સન ઓફ સરદાર ને જબ તક હે જાન નું પોસ્ટમોર્ટમ

સૌથી પહેલા નુતન વર્ષાભીનંદન 🙂 🙂 …..ને વિક્રમ સવંત ના નવા વર્ષ ની પહેલી પોસ્ટ …

નવા વરસ ની સરુઆત તો રજા નો માહોલ …તો હવે દર વખત ની જેમ આજ પણ કંઈ કામ કાજ ના હતું તો રાજકોટ ની ટ્રીપ મારી આવિયા…. . હોવ !!! ફિલ્મ જોવા જ હોઈ ને , કાલે તો એક સાથે ડબલ ડોઝ મારીઓ ફિલ્મનો. દિવાળી ના લાભ લેવા એક સાથે આવેલ મોટા બેનર ની બે ફિલ્મો આપડા અજય દેવગણ ની “સન ઓફ સરદાર” ને શાહરૂખ ખાન ની ” જબ તક હે જાન ” . જબ તક હે જા એ યશ ચોપરા ની નિર્દેશક તરીકે અંતિમ ફિલ્મ હતી … ફિલ્મ સિનેમા માં આવે એ પહેલા યશ સાહેબ એક મોટા રસ્તે નીકળી પડિયા 😦 તો હવે કાલે ફિલ્મ જોઈ હોઈ એટલે અંદર નો ક્રિટિક આત્મા જીયા સુધી પોસ્ટ મોર્ટમ ના કરી ચેન ના પડે ને

સૌથી પહેલા …. સન ઓફ સરદાર !! અજય દેવગણ ની હિરો ને નિર્માતા બન્ને છે. સન ઓફ સરદાર ને કોમેડી ને એકસન બનવા માં બધું ગયું. હોવ ….. એક્ટિંગ વાઈઝ ફિલ્મ બહુ ઢીલી છે એટલી ઢીલી કે વાત ના પૂછો .ઢીલી ની વાત કહું તો નાડી વગર નો પાયજામો 🙂 સંજય દત્ત ની સાવ ઢીલી એક્ટિંગ , બે દિવસ વાસી ખમણ જેવા ઢીલા ઢફ ડાઈલોગ . સોનાક્ષી બહુ મસ્ત દેખાઈ છે પણ અને તો આખા ફિલ્મ માં “ચલ જૂઠે” એ કેવા માટે રાખી હોઈ આવું લાગે છે . સ્ટોરી બહુ નાની છે સુરજ બડજાતીયા કેમ ફિલ્મ એક ઘર માં પૂરી કરી નાખે એમ આ ફિલ્મ માં મોટા ભાગ ઘર માં ને ઘર માં છે . ૪ દિવસ ની સ્ટોરી પર ફિલ્મ બનાવી બહુ અઘરી પડી જાય. કેમ કે જલ્દી જલ્દી ખવડાવો તો લોકો પચાવી ના શકે !!! આવું જ કૈક છે “સન ઓફ સરદાર” માં છે . ઘણા ટાઈમ પછી જુહી ચાવલા ને જોઈ એ આખા ફિલ્મ માં એ એક એક્ટિંગ માં સોલીડ છે .

તમને દબંગ , બોડીગાર્ડ ને સાઉથ ની ફિલ્મો ગમે છે ? તો થોડી જરૂર ગમશે. મ્યુઝીક માં જોઈ તો હિમેશ નું એક ગીત ” તું બીછડન” એ મસ્ત છે . એટલે આ ફિલ્મ ને પાંચ ખાખરા માંથી દોઢ ખાખરો આપી શકાઈ. દિવાળી ની રજા ની હિસાબે ફિલ્મ વકરો તો સારો કરશે એમાં બે મત નથી બાકી જો ચાલુ દિવસ માં ફિલ્મ રીલીઝ થઈ હોત તો જરૂર બોક્ષ ઓફીસ પર પીટાઈ જાત 😉

ને હવે શાહરૂખ ખાન ની ” જબ તક હે જાન ” યશ ચોપરા ની નિર્દેશક તરીકે ફિલ્મ હોઈ એટલે રોમાન્સ ને મસ્ત લોકેસન ને જોરદાર મ્યુઝીક હોઈ એ સ્વાભાવિક છે . ને આ ફિલ્મ માં પણ છે …. મોટો લોચો છે ફિલ્મ બહુ ધીમી એટલી ધીમી કે ઈન્ટરવલ પડે ત્યારે એમ થઈ કે તમે શાહરૂખ ખાન ૨-૩ ફિલ્મો ના જોઈ લીધી હોઈ. જબ તક હે જાન એ લવ સ્ટોરી છે . પણ ફિલ્મ ની લંબાઈ ને સ્પીડ “બોરિંગ ” બનાવે છે . સ્ટોરી સારી છે લંડન ને લદાખ ના મસ્ત લોકેસન પર શૂટ થયેલી ફિલ્મ ની સિનેમેટોગ્રાફી બહુ સરસ છે .

