ગુજરાતી વિકિપીડિયા માં સળીચારો

આમ તો ગુજરાતી માં લખવા નો શોખ તો ઘણા ટાઈમ થી છે. ફેસબુક માં સ્ટેટસ હોઈ કે આયા ગુજરાતી માં બ્લોગ હોઈ. પણ હમણા બરોડા ની મુલાકાત દરમિયાન એક વીકીપીડીયન “” રંગીલો ગુજરાતી” જોડે ભેટો થઇ ગયો હતો. તો એમની પાસે થી વિકિપેડિયા નું સારી એવી માહિતી લીધી હતી. અને ખાસ કરી ને ગુજરાતી વિકિપીડિયા માં નવા લેખ ઉમેરવાની જરૂર છે એવું આરનવે જણાવ્યું હતું . આપડે કોઈ સહિય્ત્કાર નથી પણ આપડી આજુબાજુના વિસ્તાર જે કઈ માહિતી આપડી પાસે છે એને ગુજરતી વિકિપેડિયા માં લખવાની ઈચ્છા થઇ

આમ તો હજુ પહેલી વાર છે તો વિકિપેડિયા થોડું અજાણ્યા ગામ માં ઘુસી ગયા હોઈ ને કેમ પૂછાપૂછ કરવું પડે એમ કરવું પડે છે . પણ લાગે છે ધીમે ધીમે ફાવી જાશે . આજે બે નાના નાના લેખ માં હાથ અજમાવિયો . પહેલા તોએમ થયું હતું કે મારો લેખ કોઈ મોડરેટર ના હાથ માં આવશે એટલે ગયો.. 😉 પણ વાંધો ના આવીયો એક મોડરેટરે સુધારો કરી ને જવાદીધો છે . આજ ખબર પડી કે આજ સુધી કઈ પણ નવું જાણવું હોઈ સીધા વિકિપેડિયા માં પોચી જતા વાંચી ને જાણી લેતા પણ પહેલી વાર લખિયું ત્યારે ખબર પડી કે ત્યાં સાચી ને સચોટ માહિતી લખવા માં કેવી મહેનત પડે છે .

એક વાત મને ખુબ અચરજ કરી ગયી જયારે “ રંગીલો ગુજરાતી ” કે જે વીકીપેડીયા માં ખુબ સક્ર્ય છે. જણાવ્યું કે ગુજરતી વિકિપેડિયા બે ફ્રેચ લોકો એ ચાલુ કરી હતી, અને એ લોકો આજસુધી કયારે પણ ભારત નથી આવિયા …….બોલો ..છે ને જમાવટ 🙂 તો મને એમ થયું લાવ આપડે જેટલી ખબર છે ને કૈક ત્યાં નાખી ને લોકો ને મદદ રૂપ થઈ તો મન માં કૈક કરિયા નો સંતોષ થાશે. બાકી આજ સુધી તો કૈક લખી એમાંથી કેવી રીતે પૈસા મળે એજ વિચારીયું છે . આ બ્લોગ ને બાદ કરતા . ગુગલ એડસેન્સ ને બીજી જાહેરાત માંથી પૈસા બનવા ના ધંધા કરીએ એટલે ….:)

જે લોકો પોતાના કામમાંથી ટાઈમ કાઢી ને ગુજરાતી વીકીપીડીયા માં નીસ્વાર્થ સેવા કરે છે જોઈ ને આનદ થાય છે. ને બધા વોલેન્ટેયર નોસહકાર પણ સારો છે .ખોટા ફેકાફેકી ના લેખ દુર કરી ને મારા જેવા ના લેખ નું રીપેરીંગ કામ કરવા નું અઘરું છે . આપડે નક્કી કર્યું કેઅઠવાડિયે કમ સે કમ પાંચ નાના લેખ જે વિષય માં થોડી ખબરપડતી હોઈ લખવા ને ખબર હોઈ એવા લેખ માં ફેરફાર કરવા..

Advertisements

3 thoughts on “ગુજરાતી વિકિપીડિયા માં સળીચારો

  1. અશોક મોઢવાડીયા કહે છે:

    શ્રી.અશ્વિનભાઈ,
    આપે વિકિપીડિયાનાં પ્રબંધકો વિશે આપનો “સારો” અભિપ્રાય આપ્યો એ બદલ ધન્યવાદ. બાકી ઈ બચાડા પ્રબંધકોને, મોટાભાગે તો, અપજશ જ ભાગમાં આવે છે ! 🙂 આપ સમા મિત્રોની સેવાને કારણે તો ગુજરાતી વિકિપીડિયા આગેકદમ કરતું જાય છે. અને હા, આપને ત્યાં સુધી પહોંચાડનાર, અમારા સક્રિય અને સંનિષ્ઠ મિત્ર ’રંગીલો ગુજરાતી’નો પણ હાર્દિક આભાર. યોગદાન કરતા રહેશો. ધન્યવાદ.

    • અશ્વિન પટેલ કહે છે:

      વાહ …બ્લોગ ધન્ય થઈ ગયો આજે મારો ….તમારા પવન પગલા મુજ બ્લોગે 🙂 🙂 ને જે હોઈ એ કેવું પડે .તમે લોકો ઘણી મહેનત કરો છો .ખરેખર ધન્યવાદ ને પાત્ર કામ કરો છો .. આમ ને આમ આવતા રેજો …જય માતાજી

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s