો છે .. ઇશાન ,ઓમી અને ગોવિદ ત્રણ મિત્રો પર આધારિત ફિલ્મ . ફિલ્મ ના ડાયરેક્ટર અભિષેક કપૂર છે જે અગાઉ ૨૦૦૮ માં “રોક ઓન” ફિલ્મ નું દિગ્દર્શન કરી ચૂકયા છે .ફિલ્મ મને ગમી …..એક જ કારણે માત્ર ને માત્ર એ સુશાંત સિંહ રાજપૂત, અમિત સઢ અને રાજકુમાર યાદવ ત્રણ યુવાન ની એક્ટિંગ, અમદાવાદ ને ૧૦ વરસ પહેલા નું બતાવાની કોશિસ થઇ છે એ …

બાકી કહું તો કાઈપો છે એ મને તો ગુજરાત ને કાઇપુ છે એવું લાગ્યું ….હા ૧૦૦ એ ૧૦૦ ટકા ગુજરાત ની કાપી છે .કેવાઈ છે કે આ ફિલ્મ ચેતન ભગત ની નોવેલ “થ્રી મિસ્ટેક ઓફ માઈ લાઈફ “ પર આધારિત છે . આપડે વાંચી નથી એટલે ખયાલ નથી કે એ નોવેલ નો પ્લોટ સુ છે ને એની વાર્તા સુ છે . બાકી આ ફિલ્મ જોઈ છે .

ફિલ્મ ના ભરપેટ વખાણ …સોશિયલ મીડયા માં ને પ્રિન્ટ મીડિયા માં …… બકા બકા કે કાઈપો છે નામ જોઈ ને એમ થાય કે આપડી ગુજરાત ની ફિલ્મ છે . બાકી ફિલ્મ જોઈ ત્યારે એક ગુજરાતી તરીકે મને જરા કરતા જરા ના ગમી …. કારણ .??? એક જ કારણ કે અધુરી વાત દર્શાવા માં આવી છે. એ ગોધરા કાંડ ..આ ફિલ્મ માં વણવામાં આવીઓ છે . ખુલી તલવાર સાથે ફિલ્મ માં  જે હિંદુ ઓ નો કટ્ટરવાદ …. જય શ્રી રામ ના નારા સાથે ની હિંદુ નો આતંક

અભિષેક ભાઈ એ જે બતાવ્યું……પણ એ શરૂઆત કિયા થી થઈ ટ્રેન ના ડબ્બા કેવી રીતે સળગીયા ને કોને કરી હતી શરૂઆત એ દ્રશ્યો આવિયા હોત ને તો ફિલ્મ રીલીઝ ના બીજા દિવસે સિનેમા માંથી ઉતારી લેવી પડી હોત. હાલ માં આવેલ કમલ હશન ની વિશ્વારુપમ માં ઘણા અવાજો ને દબાવી દેવા માં આવિયા હતા એ બધા ને યાદ છે

ને ભૂકંપ ના રાહત કેમ્પ માં હિંદુ નેતા એક માઈનોરીટી પરિવાર ને આશ્રય નથી આપતું એવું બતાવ્યું છે ….મારા ભાઈ એ સમય અમે જોયો છે ત્યારે ઘર માં રહેવા માં ડર લાગતો હતો ને લોકો કોમવાદ કરે ??…..એ કપરો સમય બધા એ સાથે સાથે મળી ને પાર કરીયો છે .

ઓવર ઓલ  ફિલ્મ ધર્મ ..મિત્રતા ને ક્રિકેટ પર છે.એક વાર જોજો એટલે ખબર પડે … હા થીયેટરમાં ના જોઈ હોઈ તો રાહ જોવો ટી.વી માં આવશે ને બાકી જોવી જ હોઈ તો ઈન્ટરનેટ જિંદાબાદ ..

ગોધરા કાંડ ની કાળી ટીલી ગુજરાત ને લાગી છે એ ભુશાઇ નહિ .. એની તાકેદારી હમેશા લેવાઈ છે . કોઈ ના કોઈ બહાને એ હમેશા તાજી રહે એવું જ ઈચ્છાય છે …

Advertisements

3 thoughts on “કાઈપો છે !!!! પણ શું ???

  1. keyursavaliya કહે છે:

    અશ્વિન ,તારી વાત સાચી છે.મે નોવેલ વાચેલી છે.નોવેલ મા જે ભગા ચેતન ભગતે કર્યા છે એજ આમા કર્યા છે…ગુજરાત ને હલ્કુ ચિતરવા ના.આ લોકો તો ગુજરાત ને અમુક વસ્તુ ઓ થી જ ઓલ્ખે છે……….

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s