કા જીજાજી કેમ છો ?? ઓળખાણ પડી ???

સૌથી પહેલા હેપી ન્યુ યર ….

તમને એમ થાશે કે નવા વરસ ની સરુઆત માં અશ્વીનીઓ કા “જીજાજી કેમ છો ” નો નવો ફણગો શું ફોડયો . કંઈ થયું નથી પણ ઘણા લોકો અરમાનો ની અડધી રાતે કતલ કરે એવું કરે છે . નવા વરસ ના પહેલા દિવસ ની આખરી ઘડીઓ ગણાઇ રહી હતી ત્યા મોબાઈલ રણકયો .હવે એ મોબાઈલ ખાલી ઇન્ટરનેટ માટે નો ફોન છે એટલે એમાં રીંગ ની બઘડાટી બોલે એટલે સમજી જવાનું કોઈક નક્કી કડે ભરાણું છે .

મેં જેવો ફોન ઉપડયો સામે ના છેડેથી ….” કા જીજાજી કેમ છો ?? ઓળખાણ પડી ??? ત્યા મને ખબર પડી જ ગયી નક્કી આ કોક ની સાળી આપડે માથે પડી . એક તો ઘર માં ચારેબાજુ લગન ની વાતું થાતી હોઈ ને દિલ નો મોરલો એક આખી ને બે-ત્રણ અડધી ઘરવાળી મળે એવા ઠુમકા ઠોકતો હોઈ !! ને એવા માં આવા રોંગ નંબર ઘુસી જઈ . એ ડોફી ને એટલી ખબર નહિ પડતી હોઈ કે કોઈ નવા નંબર પર ફોન કરી તો પહેલા નામ પુછાઈ પછી આવા “” જીજાજી ” જેવા અલંકાર લગાડી ને વાતું કરાય ..પણ ત્યા તો જામી પડી …મારે કેવું પડયું ઉભા રિયો ….આ તમારો રોંગ નંબર ઘુસીઓ છે.. તો કિયે નંબર તો સાચા જ છે ……

હવે એને કોણ સમજાવે કે ” સોરી રોંગ નંબર ” કેવા માટે હિમત ની લોન લેવી પડે છે …..પણ શું થાય ભારે હૃદયે કેવું પડયું ” સોરી રોંગ નંબર.હજી આ ઘટના બની એનો રીપોર્ટ ફેસબુક માં મુકતો હતો ત્યા થોડી વાર પછી પાછો ફોન આવીઓ ….સોરી હો …..ત્યારે રોંગ નંબર લાગીઓ હતો …….હવે આવી રીતે અરમાનો ની કતલ કરવાના ના ગુના માં જેલ ના થાવી જોઈ ??

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s