ઇતિહાસે બ્લોગ !!!!

ટાઈટલ વાંચી ને એમ થયું હશે ને હું કૈક ભડાકો કરીશ પણ એવું કઈ નથી આ તો આજે કાઈ માળિયું નહી તો થયું લાવ આપડા બ્લોગ નો ઈતિહાસ કહીએ .તમને એમ થાશે કે આ તો જો એમ લખે છે જાણે શાહજહાં વખત થી બ્લોગ ના લખતો હોઈ 😛 ,આમ તો આ દુનિયા માં ૨૨ મહિના એટલે મોટો ટાઈમ કહેવાઈ જયારે બ્લોગ ની શરૂઆત કરી ત્યારે વાંચવા નો કોઈ શોખ નહિ ..ભણતા ત્યારે પણ કિયા હતો 😉 માંડ માંડ ૩૫ માર્કે પાસ થતા .

એમાં એક વાર આપડા કાર્તિક મિસ્ત્રી નો બ્લોગ હાથ માં આવી ગયો . વાંચવાની મજા આવી તો રોજ નું થયું રોજ બ્લોગ પર જોવાનું વ્યસન જેવું થઇ ગયું ,ધીમે ધીમે બીજા ગુજરાતી બ્લોગ ની ખબર પાડવા માંડી ને વાંચવામાં રસ વધીઓ … એક વાર એમ થયું ચાલો આપડે ચાળો કરીએ ગુજરાતી માં બ્લોગ બનવા નો .આમાં કિયા રૂપિયા ખર્ચ કરવા છે …ઘોડા દરબારી ને નીણ પરબારી જેવું છે.વર્ડપ્રેસ માં ખાતું પેલા થી હતું . વાત હતી લખવા ની. હનુમાન નું નામ લઇ ને કરી નાખ્યું ચાલુ .થોડા દિવસ તો એમ થયું યાર …લખવું શું ?? ગાડી ૫-૭ લીટી એ આવી ને અટકી જાતી ને ધીમે ધીમે વોડાફોન ના કવરેજ ની જેમ વધ્યું . જેમ વાંચન વધ્યું એમ હવે વાંધો નથી આવતો ..દેશી ભાષા માં ગાડી ૨-૩ ગેર માં હાલે છે . હજી ટોપ ગેર માં નથી પડી

છેલ્લા આકડા જોઈ તો ૨૫૧૫૧ જણા આપડી ડેલી એ હાથ દઈ ગયા છે . આમ જોઈ તો ૨૨ મહિના નાઅંતે ગુજરાતી બ્લોગ માં આકડો સારો કેવાઈ .અંગ્રેજી ના અમારા કમાણી ના બ્લોગ માં આ આકડો રોજ નો હોઈ ત્યાં ગુગલ માંથી SEO ને એવું કરી ને ગમે એમ કરી વિઝીટ ભેગી કરી લઈ છી. પણ ગુજરાતી બ્લોગ માં સીધી વિઝીટ મળે એજ એટલે આમ જોઈ તો ઘણો સારો કેવાઈ . હવે તો તમારા જેવા ઘણા લોકો મારું બકબક વાંચવા આવે છે કોમેન્ટ ને જોઈ ને એમ થાય છે ના વાંધો નહિ મહેનત લેખે લાગી ને આપડી ઓળખાણ બની.

ઓળખાણ માં તો એક વાર એક મારા કાયમી વાચક બસ માં મળી ગયા હતા અને એને મને જયારે ઓળખાણ આપી એ પણ સામે થી ત્યારે એમ થયું વાહ અશ્વિનીયા જામો પડયો ..વધુ માહિતી અહિયાં છે. 🙂 ને બીજા ઘણા અનુભવ પણ થાય ગયા વેલેન્ટાઈન પહેલા ના વેલેન્ટાઈન ઉપર એક પોસ્ટ લખી હતી ત્યારે એક બીજા બ્લોગર ભાઈ ને એમ લાગ્યું કે મેં એના વિષે મારા બ્લોગ માં લખિયું છે તો એ ભાઈએ એના બ્લોગ માં મારા પર આખી પોસ્ટ લખી હું અરુચિકારક ભાષા નો પ્રયોગ કરું છુ ને મારે કોમેન્ટ અપ્રૂવ કરવી જોઈ ને આમ ને તેમ … પણ આપડે આજ સુધી આવી વાતો કયારે મન માં લીધી જ નથી ગામ જેમ કિયે એમ આપડે મજા આવે એવું કરવા નું . તમને એમ થાશે ઓલા ભાઈ મારા વિષે સુ લખિયું હતું એ વાંચવું હોઈ તો ?? સાચું કહું તો મારે એ ભાઈ ની લીંક એટલે નથી મૂકી પાછો કયાંક લોચો થાશે 😉 …છેલ્લે હમણા એક રેડિયો સેલેબ્રીટી જોડે પણ જોવા જેવી થઇ હતી એની પોસ્ટ લખી ને કલાક માં એ ભાઈ નો ફોન આવીયો ને જામો પડયો ….ઓવર ઓલ મજા નું ઠેકાણું થઈ ગયું છે આ બ્લોગ હવે .. ઘણા બ્લોગ્ગર મિત્રો માળિયા છે . નવા નવા મિત્રો મળે છે .ને તમારા જેવા વાંચકો

આ ગુજરાતી બ્લોગ બનાવીય પછી એમ થયું કે ભણવા જતા ત્યારે એમ કેતા કે રોજનીશી લખો .પણ હવે સમજાણું કે સાલું ત્યારે લખિયું હોત તો કેવી વાંચવાની મજા આવેત .ઘણી વાર ૨૨ મહિના પહેલા લખેલી પોસ્ટ વાચી તો પણ મજા આવે છે . તોત્યારે લખિયું હોત તો …પણ ત્યારે રખડપટ્ટી માં લેશન કરવા નો માંડમાંડ ટાઈમ મળતો તો રોજનીશી કોણ લખે 😛

ચાલો આવીજ રીતે અહિયાં મળતા રહીશું ….ત્યાં સુધી લાંબી પૂછ વારો મારો હનમાન દાદો રક્ષા કરે .. જય હનુમાન

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s