શાહરૂખ ખાન ની ઉંમર હવે વરતાઈ છે…એટલે લવર બોય ની ઈમેજ છે એ આ ફિલ્મ માં નથી બંધ બેસતી ને એક્ટિંગ માં બહુ વિક , પહેલી વાર શાહરૂખ ખાન આ ફિલ્મ માં કિસિંગ સીન આપ્યા છે 🙂 તો કેટરીના કેફ ની એક્ટિંગ માં સારો એવો સુધારો દેખાણો આ ફિલ્મ માં 😉 આખી ફિલ્મ માં કંઈ મને ગમ્યું હોઈ તો અનુષ્કા શર્મા [….દિલ પે લેન્ડીંગ કર ગયી યાર ….] એકદમ સોલીડ અભિનય , ને પાત્ર માં ઘુસી ગયી છે .રીયલ લાઈફ માં ફ્રેશ ને કડક છે એવું છોકરી નું પાત્ર છે એકદમ બિન્દાસ .” મુજે હગ નહિ ચાહિયે કરના હે તો કીસ્સ કર લે ” . ફિલ્મ નું બેકગ્રાઉન્ડ મ્યુઝીક ને મ્યુઝીક બન્ને એ.આર . રહેમાન ના છે . બેકગ્રાઉન્ડ મ્યુઝીક મસ્ત છે પણ ફિલ્મ ના ગીત ના મ્યુઝીક માં પહેલા જેવી રહેમાન ની ધાર નથી રહી .

એટલે જો તમે આ ફિલ્મ તમારા પ્રિય પાત્ર એટલે કે બોય ફ્રેન્ડ કે ગર્લ ફ્રેન્ડ સાથે કોર્નર માં જોશો તો અચૂક ગમશે . ફિલ્મ થોડી ફાસ્ટ ને ટુકી હોત તો ફિલ્મ મસ્ત બનેત . અને હા શાહરૂખ ખાન ની બદલે હ્રીતિક રોશન કે શાહિદ કપૂર હોત તો રંગ કૈક ઓર હોત. કેટરીના ના ડાન્સ સ્ટેપ સામે શાહરૂખ ના ચાલીઓ !! એટલે આ ફિલ્મ ને પાંચ ખાખરા માંથી ત્રણ આપી શકાઈ .

એટલે જો બન્ને માંથી એક ફિલ્મ જોવા નું મને કહેવામાં આવે તો હું જબ તક હે જાન જોવા જવા માટે કહું . બાકી બન્ને ફિલ્મો આવક ના હિસાબે વાંધો નહિ આવે એ લોકો ની દિવાળી સુધરી ગયી એમાં બે મત નથી.

Advertisements

4 thoughts on “સન ઓફ સરદાર ને જબ તક હે જાન નું પોસ્ટમોર્ટમ

 1. yuvrajjadeja કહે છે:

  જબ તક હૈ જાન ગઈ કાલે હું બી જોઈ આવ્યો , સહપરિવાર . બધાને ગમ્યું . અને સન ઓફ સરદાર તો મને ટ્રેલર પર થી જ વિક લાગતું હતું , તમારી વાત સાચી , અનુષ્કા ખીલી છે બરાબરની આ ફિલ્મમાં …

 2. Rajni Agravat કહે છે:

  મેં બેમાંથી એકપણ ફિલ્મ જોઈ નથી અને પૈસા ખરચીને જોવાનો પણ નથી …. પુત્રના લખ્ખણ પારણામાંથી હોય એવી રીતે પિચ્ચર’ના લખ્ખણ પણ મોટાભાગે પ્રોમો માંથી પામી જવાય.

  ‘સન….’ તો જે રીતે ઉલ્ટા ચશ્મામાં ઊંધા ચત્તા કરી નાખ્યા એના પરથી લાગતું જ હતું કે આ મગજની ……

  ‘જબ તક….’ પણ જેમ યશજીની ‘અંતિમ ક્રિયા’ હોય એ રીતે ‘સિમ્પથી’ ઉઘરાવતા હતા એના પરથી લાગતું જ હતું.

  બાકી આઈ લાઇક યોર રાઈટિંગ શૈલી આઈ મીન ઈસ્ટાઈલ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s