વર્ડકેમ્પ બરોડા વાયા અમદાવાદ

દર વખત ની જેમ અમદાવાદ જવાનું હોઈ એટલે તૈયાર જ હોઈ 😉 પણ આ વખતે ખાલી વાયા અમદાવાદ હતું . જાવા નું હતું બરોડા, પણ નાનકડો સ્ટોપ અમદાવાદ કર્યો . બપોર સુધી ઓફીસ માં કામ કર્યું ને અમદાવાદ ની બસ પકડી ને સમી સાંજે અમદાવાદ પોહ્ચીયો . જેને મળવા માટે ઘણા ટાઈમ થી પ્રયત્નો ચાલુ હતા એવા મારા લકી ચાર્મ સાળી શ્રી ડો . દિશા ભટ્ટ ને મળવા નો મોકો મળી ગયો [લગન નથી થયા પણ સાળી છે ….Thanx to FB]. અમદાવાદ થી થોડે દુર થી ફોન કરીઓ ને ઈન્સ્ટટ મળવાનો પ્રોગ્રામ થયો . ત્યા થી પરમ મિત્ર સોહા ને મળવા …… એ મેડમ પાસે ભરભટીયુ ના હતું તો મને બરોડા જવા બસ પકડવા ની જગ્યા જવા માટે અમદાવાદ ની BRTS ની પહેલી વાર મુસાફરી કરાવી …સારું કર્યું એની પાસે ભરભટીયુ ના હતું 😉 જોખમ ઓછુ એ મેડમ ભરભટીયુ બહુ ખતરનાક ચલાવે છે …

બરોડા જવાની બસ ના મળી પણ એક કાર મળી ગયી …… ને રાતે 10 વાગે બરોડા પોચી ગયા ને જયાં જવા નું હતું ત્યા ગુગલ મેપ ના આશીર્વાદ થી ટેસ થી  પોચી ગયા .બીજા દિવસે વર્ડકેમ્પ બરોડા પોહ્ચીયા ….ઘણા મિત્રો હતા અમદાવાદ થી ને ભારતભરમાંથી હતા… ને સાથે સાથે ઘણા નવા બનેલા મિત્રો “રંગીલો ગુજરાતી “,પલક ,સંદીપ ,અક્ષય ને ભૂમિ હારે વાતું ના વડા કરવા ની મોજ પડી ,

પછી વર્ડકેમ્પ ની સરુઆત થઈ દર વખતે જે અંગ્રેજી ના હવા માં ગોળીબાર થતા એ આ વખતે ઓછા થયા . નવું નવું સીખીયા ને બ્રેક માં ભારત ના જાણીતા બ્લોગર સાથે ગુફ્તગુ કરવા નો મોકો મળિયો . મારી થોડી મસ્તી મજાક માં મજા આવી . ખાસ કરી ને અરનવ ઉર્ફે “રંગીલો ગુજરાતી ” પાસે થી વીકીપીડિયા ની ઇનસાઇડ વાતું જાણવા મળી

ફેશન બ્લોગર ને પરમ મિત્ર હેતલ ને અમદાવાદ માં ના મળવા થી થોડા નારાજ હતા પણ આખરે મનાવી લેવા માં સફળતા મળી 🙂 આ વખતે મારા ખુશ્બુ બુન ત્યા હતા [પોપટ સંગ :P] , સારો એવો ટાઈમ સાથે રહેવા નો મોકો મળીઓ . તો બીજા મિત્રો ની ફરિયાદ હતી કે મેં એ લોકો ને ઓછો ટાઈમ આપીઓ 😦 પણ હું એકલો ને મારા 50 થી વધારે મિત્રો ત્યા હતા …થોડો થોડો ટાઈમ આપીઓ પણ હું વધુ વાતો મિત્રો સાથે શેર ના કરી શકયા નું મને પણ દુખ છે . પણ હવે લાગે છે મારે એક મિત્રો માટે ઇવેન્ટ કરવી જોશે.. Special !!!

બીજા દિવસે વર્ડકેમ્પ માંથી જલ્દી નીકળી ગયો …. બોસ નો ફોન હતો કે વહેલાસર ઓફિસે પોચો તો બસ પકડવા ની ઉતાવળ માં વર્ડકેમ્પ માં ભાગ લેવા નું સર્ટીફીકેટ લેવા નું રહી ગયું . પણ સંદીપે ફોન કરી ને જણાવ્યું ને પલક સાથે રાજકોટ સુધી પોચાડવા ની વિધિ કરી આપી [થેન્ક યુ ટુ પલક ને સંદીપ !!] . જોય હવે સર્ટીફીકેટ કયારે રાજકોટ લેવા જાવ છુ ……..[પલક સાચવજે ત્યા સુધી !!] .

બરોડા થી સીધી મોરબી ની બસ મળી ગયી ને રોનક જોડે હળવદ સુધી આવીઓ ….ને આ લખાઈ છે ત્યા સુધી હજી ઓફીસ માં છુ ને આવતા 2-3 દિવસ ઘરે જવા મળે એવું કોઈ વાતાવરણ છે નહિ …… ને વર્ડકેમ્પ બરોડા નું મસ્ત આયોજન માટે રાહુલ બેન્કર ને પ્રણય પટેલ તથા સાથીદારો નો છેલ્લે આભાર માનવાનો રહીગયો ….મજા આવી ને હવે આ લખી ને 2-3 દિવસ ફેવિકોલ લગાવી કામ કરવું પડશે …..એક અઠવાડિયે ઘરે જવા મળશે 😦 😦

ફોટા જોવા હોઈ તો ફેસબુક માં અહિયાં જોઈ શકો છો .…….

Advertisements

4 thoughts on “વર્ડકેમ્પ બરોડા વાયા અમદાવાદ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s