ઘણા ટાઈમ પછી …

એ જય હનુમાન …. ઘણા ટાઈમ થી બ્લોગ માં કંઈ અપડેટ નથી તો તમને એમ થાશે કે આ અશ્વિનઓ કિયા ચોટી કપાવા ગયો? બ્લોગ તો બનાવીઓ છે તમે ફેસબુક નું પેજ લાઈક કર્યું છે પણ કંઈ અપડેટ તો કરતો નથી .અરે ભાઈ કામ માં એવો બઠો વરી ગયો છું કે વાત જવા દિયો…. દિવસે ઓફીસ ના કામ ને રાતે આ સાઈડ આવક માટે અંગ્રેજી બ્લોગીંગ એટલે આ મારું બકબક ને પુરતો ટાઈમ નથી આપી સકતો.

બીજું કંઈ હાલ માં તો નવીન માં નથી પણ ઘરે થી નવીન થઇ માટે ભરપુર પ્રયત્નો છે ચાલે છે 🙂 અરે હા બાપા “કન્યા પધારવો સાવધાન ” કરવા માટે , પણ સાલું એ પણ કિયાક જઈ ને અટકે છે . આખો હાથી ઘુસી જઈ ને પુછડે જતા સલવાઈ આવું થઇ છે … કોઈ ને હું અમિતાબ જેવો લાંબો લાગુ છું તો કોઈ ને બાપ દાદા નો ગરાસ ટુંકો પડે છે. ને તો કોક ને એની ” ગગી” માટે શાહિદ કપૂર જેવો હેન્ડસમ મુરતિયો જોઈ છે .ને આપડે સાઉથ ની ફિલ્મ ના હિરો જેવા તો કોઈ ને જમીન ઓછી પડે છે , કોઈક ની ગગી ને સીટી માં રહેવું છે …. હળવદ રહે તો કેજો. 🙂 🙂 આ બધી માથાકૂટ વચ્ચે માયા નગરી મુંબઈ ની ઉડતી મુલાકાત લઇ આવીઓ .

આજે બરાક ઓબામાં પાછા અમેરિકા ના પ્રમુખ બનીયા … અરે ભાઈ મારે કઈ એમાં ફાયદો નથી એટલે પાછા પેંડા ના માગતા . અધૂરા માં ફિલ્મ જોવા જવા નો ટાઈમ નથી મળતો ઘણી સારીસારી ફિલ્મો જોયા વગર ની રહી ગયી ….તોઈ હિમત કરી ને અમારા મોરબી ના વિજય સિનેમા માં જેમ્સ બોન્ડ ની સ્કાય ફોલ જોઈ આવીઓ . જેમ્સ બોન્ડ નું ફિલ્મ હતું એટલે આટલું તો જોખમ લઇ લેવાઈ ….તમને થાશે ફિલ્મ જોવા માં શેનું જોખમ …અરે ભાઈ મોરબી ની સિનેમા માં સીધો ” ડેન્ગું” થાય એવડા એવડા છે ….સમજી જાવ ને

શિયાળો આવી ગયો છે ને સવારે વહેલું ઉઠવા માં લોચા થાય છે …. ગોદડા સવારે સુતા રેવા નો આગ્રહ કરે છે . બાથરૂમ ના નાહવા નો ટાઈમ ધીમે ધીમે ઓછો થાય છે !!!!! ભાઈ ખોટું વિચારતા નહિ નાહિયે છીએ પણ ..પણ જલ્દી જલ્દી . શિયાળો આવે ત્યારે એમ થાય કે આ નહાવા ની ગોળી આવતી હોત કેવું સારું એક ભુખીયા પેટે એક ગોળી લઇ લીઓ એટલે બાથરૂમ માં જાવું નહિ. [છે ને જમાવટ નો વિચાર !!! તો પછી ]

હાલો હવે કૈક લખતો રહીશ … .કૈક નવું થાય તો જણાવું છું. તો તમતારે લાડવા ખાવા પોચી જાજો …

Advertisements

One thought on “ઘણા ટાઈમ પછી …

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s