ખિલાડી 786 – ફાયર બ્રિગેડ મંગવા દે તું ….!!!! પોસ્ટમોર્ટમ


ખિલાડી 786 – ફાયર બ્રિગેડ મંગવા દે તું ….!!!! પોસ્ટમોર્ટમ

ખાસ નોધ : અક્ષય કુમારના ફેન ના હોવ ને જો કોઈ મફત પણ ટીકીટ આપે તો પણ નાં જોવા જવાઈ એવું મુવી ….આટલા માં સમજી જાજો 😛

ખિલાડી 786 ઉપર કંઈ બહુ મોટી આશા ના હતી પણ ફિલ્મ ના ગીતો મોટા પડદે જોવા માટે આ ફિલ્મ જોવા ગયો હતો પણ જેટલી આશા હતી એ થી પણ ડબો નીકળું .પણ હવે તો નક્કી કરી નાખ્યું કે સુપરસ્ટાર રાજેશ ખન્ના ના જમાઈ ના આવતા કોઈ પણ ફિલ્મો જોવા જાવી નહિ લાસ્ટ લગભગ દરેક ફિલ્મો માં મગજ ની પુંગી વાગી છે .OMG ને થોડા અંશે બાદ કરતા . આ ફિલ્મ ખાલી “હુક્કા બાર ” ને “લોંગ ડ્રાઈવ ” ગીતો મોટા પડદે જોવા ગયા હતો . Khiladi 786 review

બીજો દાખલો આપું તો … કેઆરકે ને ઓળખો ……કમલ રશીદ ખાન ટ્વીટર ની રાખી સાવંત !!! 🙂 મજા આવે એવી બકબક ટ્વીટ માં કરવાની ને ડખ્ખા કરવાના . એની એક ફિલ્મ આવી હતી “દેશદ્રોહી “. તો કેઆરકે ટ્વીટર પર ટ્વીટ કરી હતી કે મારી ફિલ્મ “દેશદ્રોહી ” એ આ ખિલાડી 786 કરતા સારી છે ….ને આપડે દેશદ્રોહી જોઈ નથી પણ આ ફિલ્મ થી તો સારી જ હશે એટલો વિશ્વાસ છે

ખિલાડી 786 ચોખ્ખી મશાલા ફિલ્મ છે .સ્ટોરી માં કાઈ છે નહિ .અક્ષય કુમાર , આસીન ને મિથુન ને સાથે તાતા થૈયા કરતા ગુજરાતી બંધુ મ્યુઝીક ડાઈરેક્ટર ને ફિલ્મ ના પ્રોડિયુંસર એવા હિમેશ રેશ્મમીયા વચ્ચે કુદકા ઠોકે છે . ફિલ્મ માં અક્ષય કુમાર ને મારી જેમ કોઈ છોકરી આપતું નથી ને આસીન ને કોઈ લઈ જાતું નથી .. આસીન એ ડોન ની બેન છે ને હિમેશ રેશ્મમીયા એ લોકો ના લગન ના ટાકા ભીડવા નું કામ કરે છે . હવે એ ભાઈ એ બન્ને નો ટાંકો ભીડાવે છે એ છે ફિલ્મ ની સ્ટોરી

મશાલા ફિલ્મ હોઈ એટલે સાઉથ ના ફિલ્મો જેવી મારધાડ તો હોઈ …ફિલ્મ ના આર્ટ ડાઈરેક્ટર નો લોચો છે કે પ્રોસેસિંગ નો આખી ફિલ્મ માં ભડકા છાપ કલર આવે છે .ને કદાચ અમારા મોરબી ના દેસી સિનેમા ના પ્રોજેક્ટર નો પણ લોચો હોઈ 😦 .મ્યુઝીક બહુ મસ્ત ને એ એક મજા આપે છે .ઘણા ટાઈમ પછી હિમેશ રેશ્મમીયા નું ટીપીકલ મ્યુઝીકમાં જામો પડયો .2012 માં જોવાયેલ ફિલ્મો માં ડબા માં ડબો ફિલ્મ છે .

તો ખોટા પૈસા બગડતા નહિ ….બહાર રખડી ને 200-500 વાપરજો આ ખિલાડી 786 જોવા ના જતા એવી મારી ઘર સલાહ છે ….અક્ષય કુમારના ફેન જોવા જઈ શકે છે . છતા પણ જાવું હોઈ તો રોકવા વાળો હું કોણ ??? ….ભગવાન તમારું ભલું કરે ને શરૂઆત મારા થી કરે

 

Advertisements

11 thoughts on “ખિલાડી 786 – ફાયર બ્રિગેડ મંગવા દે તું ….!!!! પોસ્ટમોર્ટમ

 1. નિરવ ની નજરે . . ! કહે છે:

  1} સારું ચાલો , હિમેશ રેશમિયાને વખાણવા વાળું કોઈ તો મળ્યું ! મને પણ તેનું સંગીત ખુબ જ પસંદ છે 🙂 , “હુક્કા બાર” , એ 2012માં આવેલ વન ઓફ ધ બેસ્ટ રોક સોંગ છે .

 2. virajraol કહે છે:

  એ બંને સોંગ તો મને પણ ઘણા ગમે છે…..

  એમાં પણ હુકા બાર સોંગ ગમતું હશે તો ક્રીસ બ્રાઉન નું “ટર્ન અપ ધ મ્યુઝીક” સોંગ પણ ગમશે….કેમ કે હુકાબાર ની શરૂઆત એજ સોંગ માંથી ઉઠાવવામાં આવી છે 😛

 3. yuvrajjadeja કહે છે:

  મેં તો પહેલા જ દિવસે મોર્નિંગ શોમાં જોઈ નાખ્યું . માત્રને માત્ર હિમેશ માટે થઈને આ મૂવીની ટીકીટ એડવાન્સમાં લઇ રાખેલી . કારણ કે મને એ અભિનેતા તરીકે પણ જોવો બહુ ગમે છે . એની શ્રેષ્ઠ ફિલ્મો , અભિનેતા તરીકે “રેડીઓ ” અને “દમાદમ “(બંને ફિલ્મો ખુબ સારી ) પણ આ ફિલ્મ માં અભિનય માટે તેને વધારે મહેનત કરવાની જરૂર હતી .

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s